SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ | પ્રકરણ ૩૩/સમવતાર ૫૦૯ 'તેત્રીસમું પ્રકરણ ઉપક્રમનો છઠ્ઠો ભેદ-સમવતાર સમવતારના પ્રકાર :| १ से किं तं समोयारे ? समोयारे छव्विहे पण्णत्ते, तं जहा- णामसमोयारे ठवणासमोयारे दव्वसमोयारे खेत्तसमोयारे कालसमोयारे भावसमोयारे । ભાવાર્થ :- પ્રશ્ન- સમવતારનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– સમવતારના છ પ્રકાર છે. તે આ પ્રમાણે છે – (૧) નામ, (ર) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ક્ષેત્ર, (૫) કાળ અને (૬) ભાવ. વિવેચન : સમવતાર એટલે સમાવું–સમાવિષ્ટ થવું. વસ્તુ પોતાનામાં, પરમાં, ઉભયમાં ક્યાં સમાવિષ્ટ થાય છે? ક્યાં અંતર્ભત થાય છે, તેનો વિચાર કરવો તે સમવતાર કહેવાય છે. તેના સૂત્ર કથિત નામ આદિ છ ભેદ છે. નામ-સ્થાપના-દ્રવ્ય સમવાતર : | २ से किं तं णामसमोयारे ? णाम-ठवणाओ पुव्ववणियाओ । ભાવાર્થ :- પ્રશ્ન- નામ સમવતારનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- નામ સમવતાર અને સ્થાપના સમવતારનું સ્વરૂપ વર્ણન પૂર્વવત્ અર્થાત્ આવશ્યકતા વર્ણન પ્રમાણે જાણવું. | ३ से किं तं दव्वसमोयारे ? दव्वसमोयारे दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य । णोआगमओ य जाव से तं भवियसरीरदव्वसमोयारे । ભાવાર્થ :- પ્રશ્ન- દ્રવ્યસમવતારનું સ્વરૂપ કેવું છે?
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy