SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક-૪ | | ક૭ ] વિના અનાસક્ત ભાવે ભોગવવા રૂપ પરિભોગેષણાની શુદ્ધિ માટે પાંચ માંડલાના દોષોનો ત્યાગ જરૂરી છે. આ રીતે ૧૬ ઉદ્દગમના + ૧૬ ઉત્પાદનના + ૧૦ એષણાના દોષ = ૪૨ દોષ અને પાંચ માંડલાના દોષ ઉમેરતાં ૪૭ દોષ થાય છે. સાધુની આહાર પ્રાપ્તિ અને આહાર પરિભોગની ક્રિયા ૪૭ દોષ રહિત હોય છે. ગોચરી સંબંધિત દોષોના વિસ્તૃત વર્ણન માટે જુઓ શ્રી દશવૈકાલિક સૂત્ર પરિશિષ્ટ-૩. અપરિશુદ્ધ ચિં- ઉપરોક્ત પાવાદ ૩ પાડMTU થી લઈને ૩ણાયસણા સુધીના દોષયુક્ત અશુદ્ધ આહાર જાણતાં કે અજાણતાં ગ્રહણ થઈ ગયો હોય. પરભુત્ત- તે અશુદ્ધ આહાર ભોગવ્યો-વાપર્યો હોય. પરિવ- પરઠવા યોગ્ય આહારને પરણ્યો ન હોય. સાધુચર્યાના નિયમાનુસાર સાધુએ નિર્દોષ અને પ્રાસુક આહાર જ વાપરવો જોઈએ. પ્રમાદાદિ કોઈ પણ કારણથી જાણતા કે અજાણતા આધાકર્મ આદિ દોષયુક્ત આહાર ગ્રહણ થઈ ગયો હોય અને પાછળથી સાધુને આહારની સદોષતા જણાય, તો તે દોષિત આહાર સાધુએ પરઠી દેવો જોઈએ. ક્યારેક સચેત-ત્રસ કે સ્થાવર જીવોથી સંસક્ત આહાર, જેમ કે– લીલફગવાળા પદાર્થો, બીજ સહિતના ફળ વગેરે ગ્રહણ થઈ ગયા હોય, તો તેમાંથી જીવને પૃથક કરવાની શક્યતા હોય, તો તે ખાદ્ય પદાર્થમાંથી સાધુ યતનાપૂર્વક તે જીવોને દૂર કરીને શેષ રહેલો આહાર વાપરે અને જો જીવો ઘણા હોય અને તેને દૂર કરવા શક્ય ન હોય, તો સાધુએ તે આહાર પરઠી દેવો જોઈએ. શ્રી આચારાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધમાં તેનું વિસ્તૃત વર્ણન છે. આ રીતે દોષયુક્ત કે સચેત પરઠવા યોગ્ય આહાર પરણ્યો ન હોય, તો તે સાધુ જીવન માટે દોષરૂપ છે. તસ મિચ્છામિ દુહમ- ગોચરી સંબંધી મારા દુષ્કૃત્યો-દોષો મિથ્યા થાઓ. આ રીતે સાધુ ગોચરી સંબંધિત દોષોનું પ્રતિક્રમણ કરીને પ્રાપ્ત થયેલા નિર્દોષ અને પ્રાસુક આહાર ગુરુને અથવા રત્નાધિક સંતોને બતાવીને, તેમાંથી વડીલ, ગ્લાન, વૃદ્ધ, તપસ્વી કે શૈક્ષ-નવદીક્ષિત સંતોને આમંત્રણ કરીને, તેમની આવશ્યકતા પ્રમાણે તે-તે સંતોની ઇચ્છાનુસાર આપીને, ત્યારપછી શેષ રહેલા આહારને સાધુ અનાસક્ત ભાવે વાપરીને પોતાના દેહનો નિર્વાહ કરે છે. પાઠ-૯ઃ ત્રીજું શ્રમણ સૂત્ર કાલ પ્રતિલેખના દોષ પ્રતિક્રમણ - | १ पडिक्कमामि चाउक्कालं सज्झायस्स अकरणयाए उभओकालं भंडोवगरणस्स अप्पडिलेहणाए दुप्पडिलेहणाए अप्पमज्जणाए दुप्पमज्जणाए अइक्कम्मे वइक्कम्मे अइयारे अणायारे जो मे देवसिओ अइयारो कओ तस्स मिच्छामि दुक्कडम् । શબ્દાર્થ-ડવમાન-પ્રતિક્રમણ કરું છું, પીડાd –ચાર કાળમાં, સલ્ફાલ્સિ-સ્વાધ્યાય, પથાર – કર્યો ન હોય, ૩મા – બંને કાળમાં, મંડોવરાટ્સ – ભંડોપકરણની, અખંડિત્તેદા - પ્રતિલેખન ન કર્યું હોય, દુખડિક્લેરા -દુષ્પતિલેખન કર્યું હોય, અપૂના - પ્રમાર્જન ન કર્યું હોય, દુપમાળા -દુષ્પમાર્જન કર્યું હોય, અ ને – અતિક્રમ, વરુખે – વ્યતિક્રમ અફરે - અતિચાર, અત્યારે – અનાચાર સંબંધી, ગો મે - જે મેં ફેવસિઝ - દિવસ સંબંધી,
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy