SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૮નય-સાત નય . પ૭ ] વિશેષરૂપે સ્થાપે તે એવંભૂત. અર્થક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ તે શબ્દથી તે વસ્તુને તે રૂપે એવંભૂતનય સ્વીકારે છે. જ્યારે આજ્ઞા અને ઐશ્વર્યવાન હોય ત્યારે જ તે ઈન્દ્ર છે, અન્ય સમયે નહીં. સમભિરૂઢ અને એવંભૂત બંને વ્યુત્પત્તિના ભેદથી શબ્દના અર્થમાં ભેદસ્વીકારે છે. પરંતુ સમભિરૂઢ વ્યુત્પત્તિને સામાન્ય રૂપે સ્વીકારે છે. દરેક અવસ્થામાં તે વાચક શબ્દને સ્વીકારે, એવંભૂત નય તો વ્યુત્પત્તિ રૂપ ક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ તે શબ્દથી તે વાચક બને તેમ માને છે. જ્યારે ઐશ્વર્યવાન હોય ત્યારે જ ઈન્દ્ર કહેવાય. અન્ય સમયે ઈન્દ્ર ન કહેવાય. નય પોતાને ઈષ્ટ ધર્મને મુખ્ય કરી વસ્તુગત અન્ય ધર્મોને ગૌણ કરે છે, તે વસ્તુગત અન્યધર્મોનો ગૌણતાએ સ્વીકારે તો જ તે નય સુનય કહેવાય. પોતાને માન્ય ધર્મને સ્વીકારી, વસ્તુગત અન્ય ધર્મોનો જો નિષેધ કરે તો તે દુર્નય કહેવાય છે. નૈયાયિક–વૈશેષિક નૈગમનયવાદી છે, અદ્વૈતવાદી અને સાંખ્યદર્શન સંગ્રહનયવાદી છે, ચાર્વાકદર્શન વ્યવહારનયવાદી છે, બૌદ્ધ ઋજુસૂત્ર નયવાદી છે, વૈયાકરણીઓ શબ્દાદિ ત્રણ નયવાદી છે. એકાન્ત પક્ષના આગ્રહી હોવાથી તે તે નયવાદી દુર્નયવાદી બની જાય છે. સાતનયોનો સંક્ષિપ્ત સાર : આ સાત નયમાંથી પ્રથમ ત્રણ નય દ્રવ્યને પ્રધાન કરે છે માટે તે દ્રવ્યાર્થિક નય કહેવાય છે. અંતિમના ચાર નય પર્યાયને મુખ્ય કરે છે માટે પર્યાયાર્થિક નય કહેવાય છે. આ સાત નયોમાંથી પ્રથમના ચાર નય અર્થના પ્રતિપાદક હોવાથી અર્થનય કહેવાય છે, અંતિમ ત્રણ નય શબ્દના પ્રતિપાદક હોવાથી શબ્દનય કહેવાય છે. આ સાત નયોમાં પૂર્વ–પૂર્વના નય વિસ્તૃત વિષયવાળા અને ઉત્તર–ઉત્તર ગયો પરિમિત વિષયવાળા છે. સંગ્રહનય માત્ર સામાન્યનો સ્વીકાર કરે છે. નૈગમનય સામાન્ય-વિશેષ બંનેને સ્વીકારે છે માટે સંગ્રહનય કરતા નૈગમનય અધિક વિષયવાળો છે. વ્યવહારનય સંગ્રહનય દ્વારા ગૃહિત પદાર્થમાંથી વિશેષને જ સ્વીકારે છે જ્યારે સંગ્રહનય સમસ્ત સામાન્ય પદાર્થને સ્વીકારે છે માટે વ્યવહારનય કરતા સંગ્રહનય વધુ વિષયવાન છે. વ્યવહારનય ત્રણે કાળના પદાર્થને સ્વીકારે છે જ્યારે ઋજુસુત્ર નય માત્ર વર્તમાનકાલીન પદાર્થ ને જ સ્વીકારે છે માટે ઋજુસૂત્રની અપેક્ષાએ વ્યવહારનય અધિક વિષયવાળો છે. શબ્દનય વર્તમાન પર્યાયમાં પણ કાલ, લિંગ આદિનો ભેદ કરે છે જ્યારે ઋજુસૂત્રનય કાલાદિનો ભેદ કરતો નથી માટે શબ્દનય કરતાં ઋજુસૂત્ર નય વધુ વિષયવાળો છે. એવંભૂતનય સમભિરૂઢનયે સ્વીકારેલ પદાર્થમાં ક્રિયાના ભેદથી ભેદ માને છે. શબ્દની ક્રિયાથી
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy