SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] શ્રી અનુયોગદ્વાર સૂત્ર ગર્ભજ એવા બે ભેદ થાય અને તેના પુનઃ પર્યાપ્તા અપર્યાપ્તા આ રીતે ભેદ થાય છે. સૂત્રકારે જલચર આદિ પ્રત્યેક ભેદમાં સાત પ્રશ્ન પૂછી સ્થિતિનું સ્પષ્ટીકરણ કર્યું છે, જે સૂત્રપાઠથી સ્પષ્ટ છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ભોગભૂમિના તિર્યંચની અપેક્ષાએ સમજવી. ક્રોડપૂર્વની સ્થિતિ હોય ત્યાં સુધી સંખ્યાત વર્ષનું આયુષ્ય કહેવાય અને તેથી વધુ સ્થિતિ હોય તો તે અસંખ્યાત વર્ષનું આયુષ્ય કહેવાય છે. ભોગભૂમિમાં અસંખ્યાત વર્ષનું આયુષ્ય હોય છે, સ્થિતિ પરથી સ્પષ્ટ થાય છે કે ભોગભૂમિમાં ગર્ભજ સ્થલચર ચતુષ્પદ અને ખેચર બે પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય જીવોજ હોય છે. સંમૂર્છાિમ-ગર્ભજ સર્વના અપર્યાપ્તાની સ્થિતિ જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જ છે અને પર્યાપ્તામાં પણ જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ નીચે પ્રમાણે છે. તિર્યંચ પદ્રિય જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ | કમ | નામ | સંમૂર્ણિમ ગર્ભજ જળચર ચતુષ્પદ સ્થલચર ઉરપરિસર્પ સ્થલચર ભુજ પરિસર્પ સ્થલચર ખેચર કોડપૂર્વ વર્ષ ૮૪000 વર્ષ પ૩000 વર્ષ ૪૨000 વર્ષ ૭૨000 વર્ષ ક્રોડપૂર્વ વર્ષ ૩ પલ્યોપમ ક્રોડ પૂર્વ કોડ પૂર્વ પલ્યોપમનો અ.સં. ભાગ. મનુષ્યોની આયુરિસ્થતિ :२१ मणुस्साणं भंते ! केवइकालं ठिई प० ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाइं। सम्मुच्छिममणुस्साणं जाव जहण्णेण अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं। गब्भवक्कंतियमणुस्साणं जाव जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाइं । अपज्जत्तयगब्भवक्कंतियमणुस्साणं जाव उक्कोसेण वि अंतो- मुहुत्तं । पज्जत्तयगब्भवक्कंतियमणुस्साणं जाव उक्कोसेणं तिण्णि पलिओवमाई अंतोमुहुत्तूणाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોની આહુસ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે.
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy