SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક-૬ | | ૧૪૭ | ગોળ વગેરે વિષયરૂપ અગ્રાહ્ય દ્રવ્યનો સ્પર્શ થાય અને તેનો નામમાત્ર લેપ લાગેલો રહે, ગ્રાહા પદાર્થોમાં ગોળ આદિ પદાર્થો એકમેક થયા ન હોય, તો તેને કાઢીને આહાર ગ્રહણ કરવામાં વ્રતભંગ થતો નથી. જેમ કે- ખાખરાની ઉપર રહેલા સાકરના ટુકડા ઉપાડીને ગૃહસ્થ ખાખરા આપે, તો તે ગ્રહણ કરી શકાય છે. (૩) ગુહસ્થ સંસષ્ટ- ગુહસ્થના હાથ કે કડછી ઘી ગોળ આદિથી ખરડાયેલા હોય અને તેનાથી જ વહોરાવે, તો તે ગૃહસ્થ સંસ્કૃષ્ટ કહેવાય. ઉપરોકત વિવેચન પ્રમાણે લેપાલેપ, ઉસ્લિપ્તવિવેક, ગૃહસ્થ સંસૃષ્ટ આ ત્રણે આગાર સાધુ માટે જ છે, ગૃહસ્થ માટે આ આગારની જરૂર નથી તેમ છતાં શ્રમણભૂત શ્રાવકને માટે પણ આ આગાર લાગુ પડે છે. સાધુનું જીવન પરાશ્રિત અને શુદ્ધ ગવેષણાવાળું છે તેને માટે આ આગારો આવશ્યક થાય છે. - પાઠ-૭: અભક્તાર્થ-ઉપવાસ પ્રત્યાખ્યાન, | १ उग्गए सूरे, अभत्तटुं पच्चक्खामि, चउव्विहं पि आहारं-असणं, पाणं, खाइम, साइमं । अण्णत्थणाभोगेणं, सहसागारेणं, पारिट्ठावणियागारेणं, महत्तरागारेणं, सव्वसमाहिवत्तियागारेणं, वोसिरमि । ભાવાર્થ:- (બીજા દિવસના) સૂર્યોદય સુધી અભક્તાર્થ – ઉપવાસ ગ્રહણ કરું છું અનાભોગ, સહસાકાર, પારિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર, સર્વસમાધિ પ્રત્યયાકાર આ (પાંચ) આગારો સહિત અશન, પાણી, મેવા, મુખવાસ, આ ચારે ય આહારનો ત્યાગ કરું છું. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં ઉપવાસ તપનું સ્વરૂપ, તેની કાલમાર્યાદા તથા તેના આગારનું પ્રતિપાદન છે. ઉપવાસ- ભક્ત – ભોજન, અર્થ – પ્રયોજન, અ – નહીં. આ ત્રણે ય પદનો સંયુક્ત અર્થ છે– ભોજનનું પ્રયોજન જેમાં નથી તેવું વ્રત અર્થાત્ ઉપવાસ. આગમ ગ્રંથોમાં એક ઉપવાસ માટે વડન્જમાં, બે ઉપવાસ માટે છઠ્ઠમત, ત્રણ ઉપવાસ માટે અદૃમમાં પાઠ પ્રાપ્ત થાય છે. કેટલાક વિદ્વાનો દિવસના બે ભક્તના હિસાબે ઉપવાસના દિવસના બે અને પૂર્વ–પશ્ચાતુના દિવસના એક-એક એમ ચાર ભક્ત(ચાર ભોજન)ના ત્યાગનું કથન કરે છે, પણ તેમ અર્થ કરવો ઉચિત નથી કારણ કે શ્રી અંતગડદશાંગ આદિ સુત્રોમાં ત્રીસ દિવસના ઉપવાસમાં “સદ્દિભત પાઠ પ્રાપ્ત થાય છે. વાસ્થમાં વગેરે શબ્દપ્રયોગ કેવળ પ્રાચીન રુઢ સંજ્ઞાઓ જ છે. ચૌવિહાર અને તિવિહારના રૂપમાં ઉપવાસના બે પ્રકાર થાય છે. ચૌવિહાર ઉપવાસનો પાઠ મૂળ સૂત્રમાં આપ્યો છે. સૂર્યોદયથી લઈને બીજા દિવસે સૂર્યોદય સુધી ચારે ય આહારનો ત્યાગ કરવો, તે ચૌવિહાર ઉપવાસ કહેવાય છે. તિવિહાર ઉપવાસ કરવો હોય તો પાણીનો આગાર રાખી શેષ ત્રણે ય આહારનો ત્યાગ કરવો જોઈએ. તિવિહાર ઉપવાસની પ્રતિજ્ઞામાં 'વિરંપિ આહાર-માળ, હાર, સાફ' પાઠ કહેવો જોઈએ. આ રીતે ઉપવાસની કાલમર્યાદા એક દિવસના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધીની છે. આગાર– ઉપવાસમાં અનાભોગ, સહસાકાર, પરિષ્ઠાપનિકાકાર, મહત્તરાકાર, સર્વસમાધિ પ્રત્યયાકાર,
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy