SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક-૪ [ ૧૨૫ ] સિદ્ધ કક્ષાની સર્વજ્ઞ વ્યક્તિ પ્રતિ નમસ્કારનો ભાવ સહજ રીતે આવે છે, પરંતુ સામાન્ય સાધકો પ્રતિ નમસ્કારનો ભાવ લાવવા માટે અહંકારનો ત્યાગ કરવો જરૂરી છે. દેશ કે વેષના, નાના કે મોટાના કોઈ પણ ભેદભાવ વિના મનુષ્ય ક્ષેત્રમાં વિચરતા, સાધુ વેષને ધારણ કરીને પંચ મહાવ્રતનું પાલન કરતા, ૧૮000 શીલાંગ આચારનું પાલન કરનાર, આત્મવિશુદ્ધિ માટે નિરંતર શ્રમ કરનાર સર્વ સાધકોને નમસ્કાર છે. આ જૈન દર્શનની વિશાળતા છે. તેમાં ગુણપૂજાની જ વિશેષતા છે. અઢીફનેસુ રીવ સમુદેલું... અઢી દ્વીપ-સમુદ્રમાં પંદર કર્મભૂમિના ક્ષેત્રમાં. તિરછા લોકમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર છે. તેમાં મધ્યમાં જંબુદ્વીપ, તેને ફરતો લવણ સમુદ્ર, તેને ફરતો ધાતકીખંડ, તેને ફરતો કાલોદધિ સમુદ્ર અને તેને ફરતો અર્ધ પુષ્કર દ્વીપ છે. આ અઢીદ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ ક્ષેત્રને મનુષ્ય ક્ષેત્ર કહે છે. તે મનુષ્ય ક્ષેત્રમાં જ મનુષ્યો હોય છે. ત્યાર પછીના દ્વીપ સમુદ્રોમાં મનુષ્યો હોતા નથી. મનુષ્ય ક્ષેત્રમાં પંદર કર્મભૂમિના ક્ષેત્રો, ત્રીસ અકર્મભૂમિના ક્ષેત્રો અને છપ્પન અંતરદ્વીપક્ષેત્રો, કુલ ૧૦૧ ક્ષેત્રો છે. આ ૧૦૧ ક્ષેત્રોમાંથી અકર્મભૂમિ અને અંતરદ્વીપ, યુગલિક ક્ષેત્ર છે. ત્યાં સાધના યોગ્ય વાતાવરણ ન હોવાથી સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ નથી. શેષ પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં જ જિનશાસન પ્રવર્તે છે. તેથી સૂત્રકારે અઢીદ્વીપના પંદર કર્મભૂમિના ક્ષેત્રમાં વિચરતા સાધુ-સાધ્વીનું કથન કર્યું છે. રથRળ ડિદિયર- પ્રસ્તુત શબ્દોમાં સાધુના વેષનું કથન છે. જીવદયાના ઉપકરણ રૂપ રજોહરણ અને ગુચ્છો તથા આહાર માટે પાત્રને ધારણ કરનાર. રજોહરણ અને પાત્ર સાધુના આવશ્યક ઉપકરણો છે. પવનદિધ્વયથા... પ્રસ્તુત શબ્દ પ્રયોગ ભાવ સાધુતાને સૂચિત કરે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ પંચ મહાવ્રતનું જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગથી પાલન કરે છે, તે જ સાધુ છે. પંચ મહાવ્રતનું પાલન કરવું, તે સાધુ જીવનનું અનિવાર્ય અંગ છે. અદૃારસદક્ષ સ રદાર- ૧૮000 શીલને ધારણ કરનારા. પ્રસ્તુતમાં “શીલ’નો અર્થ “આચાર” છે. મેદાનમેદની અપેક્ષાએ આચારના અઢાર હજાર પ્રકાર થાય છે. આચાર્ય હરિભદ્ર આ સંબંધમાં એક પ્રાચીન ગાથા ઉદ્ધત કરે છે. जोए करणे सन्ना, इन्दिय भोमाइ समण-धम्मे य ! सीलंग-सहस्साणं, अड्वारसगस्स निप्फती ॥ ત્રણ યોગ, ત્રણ કરણ, ચાર સંજ્ઞા, પાંચ ઇન્દ્રિયવિજય, પૃથ્વી આદિ દશ પ્રકારના જીવ-અજીવને દશ પ્રકારના શ્રમણધર્મ સાથે ગુણતાં ૧૮૦૦૦ શીલાંગ-આચારના ભેદ થાય છે. ક્ષમા, નિર્લોભતા, સરળતા, મૃદુતા, લાઘવ, સત્ય, સંયમ, તપ, ત્યાગ અને બ્રહ્મચર્ય- આ દશ પ્રકારના સાધુ ધર્મ છે. દશવિધ સાધુ ધર્મના ધારક મુનિ પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય(આ ચાર ત્રસ) અને એક અજીવ આ દશની વિરાધના કરતાં નથી. દશવિધ સાધુ ધર્મને પૃથ્વીકાય આદિ દશની અવિરાધનાથી ગુણતાં ૧૦ x ૧૦ = ૧૦૦ ભેદ થાય છે. પાંચ ઇન્દ્રિયોને વશમાં રાખીને જ માનવ પૃથ્વીકાય આદિ દશની વિરાધનાનો ત્યાગ કરે છે, તેથી સો ને પાંચ ઇન્દ્રિયોના વિષયથી ગુણતાં ૧૦૦ x ૫ = ૫૦૦ ભેદ થાય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ,
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy