SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૦/અનંત સુધીની ગણના | ૪૯૯ ] कम्माई वेदेति । से तं भावसंखा । से तं संखप्पमाणे । से तं भावप्पमाणे । से तं पमाणे । I પમાને રિ પયં સન્મત્ત ભાવાર્થ :- પ્રશ્ન- ભાવશંખનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- આ લોકમાં જે જીવ શંખગતિનામ-ગોત્ર કર્મને ભોગવી રહ્યા છે અર્થાત્ બેઈન્દ્રિય શંખજીવો શંખરૂપે આયુષ્ય ભોગવી રહ્યા હોય તે ભાવશંખ કહેવાય છે. આ ભાવશંખનું વર્ણન છે. આ પ્રકારે શંખ, સંખ્યા પ્રમાણ તેમજ ભાવ પ્રમાણની પ્રરૂપણા પૂર્ણ થાય છે. તેની સાથે સંપૂર્ણ પ્રમાણદ્વારની વક્તવ્યતા પૂર્ણ થઈ. વિવેચન : અર્ધમાગધિ 'G' શબ્દની સંસ્કૃત છાયા શંખ અને સંખ્યા બંને થાય છે. સખાપ્રમાણ માં ક્યાંક સંખ્યા અને ક્યાંક શંખ શબ્દાર્થ ગ્રહણ કરેલ છે. આ 'ભાવસંખ'માં શંખ અર્થ ગ્રહણ કર્યો છે. જે જીવ શંખ પ્રાયોગ્ય તિર્યંચગતિ, બેઈન્દ્રિય જાતિ, ઔદારિક શરીર વગેરે નામ કર્મ, નીચગોત્ર વગેરે કર્મપ્રકૃતિઓનું વિપાક વેદન કરતા હોય તે જીવ ભાવશંખ કહેવાય છે. આ રીતે શંખ પ્રમાણનું વર્ણન પૂર્ણ થતાં અનુયોગના પ્રથમ ઉપક્રમ દ્વારના ત્રીજા ભેદ પ્રમાણદ્વારની સંપૂર્ણ વક્તવ્યતા પૂર્ણ થઈ. 'I પ્રકરણ-૩૦ સંપૂર્ણ |
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy