SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહત્કલ્પ સૂત્ર રોગ થયા હોય તો ત્યારે જરૂર પ્રમાણે સાધુ પણ અવગ્રહપટ્ટક રાખી શકે છે. સાધ્વીઓએ શારીરિક સ્થિતિ અનુસાર તથા વિહારાદિમાં શીલરક્ષા માટે આ બંને ઉપકરણો ધારણ કરવા જરૂરી છે. સાધ્વીને પોતાની નિશ્રામાં વસ્ત્ર ગ્રહણ : ૧૬૮ १३ णिग्गंथीए गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठाए चेलट्ठे समुप्पज्जेज्जा, णो से कप्पइ अप्पणो णिस्साए चेलं पडिग्गाहित्तए, कप्पर से पवत्तिणी णिस्साए चेलं पडिग्गाहित्तए । णो य से तत्थ पवत्तिणी सामाणा सिया, जे से तत्थ सामाणे आयरिए वा उवज्झाए वा पवत्ती वा थेरे वा गणी वा गणहरे वा गणावच्छेइए वा जं च अण्णं पुरओ कट्टु विहरइ, कप्पर से तण्णिस्साए चेलं पडिग्गाहित्तए । ભાવાર્થ :ગૃહસ્થના ઘરે ગોચરી માટે ગયેલા સાધ્વીઓને જો વસ્ત્રની આવશ્યકતા હોય તો પોતાની નિશ્રાએ વસ્ત્ર ગ્રહણ કરવું કલ્પતું નથી પરંતુ પ્રવર્તિનીની નિશ્રાએ વસ્ત્ર લેવું કલ્પ છે. જો ત્યાં પ્રવર્તિની હાજર ન હોય તો જે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી, ગણધર અથવા ગણાવચ્છેદક અથવા જેની નિશ્રામાં પોતે વિચરણ કરી રહ્યા હોય તેની નિશ્રાએ વસ્ત્ર ગ્રહણ કરવું કલ્પે છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સાધ્વીને પોતાની નિશ્રામાં વસ્ત્ર ગ્રહણનો નિષેધ કર્યો છે. ગોચરી અર્થે ગયેલા સાધ્વીજીને વસ્ત્રની જરૂરિયાત હોય તો પણ પોતાની નિશ્રામાં અર્થાત્ આ વસ્ત્ર હું મારા માટે ગ્રહણ કરી રહી છું, તેમ કહીને ગૃહસ્થ પાસેથી વસ્ત્ર લેવું કલ્પતું નથી, પ્રવર્તિનીની નિશ્રાએ ગ્રહણ કરવું કલ્પે છે અર્થાત્ વસ્ત્ર લેતા સમયે તે સ્પષ્ટ શબ્દોમાં કહે કે હું પ્રવર્તિનીની નિશ્રાએ આ વસ્ત્ર ગ્રહણ કરું છે, તેઓ સ્વીકારીને કોઈ પણ સાધ્વીને આપશે તો અમે રાખશું, અન્યથા આપને પાછું આપીશું, તેમ કહીને તે ગૃહસ્થ પાસેથી વસ્ત્ર ગ્રહણ કરી શકે છે. જો તેમના પ્રવર્તિની સાધ્વી ઉપાશ્રયમાં અથવા તે ગામમાં ન હોય તો આચાર્ય, ઉપાધ્યાય આદિ સાધુઓ ગામમાં કે નજીકમાં હોય, તો તેની નિશ્રાએ તે વસ્ત્રને ગ્રહણ કરી શકે છે. વડીલોની નિશ્રાનો સ્વીકાર કરીને વસ્ત્ર આદિ કોઈ પણ ઉપધિ ગ્રહણ કરવામાં વડીલોનું બહુમાન તથા ગુર્વાશા અને જિનાજ્ઞાની આરાધના છે. દીક્ષા સમયે ઉપધિ ગ્રહણ વિવેક ઃ १४ णिग्गंथस्स णं तप्पढमयाए संपव्वयमाणस्स कप्पइ रयहरण-गोच्छगपडिग्गहमायाए तिहिं कसिणेहिं वत्थेहिं आयाए संपव्वइत्तए । से य पुव्वोवट्ठविए सिया, एवं से णो कप्पइ रयहरण-गोच्छग-पडिग्गहमायाए तिहिं कसिणेहिं वत्थेहिं आयाए संपव्वइत्तए । कप्पइ से अहापरिग्गहियाइं वत्थाइं गहाय आयाए संपव्वइत्तए । ભાવાર્થ :ગૃહવાસનો ત્યાગ કરીને સર્વપ્રથમ દીક્ષિત થનાર(સામાયિક ચારિત્ર સ્વીકારતા) સાધુએ રજોહરણ, ગુચ્છો, પાત્ર તથા ત્રણ અખંડ વસ્ત્ર લઈને દીક્ષિત થવું ક૨ે છે. પૂર્વ દીક્ષિત સાધુને(નવા)
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy