SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અનુયોગદ્વાર સૂત્ર ભાવાર્થ :- પ્રશ્ન- આ વ્યાવહારિક પરમાણુ તલવાર કે છરાની ધારને અવગાહિત કરે છે ? ઉત્તર– હા, અવગાહિત કરી શકે છે, ધાર પર રહી શકે છે. પ્રશ્ન- શું તલવારની ધાર તે વ્યાવહારિક પરમાણુનું છેદન–ભેદન કરી શકે છે ? ઉત્તર– ના, તે અર્થ સમર્થ નથી અર્થાત્ તલવારની ધાર આ વ્યાવહારિક પરમાણુનું છેદન-ભેદન કરી શકતી નથી. 30 પ્રશ્ન- હે ભગવન્ ! શું આ વ્યાવહારિક પરમાણુ અગ્નિની વચ્ચેથી પસાર થઈ શકે છે ? ઉત્તર– હા, તે પસાર થઈ શકે છે. પ્રશ્ન- શું અગ્નિ વચ્ચેથી પસાર થતાં તે બળી જાય છે ? ઉત્તર– ના, તે અર્થ સમર્થ નથી. અગ્નિરૂપ શસ્ત્ર તેને બાળી શકતું નથી. પ્રશ્ન- શું આ વ્યાવહારિક પરમાણુ પુષ્કર સંવર્તક નામના મહામેઘની મધ્યમાંથી પસાર થઈ શકે ઉત્તર- હા, તે પસાર થઈ શકે છે. પ્રશ્ન– મહામેઘમાંથી પસાર થતાં શું તે પાણીથી ભીંજાય જાય ? ઉત્તર- ના, તે અર્થ સમર્થ નથી અર્થાત્ તે પાણી તેને ભીંજવી શકતું નથી. અપકાયરૂપ શસ્ત્રનો તેના પર પ્રભાવ પડતો નથી. પ્રશ્ન- હે ભગવન્ ! શું વ્યાવહારિક પરમાણુ ગંગા મહાનદીના પ્રતિસ્રોતમાં, વિપરીત પ્રવાહમાં ગમન કરી શકે છે ? ઉત્તર– હા, તે પ્રતિસોતમાં ગમન કરી શકે છે. તે પ્રશ્ન– પ્રતિસ્રોતમાં ગમન કરતાં શું તે વિનાશ પામે છે ? ઉત્તર– ના, તે અર્થ સમર્થ નથી. પ્રતિસ્રોતરૂપ શસ્ત્ર તેના પર કાર્ય કરી શકતું નથી. પ્રશ્ન- હે ભગવન્ ! શું તે વ્યાવહારિક પરમાણુ પાણીના વમળમાં કે જબિંદુમાં અવગાહન કરી શકે છે ? ઉત્તર– હા, તે વમળમાં અને જલબિંદુમાં અવગાહન કરી શકે છે. પ્રશ્ન− શું તે ભીનો થઈને કુત્સિત થાય છે ? અર્થાત્ સડી જાય છે ? ઉત્તર- ના, તે અર્થ સમર્થ નથી. વ્યાવહારિક પરમાણુ પર પાણીરૂપ શસ્ત્ર કાર્ય કરી શકતું નથી.
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy