SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ | શ્રી આવશ્યક સૂત્ર પરીષહ, (૯) ચર્યા– વિહાર યાત્રામાં સહન કરવા પડતા કષ્ટ, (૧૦) નૈષધિકી – સ્વાધ્યાય ભૂમિ આદિમાં થનારા ઉપદ્રવ (૧૧) શય્યા– નિવાસ સ્થાનની પ્રતિકૂળતા, (૧૨) આક્રોશ – અન્યના દુર્વચનનું શ્રવણ, (૧૩) વધ- લાકડી આદિનો માર સહન કરવો, (૧૪) યાચના–પ્રત્યેક વસ્તુ માંગીને મેળવવી, (૧૫) અલાભઇચ્છાનુસાર વસ્તુની પ્રાપ્તિ ન થવી, (૧૬) રોગ – શરીરની પ્રતિકૂળતા અથવા અશાતા, (૧૭) તૃણ સ્પર્શ – સંસ્તારક માટે લાવેલા ણ આદિની પ્રતિકુળતા, (૧૮) જલ્સ- શરીર, વસ્ત્ર આદિની મલિનતા, (૧૯) સત્કાર-પુરસ્કાર – પૂજા, પ્રતિષ્ઠા, માન, સન્માન આદિમાં આસક્ત થવું, તેને સમભાવથી સહન ન કરવા, (૨૦) પ્રજ્ઞા-બુદ્ધિનો ગર્વ, અભિમાન કરવું, (૨૧) અજ્ઞાન-બુદ્ધિની હીનતામાં દુઃખી થવું, (૨૨) દર્શન– મિથ્યામતો વાળાના સંસર્ગમાં તથા સમ્યકત્વથી ભ્રષ્ટ કરનાર મોહક વાતાવરણમાં સાવચેતી ન રાખવી. આ બાવીસ પ્રકારની પરિસ્થિતિને સમભાવ પૂર્વક સહન કરવી, તે સાધુધર્મ છે. પરંતુ તે ધર્મથી ચુત થઈને પરીષહ(વિપરીત પરિસ્થિતિમાં સમભાવ ન રહ્યો હોય, તો તે દોષોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. સૂયગડાંગ સૂત્રના ત્રેવીસ અધ્યયન :|३४ तेवीसाए सूयगडज्झयणेहिं । ભાવાર્થ:- શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના બંને શ્રુતસ્કંધના ત્રેવીસ અધ્યયનો કથિત ભાવો સંબંધી પાપદોષ લાગ્યો હોય, તો તેનું પ્રતિક્રમણ કરું છું. વિવેચન - શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના બે શ્રુતસ્કંધ છે, તેમાં પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન છે. ૨૭મા સૂત્રમાં સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના સોળ અધ્યયનોનું વર્ણન કર્યું છે. બીજા શ્રુતસ્કંધના સાત અધ્યયન છે– (૧૭) પંડરીક, (૧૮) ક્રિયાસ્થાન, (૧૯) આહાર પરિજ્ઞા, (૨૦) પ્રત્યાખ્યાન ક્રિયા, (ર૧) આચાર શ્રુત, (૨૨) આદ્રકીય, (૨૩) નાલંદીય. આ ત્રેવીસ અધ્યયનના ભાવોની શ્રદ્ધા, પ્રરૂપણા કે પાલન સંબંધી અતિચારોનું પ્રાયશ્ચિત આ સૂત્ર દ્વારા કરવામાં આવે છે. ચોવીસ દેવ३५ चउवीसाए देवेहिं । ભાવાર્થ - ચોવીસ પ્રકારના દેવોની અશાતનાદિના દોષોનું પ્રતિક્રમણ કરું છું. વિવેચનઃચોવીસ પ્રકારના દેવ :- અસુરકુમાર આદિ ૧૦ ભવનપતિદેવ, ભૂત, યક્ષ આદિ આઠ વ્યંતર દેવ, સૂર્ય ચંદ્ર આદિ પાંચ જ્યોતિષી દેવ, એક વૈમાનિક દેવ, કુલ ૧૦ + ૮ + ૫ + ૧ = ૨૪, આ પ્રમાણે ચોવીસ જાતિના દેવ છે. દેવોના ભોગ-વિલાસની પ્રશંસા કરવી. કામભોગની પ્રશંસા કામભોગની અનુમોદના રૂપ હોવાથી સાધક જીવનમાં તે દોષરૂપ છે અથવા દેવોની નિંદા, આશાતના કરવી, તે દ્વેષ ભાવ છે. મુમુક્ષુ જીવોએ જગતના સર્વ જીવો પ્રતિ સમભાવ કે તટસ્થ ભાવ રાખવો જોઈએ અને આ તટસ્થતાનો ભંગ કરવો, તે અતિચાર છે. ઉત્તરાધ્યયન સૂત્રના સુપ્રસિદ્ધ ટીકાકાર આચાર્ય શાંતિસૂરિ આ સૂત્રમાં આવેલા દેવ શબ્દથી ૨૪
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy