SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨ ] શ્રી નંદી સૂત્ર દ્વીપ સમુદ્ર વિષયક જાણકારીમાં તેઓએ પ્રધાનતા પ્રાપ્ત કરેલી હતી. નામ પ્રમાણે તેની ગંભીરતા સમુદ્ર જેવી હતી. (૧૮) આર્ય મંગુ :- भणगं करगं झरगं, पभावगं णाणदंसणगुणाणं । वंदामि अज्जमगुं, सुय-सागरपारगं धीरं ॥ શબ્દાર્થ :- મi = કાલિક શ્રુતનું અધ્યયન કરનાર, ર = સૂત્રાનુસાર ક્રિયા અનુષ્ઠાન કરનાર, ફર = ધર્મ ધ્યાનના ધ્યાતા, ગાલાખ = જ્ઞાનદર્શન અને ચારિત્ર ગુણોના, જમવા = ઉદ્યોત કરનાર અને, સુથારપાર = કૃત સાગરના પારગામી, ધીર = ઘેર્ય આદિ ગુણસંપન્ન, અન્નમ! = આર્ય મંગુજીને. ભાવાર્થ :- કાલિકસૂત્રની પ્રતિદિન સ્વાધ્યાય કરનાર, શાસ્ત્રાનુસાર ક્રિયા કલાપ કરનાર, ધર્મ ધ્યાનમાં સંલગ્ન, જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ રત્નત્રયના ગુણોને દીપાવનાર અને શ્રુત સાગરના પારગામી તેમજ ધીરતા આદિ ગુણોની ખાણ, આચાર્યશ્રી આર્યમંગુજી મહારાજને હું નમસ્કાર કરું છું. વિવેચન : આ ગાળામાં સૂત્રકારે આર્ય સમુદ્ર પછી શ્રી આર્ય મંગુજીસ્વામીના ગુણોનું દિગ્ગદર્શન કરાવ્યું છે. અને તેઓશ્રીને ભાવભીની વંદના કરેલ છે. (૧૯-ર૧) ધર્મ, ભદ્રગુપ્ત અને આર્ય વજસ્વામી : वंदामि अज्जधम्म, तत्तो वंदे य भद्दगुत्तं च । तत्तो य अज्जवइरं, तवणियमगुणेहिं वइरसमं ॥ શબ્દાર્થ :- સન્નધન = આર્યધર્મ આચાર્યને, માd = ભદ્રગુપ્તજીને, તવ નિયમ = તપ અને સંયમ આદિ, મુર્દિ = ગુણોમાં, વરસમ = વજસમાન, અનવર = આર્ય વજસ્વામીને. ભાવાર્થ :- આર્ય ધર્મજી મહારાજને, ત્યારબાદ આચાર્યશ્રી ભદ્રગુપ્તજી મહારાજને હું વંદન કરું છું. ત્યારબાદ તપ, નિયમ સંયમ આદિ ગુણોથી સંપન્ન વજસમાન દઢ આચાર્ય શ્રી આર્ય વજસ્વામીને હું વંદન કરું છું. વિવેચન : આ ગાથામાં યુગપ્રધાન ત્રણ આચાર્યોનો ક્રમશઃ પરિચય આપેલ છે. (૧) આર્યધર્મ (૨)
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy