SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નિશીથ સૂત્ર નિર્દેશપૂર્વક માંગીને યાચના કરવાનું, ૫ થી ૮ સૂત્રોમાં કુતૂહલ વૃત્તિથી માંગવાનું અને ૯ થી ૧૨ સૂત્રોમાં ખુશામત કે પ્રશંસા કરીને આહાર માંગવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. ૪ વસ્તુનું નામ લઈને કે માંગીને યાચના કરવી તે દીનવૃત્તિ છે અને તેમ માંગવાથી સાધુને તીર્થંકરની આજ્ઞાભંગનો દોષ લાગે છે, પરંતુ ગીતાર્થ સાધુ કારણ વિશેષ ઉપસ્થિત થતાં વિવેકપૂર્વક કોઈક વસ્તુનો નામ નિર્દેશ કરી યાચના કરી શકે છે. સકારણ યાચના કરવામાં પ્રાયશ્ચિત્ત નથી પણ નિષ્કારણ કે સામાન્ય કારણે યાચના કરવાનું પ્રાયશ્ચિત્ત છે. જોડ વિડિયા- કુતૂહલવૃત્તિથી. અહીં કુતૂહલ શબ્દથી હાસ્ય, જિજ્ઞાસા, પરીક્ષા આદિનું પણ ગ્રહણ થઈ જાય છે. સાધુએ આવી કુતૂહલવૃત્તિ રાખવી ઉચિત નથી. અણુવત્તિય...ોમસિય- પાછળ જઈને...માંગીને. ધર્મશાળા વગેરે સ્થાનોમાં જાય અને ત્યાં કોઈ ગૃહસ્થ પુરુષ કે સ્ત્રી આદિ સામે લાવીને આહાર આદિ આપે, ઘરના અદષ્ટ સ્થાન કે ઘરના અતિદૂરના સ્થાનમાંથી આહાર લાવીને આપે, ત્યારે પહેલાં આવો આહાર લેવો કલ્પતો નથી, તે પ્રમાણે કહીને તે આહાર લેવાનો નિષેધ કરે અને તે ગૃહસ્થ પાછા ફરી જાય ત્યારે તે અશનાદિ લેવાના વિચારથી ગૃહસ્થની પાછળ-પાછળ જઈ, તેની આસપાસ ફરતાં રહી, ‘તમે મારા માટે જ આહાર લાવ્યા હતા, તમારો તે શ્રમ અને ભાવના નિષ્ફળ ન થાય માટે તે અશનાદિ લઈ લઉં’ આવા વચનો બોલી આહાર માંગે તો સાધુને પ્રાયશ્ચિત્ત આવે છે. ભાષાદોષ, અસ્થિરવૃત્તિ આદિ કારણોથી ગવેષક સાધુને ઉપરોક્ત પ્રવૃત્તિનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે માટે સાધુએ યોગ્ય નિર્ણય કરીને જ વ્યવહાર કરવો જોઈએ. નિષેદ્ધ કરેલા ઘરમાં પુનઃ પ્રવેશઃ १३ जे भिक्खू गाहावइकुलं पिंडवाय-पडियाए पविट्ठे पडियाइक्खिए समाणे दोच्चंपि तमेव कुलं अणुप्पविसइ, अणुप्पविसंतं वा साइज्जइ । ભાવાર્થ :- ગૃહસ્થના ઘરમાં આહાર પ્રાપ્તિની ઇચ્છાથી પ્રવિષ્ટ સાધુને ગૃહસ્થ ઘરમાં આવવાની ના પાડે તેમ છતાં તેના ઘરમાં જે સાધુ કે સાધ્વી બીજીવાર પ્રવેશ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ આહાર પ્રાપ્તિ માટે કોઈ ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને તે ગૃહસ્થ ‘અહીં મારા ઘેર આવવું નહિ’, આ પ્રમાણે ઘરમાં પ્રવેશ કરવાનો કે આહાર આપવાનો નિષેધ કરે, તો સાધુ ક્યારે ય તેના ઘેર જાય નહીં અને પોતાના સહવર્તી શ્રમણોને તેની જાણ કરી દે કારણ કે ગૃહસ્થનો નિષેધ હોવા છતાં તેના ઘરમાં જવું, તે સાધુનો અવિવેક કહેવાય છે. આવા અવિવેકથી ગૃહસ્થ કોપિત બને, ગૃહસ્થને સાધુ પર શંકા થાય અને સાધુ સાથે અનુચિત્ત વ્યવહાર પણ કરે, શાસનની અવહેલના થાય. તેવા અવિવેકનું જ આ સૂત્રમાં લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે. જમણવારમાંથી આહારનું ગ્રહણ ઃ | १४ जे भिक्खू संखडि - पलोयणाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिगाहेइ पडिगार्हेतं वा साइज्जइ ।
SR No.008783
Book TitleAgam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages388
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy