SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-૫ | ૯૫ | ઉગમાદિ દોષ યુક્ત અશનાદિ વહોરાવે, કેટલાક અભદ્રિક લોકો અપશુકન માને, તેને આહાર ન આપે, નવનિર્મિત ગ્રામમાં પ્રવેશ કરતાં સચેત પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિના સ્પર્શની સંભાવના પણ રહે છે માટે સાધુ નવનિર્મિત ગામ આદિમાં પ્રવેશ કરે નહિ તથા આહાર માટે પણ ન જાય. નવનિર્મિત ખાણમાં પ્રવેશ:|३२ जे भिक्खू णवग-णिवेससि अयागरंसि वा तंबागरसि वा तउयागरंसि वा सीसागरसि वा हिरण्णागरसि वा सुवण्णागरसि वा वइरागरंसि वा अणुप्पविसित्ता असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી લોખંડ, ત્રાંબુ, કલઈ–જસત, સીસુ, ચાંદી, સોનું કે વજ રત્નની નવનિર્મિત ખાણમાં જઈને અર્થાત્ ખાણ પાસેની વસાહતમાં જઈને અનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : - પૂર્વસૂત્ર પ્રમાણે જ નવનિર્મિત ખાણની આસપાસ જે વસાહત વસી હોય, ત્યાં સાધુએ પ્રવેશ કરવો જોઈએ નહીં. લોકો સાધુના પ્રવેશને શુકન કે અપશુકન રૂપ માને છે. તે ઉપરાંત ખાણમાંથી નીકળ તા દ્રવ્ય વિષયક લાભ-અલાભની શંકા થાય, નૂતન ખાણની નજીક પૃથ્વીકાયિક જીવોની વિરાધનાની સંભાવના રહે તથા સુવર્ણાદિની ખાણ સમીપે સાધુને જોતાં ચોરીનો આક્ષેપ પણ આવે. આવા દોષોના કારણે નવનિર્મિત ખાણની સમીપે સાધુએ કેટલોક સમય જવું નહિ તથા ગોચરી કરવી નહિ. વિવિધ પ્રકારની વીણા બનાવવી તથા વગાડવી - ३३ जे भिक्खू मुहवीणियं वा दंतवीणियं वा ओट्ठवीणियं वा णासावीणियं वा कक्खवीणियं वा हत्थवीणिय वा णहविणिय वा पत्तवीणिय वा पुप्फवीणिय वा फलवीणियं वा बीयवीणियं वा हरियवीणियं वा करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી મુખ વીણા, દાંત, હોઠ, નાક, કાંખ(બગલ), હાથ, નખ, પાંદડા, પુષ્પ, ફળ, બીજ અથવા લીલી વનસ્પતિની વીણાને બનાવે અર્થાત મુખથી વીણા જેવો ધ્વનિ કાઢી શકાય તેવો મુખનો આકાર બનાવે કે બનાવનારનું અનુમોદન કરે, ३४ जे भिक्खू मुंह-वीणियं वा जाव हरियवीणियं वा वाएइ, वाएतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી મુખ વીણા યાવત્ લીલી વનસ્પતિની વીણાને વગાડે કે વગાડનારનું અનુમોદન કરે, ३५ जे भिक्खू अण्णयराणि वा तहप्पगारणि अणुद्दिण्णाई सदाइं उदीरेइ, उदीरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી બીજા કોઈ પણ તેવા પ્રકારના (વીણાની જેમ પશુ-પક્ષી વગેરેના) અનુત્પન્ન શબ્દોને ઉત્પન્ન કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
SR No.008783
Book TitleAgam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages388
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy