SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. | તીર્થંકર-ગણધર સ્થવિર-ભગવંત શ્રતધર-ડુંગર દેવ જય-માણેક-પ્રાણ-રતિગુરુ પ્રસાદાત્ એષઃ યોગ ફલત ગુર્દેવોની પ્રાણ ઊર્જા અમ ઉપરે જયંત-ગિરીશ-જનક ગુસ્વર્યોના માધ્યમે આશિષ બની વર્ષી રહી, ગુરુ જગદીશ-હસમુખ-મનહર-ગજેન્દ્ર-સુશાંત-નમ્ર-પિયુષ મુનિના પ્રેરક ઝરણા સદા રહ્યા વહી, સંત જશ-દેવ-ધીર-રાજ-ભાવ-ભવ્ય-પારસ સમ હર્ષાવિત બનેલી પ્રસન્નતા અમ અંતર રહ્યું છે ગ્રહી, નરેન્દ્રોનાં દેવ ત્રિલોકીનાથ પસાથે અનુવાદ કરી સતીદે ગોંડલ ગચ્છની ગરિમા ગૂંજતી રાખી સહી. II કૃપા સિંધુ ઉજમ-ફૂલ-મોતી-આમ-પ્રભા ગુણી પ્રસાદાત્ એષઃ યોગ ફલતુ / મહત્તરા શ્રી ગુલાબ-પ્રાણ-લલિત-મુક્ત-ગુરુભગિનીઓ, વરદ હસ્ત અમ શિર પર રહ્યાં ધરી હીરેન્દ્રનિર્મળ સૂર્ય સમતેજસ્વી જિનવાણી સત્તાગમ સતી ઉષાએ અમહસ્તે દીધાં ભાવભરી, ધીર–કાંત-વિમલ હસ-સરલ મના સતીવૃંદે કુંદનશી શુભેચ્છા પાઠવી, દિલ દરિયાવ કરી, શ્રી સંઘની અનુમોદનાથી આગમ અનુવાદ સાધનાથી સિદ્ધ થયા લીલમ આમોદે વિજયવરી. પ્રિય પાઠકગણ ! અમોએ આપશ્રીના કરકમળમાં અગિયાર અંગસૂત્રો, બાર ઉપાંગ સૂત્રો અને ચાર મૂળ સૂત્રો અર્ધમાગધીના મૂળપાઠો સહિત ગુજરાતી અનુવાદવાળા ગુપ્રાણ આગમ બત્રીસીના આગમ રત્નો ઉપસ્થિત કર્યા, હવે સાધકોની શુદ્ધિ કરવાનારું ચાર છેદ સૂત્રનું ચોથું છેદસૂત્ર શ્રી નિશીથસૂત્ર પ્રગટ કરી રહ્યા છીએ. મધદરિયે ડોલાઝોલા ખાતી નાવ માંડ માંડ કિનારે આવે તેમ અમારી નાવ નવ વર્ષે આપ સહુની શુભેચ્છાએ કિનારે આવી રહી છે. કિનારાને જોતા નાવમાં બેઠેલા મુસાફરો કમાણી કરીને પાછા ફરતા અને કુટુંબીજનોને મળવાનો જે આનંદનો અનુભવ કરે તેનાથી અનેક ગુણો આનંદ અમોને બત્રીસ આગમના અનુવાદનું અવગાહન કરી 34
SR No.008783
Book TitleAgam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages388
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy