SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ ગાથાઓ ૩૩ | અને તેના અર્થ વિશાળ હોય છે. જેમ ખાણમાંથી ખનિજ પદાર્થો નીકળે છે, તે ક્યારે ય ક્ષીણ થતાં નથી. તેમજ દૂષ્યગણીજી પણ સૂત્રના અર્થ દેખાડવામાં ખાણ સમાન હતા. તેઓશ્રી મૂળગુણ અને ઉત્તરગુણ સંપન્ન મુનિવરોને સૂત્રની વ્યાખ્યા અપૂર્વ શૈલીથી સમજાવતા હતા, ધર્મોપદેશ કરવામાં દક્ષ હતા, શ્રુતજ્ઞાન વિષયક પ્રશ્ન પૂછવા પર તેનું સમાધાન મીઠી મધુરી ભાષામાં કરતા હતા. કોઈ શિષ્ય પ્રમાદના કારણે લક્ષ્યબિંદુથી અલિત થાય તો તેનું અનુશાસન અને પ્રશિક્ષણ શાંત ભાવે કરતા, જેથી તે શિષ્ય ફરીથી ભૂલ કરતા ન હતા. આ ગાથાઓમાં દૂષ્યગણીજીના અસાધારણ ગુણોનું દિગ્ગદર્શન કરાવ્યું છે. અસાધારણ ગુણોની સ્તુતિ જ વસ્તુતઃ સ્તુતિ કહેવાય છે. તેઓ બાર પ્રકારના તપ, અભિગ્રહ આદિ નિયમ, દશ પ્રકારે શ્રમણ ધર્મ, દશ પ્રકારે સત્ય, સત્તર પ્રકારનો સંયમ, સાત પ્રકારનો વિનય, ક્ષમા, સુકોમળતા, સરળતા તેમજ શીલ આદિ ગુણોમાં વિખ્યાત હતા. એ યુગમાં યાવન્માત્ર અનુયોગધર આચાર્ય હતા. તેમાં તેઓશ્રી પ્રધાન હતા. આ ગાથા ૪૮માં મુખ્યત્વે જ્ઞાન અને ચારિત્રની સિદ્ધિ કરી છે. શ્રુતજ્ઞાનમાં અનુયોગ પદ અને ચારિત્રમાં ઉક્ત ગાથાના ત્રણ પદોમાં વર્ણિત ગુણોમાં તેઓશ્રી સંલગ્ન રહેતા હતા. આ ગાથા પ્રત્યેક આચાર્ય માટે મનનીય તેમજ અનુકરણીય છે. આ ગાથામાં ક્રિયાપદ ન હોવાથી એમ લાગે છે કે ૪૯ મી ગાથાથી સંબંધિત છે. ૪૯ મી ગાથામાં દૂષ્યગણીના વિશિષ્ટ ગુણો સાથે તેમનો પાદપદ્મનો ઉલ્લેખ કરેલ છે. જેના ચરણોમાં કમળ, શંખ, ચક્ર, અંકુશ આદિ શુભ લક્ષણો હોય, તે લક્ષણ સંપન્ન કહેવાય છે. તેઓશ્રીના ચરણ લક્ષણ સંપન્ન અને કમળ જેવા સુકોમળ તથા સુંદર હતા. સેંકડો પ્રતીચ્છકો દ્વારા તેના ચરણકમળ સેવિત અને વંદનીય હતા. જે મુનિવર શ્રુત અભ્યાસ માટે પોતપોતાના આચાર્યની આજ્ઞા મેળવીને અન્ય ગણથી વિશિષ્ટ વાચના માટે આવતા હતા તેવા પ્રાતીચ્છક શિષ્યોને જેઓ રહસ્યભરી વાતોનું વિસ્તૃત વર્ણન કરતા હતા એવા આચાર્ય શ્રી દુષ્યગણીના ચરણોમાં આ ત્રણ ગાથાઓ દ્વારા સ્તુતિ સાથે વંદન કરવામાં આવેલ છે. દૂષ્યગણીજી નજીકના ઉપકારી ગુરુ હોવાથી દેવવાચકે તેઓની અધિક ભાવભીની વંદના અને સ્તુતિ કરી છે. વાસ્તવમાં દૂષ્યગણીની વાણીમાં માધુર્ય, મનમાં સ્વચ્છતા અને બુદ્ધિમાં ફરણા હતી. તેઓશ્રી પ્રવચન પ્રભાવનામાં અદ્વિતીય અને ચારિત્રમાં ઉજ્જવળ હતા. અવશેષ અનુયોગધરોને વંદન :, ને ૩ ભાવંતે, ઉત્તર આપુનિ ધરે ! ते पणमिऊण सिरसा, णाणस्स परूवणं वोच्छ । શબ્દાર્થ :- ૩um = અન્ય, ગે જેઓ, નિય-સુય-મજુર = કાલિકશ્રુત અને તેના અર્થવિસ્તારના અર્થાત્ અનુયોગના જાણકાર, ધીર= ગંભીર, સાવંતે = વિશેષ કૃતધર આચાર્ય ભગવાન ૬૦
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy