SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ | શ્રી અયોગવાર સૂત્ર દ્રવ્યમાં જ થાય છે. પરજાતિરૂપ દ્રવ્યમાં નહીં. ક્ષેત્રાનુપૂર્વી અનુગમ :| ९ से किं तं अणुगमे ? अणुगमे णवविहे पण्णत्ते, तं जहा संतपयपरूवणया, दव्वपमाणं च खेत्त फुसणा य । कालो य अंतरं भाग, भाव अप्पाबहुं चेव ॥१०॥ ભાવાર્થ :- પ્રશ્ન– અનુગમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- અનુગમના નવ પ્રકાર કહ્યા છે. (૧) સત્પદપ્રરૂપણા, (૨) દ્રવ્ય પ્રમાણ, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાલ, (૬) અંતર, (૭) ભાગ, (૮) ભાવ, (૯) અલ્પબદુત્વ. १० गम-ववहाराणं खेत्ताणुपुव्वीदव्वाइं किं अत्थि णत्थि ? णियमा अत्थि । एवं दोण्णि वि । ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ-વ્યવહારનય સંમત ક્ષેત્રાનુપૂર્વી, અતિરૂપ છે કે નાસ્તિરૂપ છે? ઉત્તર-નૈગમ વ્યવહાર નય સંમત ક્ષેત્રાનુપૂર્વી નિયમા અસ્તિરૂપ છે. અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ નિયમા અતિરૂપ છે. દ્રવ્યપ્રમાણ :|११ णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं किं संखेज्जाइं असंखेज्जाइं अणंताई? णो संखेज्जाई णो अणंताई, णियमा असंखेज्जाई । एवं दोण्णि वि । ભાવાર્થ :- પ્રશ્ન- નૈગમ-વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત - ઉત્તર-નૈગમ–વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય સંખ્યાત કે અનંત નથી પરંતુ અસંખ્યાત છે. આ જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય બંને દ્રવ્ય પણ નિયમા અસંખ્યાત છે. વિવેચન : આ સૂત્રમાં ક્ષેત્રની અપેક્ષાએ આનુપૂર્વી વગેરે દ્રવ્યોનું પ્રમાણ અસંખ્યાત બતાવ્યું છે. આકાશના ત્રણ વગેરે પ્રદેશમાં સ્થિત દ્રવ્ય આનુપૂર્વી છે. ત્રણ-ત્રણ આકાશ પ્રદેશના ક્ષેત્ર વિભાગ કરીએ તો તે અસંખ્યાત જ થાય છે. લોકના ત્રિપ્રદેશાત્મક વિભાગ અસંખ્યાત છે અને તતુતુલ્ય સંખ્યાવાળા આનુપૂર્વી
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy