SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૦ ] શ્રી નિશીથ સૂત્ર ભાવાર્થ :- જે સાધુ-સાધ્વીના આગમન માર્ગમાં દંડ, લાકડી, રજોહરણ અથવા મુખવસિકા આદિ કોઈપણ ઉપકરણ રાખે કે રાખનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : - સાધ્વીઓના આવવાના માર્ગમાં સાધુએ કોઈપણ પ્રકારના ઉપકરણ રાખવા ન જોઈએ. fણથી આ મUપતિ :- સાધ્વીઓનો આગમનનો માર્ગ. ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા પછી આચાર્ય-રત્નાધિક જ્યાં બેઠા હોય ત્યાં સુધી પહોંચવા સાધ્વીઓ જે સ્થાન પસાર કરે તેને સાધ્વીઓનો આગમન માર્ગ કહેવામાં આવે છે. સૂત્રમાં ચાર ઉપકરણના નામ આપ્યા છે. તે સિવાયના અન્ય કોઈપણ પ્રકારના ઉપકરણ ગયાં ...ગાયં શબ્દથી સૂચિત થાય છે. સાધ્વીઓના માર્ગમાં ઉપકરણ રાખવાના કારણ: चिटुंतो पडिलेहतो, कुणंतो वावि लुंचणं । मिसेणं वाऽहं वत्थूणं,णिक्खेवस्स हि संभवो ॥ સાધ્વીનો આવવાનો માર્ગ એ ઉપાશ્રયનો એક ભાગ જ છે, સાધુ ત્યાં બેઠા હોય, ભોજન કરતા હોય, પ્રતિલેખન કરતા હોય અથવા ત્યાં લોચ વગેરે કરતા હોય અને પોતાના રજોહરણ વગેરે ઉપકરણ ઉપાશ્રયના તે વિભાગમાં મૂક્યા હોય અને સાધ્વીઓના આવવાના સમયે અસાવધાનીના કારણે લેવાનું ભૂલી ગયા હોય અથવા રસ્તામાં ઉપકરણ ભૂલથી રહી ગયા હોય, તો તેનું અહીં પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. ઉપહાસ, કુતૂહલ વગેરે કારણથી સાધ્વીના આગમન માર્ગમાં રજોહરણ વગેરે કોઈ પણ વસ્તુ રાખી હોય, તો તેને ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. નવો કલહ ઉત્પન્ન કરવો - ३६ जे भिक्खू णवाई अणुप्पण्णाई अहिगरणाइं उप्पाएइ, उप्पाएंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નવા-નવા કલહ ઉત્પન્ન કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : આ સૂત્રમાં “અધિકરણ' શબ્દથી કલહ-ક્લેશ સંબંધી પ્રાયશ્ચિત્તનું કથન છે. અધિકરણ- જેના દ્વારા આત્મા અધોગતિમાં પડે, તે અધિકરણ. ક્લેશ જીવને અધોગતિમાં લઈ જાય છે માટે તેને અધિકરણ કહેવામાં આવે છે આ સૂત્રમાં શસ્ત્રાદિ દ્રવ્ય અધિકરણનો અધિકાર નથી પરંતુ ક્રોધ, માન, માયા અને લોભથી જે કલહ-ઝગડા થાય, તે ભાવ અધિકરણનો અધિકાર છે. ઉગ્રપ્રકૃતિ, અતિવાચળ તા, નિરર્થક ભાષણ, હાસ્ય કે કુતૂહલથી કલહ ઉત્પન્ન થાય છે. કલહરૂ૫ અધિકરણના કારણે સાધુનો અપયશ ફેલાય છે. જ્ઞાન-દર્શન- ચારિત્ર-તપનો હાસ થાય છે, સંસારની વૃદ્ધિ થાય છે. સૂયગડાંગ સૂત્ર, અ.-૨, ૬-૨, ગા.- ૧૯માં પણ કહ્યું છે કે
SR No.008783
Book TitleAgam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages388
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy