SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રોતા અને પરિષદ [ ૩૭ ] એમ કેટલાક શ્રોતા હંસ સમાન ગુણગ્રાહી હોય છે. તે શ્રુતજ્ઞાનના અધિકારી બની શકે છે. (૬) મેષ :- બકરી આગળના બન્ને ગોઠણને જમીન પર ટેકાવીને સ્વચ્છ પાણી પીએ છે. તે પાણીને ગંદુ કરતી નથી એ જ રીતે જે શ્રોતા એકાગ્રચિત્તે શાસ્ત્ર શ્રવણ કરી ગુરુને પ્રસન્ન કરે છે અને વાતાવરણને સ્વચ્છ રાખે છે, તેવા શ્રોતા શાસ્ત્ર શ્રવણના અધિકારી અને સુપાત્ર કહેવાય છે. (૭) મહિષ :- ભેંસ જળાશયમાં પડીને સ્વચ્છ પાણી ગંદુ બનાવી દે છે તેમજ જળમાં મળ-મૂત્ર પણ કરે છે. તે સ્વયં સ્વચ્છ પાણી પીએ નહીં અને સાથીઓને સ્વચ્છ પાણી પીવા પણ ન દે. એ જ રીતે અવિનીત શ્રોતા ભેંસ જેવા છે. જ્યારે આચાર્ય ભગવાન શાસ્ત્ર વાચના દઈ રહ્યા હોય તે સમયે ન તો સ્વયં એકાગ્રચિત્તે સાંભળે અને ન બીજાને સાંભળવા દે. તેઓ હાંસી–મશ્કરી, તોફાન, કુતર્ક અને વિતંડાવાદમાં પડીને અમૂલ્ય સમય નષ્ટ કરે છે. એવા શ્રોતા શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. (૮) મશશ :- ડાંસ-મચ્છરોનો સ્વભાવ મધુર રાગ(ગણગણાટ) સંભળાવીને શરીર પર ડંખ મારવાનો છે. એ જ રીતે જે શ્રોતા ગુરુની નિંદા કરીને તેને કષ્ટ પહોંચાડે છે, તેવા શ્રોતા શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. (૯) ગ :- જળો મનુષ્યના શરીરમાં ગુમડાં આદિ ખરાબ ભાગ પર મૂકવાથી તે સડેલા ભાગમાંથી ખરાબ લોહીને જ પીએ છે. શુદ્ધ લોહીને તે પીવે નહિ અથવા ઈતડી ગાયના આંચળમાં રહે છે તે ગાયનું લોહી પીએ છે પણ દૂધ પીતી નથી. એ જ રીતે કેટલાક શ્રોતા આચાર્ય આદિના સણો અર્થાત્ આગમજ્ઞાનને છોડીને દુર્ગુણોને ગ્રહણ કરે છે. એવા શ્રોતા શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. (૧૦) વિનાહી :- બિલાડીનો સ્વભાવ દહીં-દૂધ આદિ પદાર્થોથી ભરેલા વાસણને નીચે પછાડીને પછી ચાટવાનો છે અર્થાત્ ધૂળયુક્ત પદાર્થોનો આહાર કરે છે. એ જ રીતે કેટલાક શ્રોતા ગુરુ પાસેથી પ્રત્યક્ષ જ્ઞાન લેતા નથી પરંતુ બીજા ત્રીજા આગળથી સાંભળીને અર્થાત્ સત્યાસત્યનો ભેદ સમજ્યા વગર જ ગ્રહણ કરે છે. એવા બિલાડી જેવા શ્રોતા શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. (૧૧) નાદિન :- જાહગ ઉંદર જેવું એક પ્રાણી છે. દૂધ, દહીં આદિ ખાદ્યપદાર્થ ખાતાં ખાતાં વચ્ચે આજુબાજુમાં ચાટીને સાફ કરી દે છે. એ જ રીતે જે શિષ્ય પૂર્વે ગ્રહણ કરે છે, સૂત્રાર્થને પાકા રાખે છે અને વચ્ચે વચ્ચે ગુરુ પાસેથી નવીન સૂત્રાર્થને ગ્રહણ કરે છે. એવા શ્રોતા જાહગની સમાન આગમજ્ઞાનના અધિકારી બને છે. ગાદી = નોળિયો જેમ નોળિયો પ્રથમ પોતાની માતાનું દૂધ થોડું થોડું પીએ અને તે પાચન થયા પછી પૂનઃ થોડું પીએ એમ પોતાના શરીરને પુષ્ટ કરેપછી મોટા ભૂજંગના માન મર્દન કરે તેમ એકેક શ્રોતા આચાર્યાદિક પાસેથી પોતાની બુદ્ધિ પ્રમાણે કાળે કાળે અભ્યાસ કરે, અભ્યાસ કરતાં ગુર્નાદિકને અત્યંત સંતોષ ઉપજાવે. તે ક્રમથી બહુશ્રુત થઈ જાય છે. એવા શ્રોતા આગમના અધિકારી હોય છે.
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy