SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૮ ] શ્રી અનુયોગદ્વાર સૂત્ર હે નાથ ! બધી નદીઓ સમુદ્રમાં એકત્રિત થાય છે, સમાય જાય છે તેમ આપના મતમાં બધા નય આવીને સમાય જાય છે. સમુદ્ર કોઈ એક નદીમાં સમાય ન શકે, તેમ આપનો મત કોઈ એક નયમાં સમાવિષ્ટ થઈ શકતો નથી. બધા વાદીઓ, બધા નય એક–એક દષ્ટિકોણ ધરાવે છે. તે બધા ભેગા થાય, બધી દષ્ટિઓ ભેગી થાય તે જ જૈનમત છે. જૈનમત કોઈ એક વાદીનો મત નથી. આ ત્રણે દષ્ટાંતથી સ્પષ્ટ થાય છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ સર્વે નય પ્રમાણનો વિષય છે. પ્રસ્થકના દષ્ટાંતમાં કાળની મુખ્યતા છે, વસતિના દષ્ટાંતમાં ક્ષેત્રની અને પ્રદેશના દષ્ટાંતમાં દ્રવ્ય અને ભાવની મુખ્યતા છે. આ ત્રણ દષ્ટાંત તો ઉપલક્ષણ માત્ર છે. નયો દ્વારા જીવાદિ પદાર્થોનું સ્વરૂપ વર્ણન પણ કરવામાં આવે છે. પ્રકરણ-ર૮ સંપૂર્ણ |
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy