SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પદ | શ્રી અનુયોગદ્વાર સૂત્ર અવયવની જ વિવક્ષા છે. ત્યાં જીવપ્રદેશથી અવ્યાખ નખ-કેશ વગેરેની વિવક્ષા નથી. જ્યારે આ અનેકદ્રવ્ય સ્કન્ધમાં જીવપ્રદેશથી વ્યાપ્ત અવયવ સાથે જીવપ્રદેશથી રહિત એવા નખાદિ અવયવની પણ વિવક્ષા છે. મિશ્ર સ્કન્દમાં હાથી–અશ્વ-તલવાર વગેરે સચિત્ત-અચિત્તદ્રવ્ય પૃથક પૃથક રૂપથી અવસ્થિત હોય. અનેક દ્રવ્ય સ્કન્દમાં સચેત-અચેત દ્રવ્યોનો વિશિષ્ટ પરિણામથી પરિણત એક સમુદાય રૂપ સમુદાયની વિવેક્ષા છે. આ રીતે દ્રવ્યસ્કન્ધની વક્તવ્યતા પુરી થાય છે. ભાવસ્કન્ધ :|१७ से किं तं भावखंधे ? भावखंधे दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य, णोआगमओ य । ભાવાર્થ :- પ્રશ્ન– ભાવસ્કન્ધનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- ભાવસ્કન્ધના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે–આગમતઃ ભાવસ્કન્ધ અને નોઆગમતઃ ભાવસ્કન્ધ. આગમતઃ ભાવસ્કન્ધ :१८ से किं तं आगमओ भावखंधे ? आगमओ भावखंधे जाणए उववत्ते । से तं आगमओ भावखधे । ભાવાર્થ :- પ્રશ્ન– આગમતઃ ભાવસ્કન્ધનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- સ્કન્ધપદના અર્થમાં ઉપયોગવાન જ્ઞાતા આગમતઃ ભાવસ્કન્ધ છે. વિવેચન : આવશ્યક સુત્રરૂપ શ્રુતસ્કંધનું જ્ઞાન અને તેમાં ઉપયોગ હોય ત્યારે તે આગમતઃ ભાવ શ્રુતસ્કંધ કહેવાય છે. નોઆગમતઃ ભાવરસ્કન્ધ :|१९ से किं तं णोआगमओ भावखंधे ? णोआगमओ भावखंधे एएसिं चेव सामाइयमाइयाणं छण्हं अज्झयणाणं
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy