SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ ગાથાઓ [ ૧૭ ] પામતાં અને દીક્ષિત થતાં દ્વાદશાંગીનું જ્ઞાન થાય છે તે આત્માગમ છે. ૩Mફ વા વા વા યુવે વા:- જગતના પ્રત્યેક પદાર્થ પર્યાય દૃષ્ટિથી ઉત્પન્ન થાય છે અને નષ્ટ પણ થાય છે પરંતુ દ્રવ્ય દષ્ટિથી દરેક પદાર્થ દુવ્ર-નિત્ય છે. ગ્રંથકારોની પરંપરા અનુસાર કે પ્રત્યેક તીર્થકરો પ્રથમ દેશનામાં દીક્ષિત શિષ્યોને સંક્ષેપમાં આ ત્રણ તત્ત્વની વ્યાખ્યા સમજાવે છે. તેના નિમિત્તથી, પોતાની બીજ બુદ્ધિ વડે, શ્રુત જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અને ગણધર લબ્ધિના પુણ્ય પ્રભાવથી દ્વાદશાંગીનું જ્ઞાન વિશિષ્ટ શિષ્યોને તે જ સમયે ઉપલબ્ધ થઈ જાય છે. એવા શિષ્યો તીર્થકર પ્રભુની શ્રમણ સંપદાના ગણોને ધારણ કરે છે તેથી તેઓ ગણધર કહેવાય છે અને તે ગણધર દેવ સૂત્રરૂપે દ્વાદશાંગી શ્રતની રચના કરે છે માટે દ્વાદશાંગી સૂત્ર ગણધર રચિત કહેવાય છે. આ પ્રમાણે જિનશાસનમાં ગણધરોનો પરમ ઉપકાર હોય છે. વીર શાસનનો મહિમા : णिव्वुइपहसासणयं, जयइ सया सव्वभावदेसणयं । कुसमयमय णासणयं, जिकिदवर वीरसासणयं ॥ શબ્દાર્થ-વુિ = નિવૃત્તિ, નિર્વાણ, પદ-પથના, લાલ = શાસક સત્રમાં સર્વભાવોના, કેસ૨ = પ્રરૂપક, સમય = અન્યમૂથિકોના, મય = મદને, સાચું = નષ્ટ કરનારા, નિવવરવીરસાસણય = વીર જિનેન્દ્રનું શ્રેષ્ઠ શાસન, ય સ = સર્વદા તેનો જય થાઓ. ભાવાર્થ :- સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ અથવા પાપની નિવૃત્તિરૂપ નિર્વાણપથના પ્રદર્શક, જીવાદિ સર્વે પદાર્થોના પ્રરૂપક અર્થાત્ સર્વભાવોના પ્રરૂપક અને કુદર્શનીઓના અહંકારના નાશક, જિનેન્દ્ર ભગવાન મહાવીરનું શાસન સદા-સર્વદા જયવંતુ થાઓ. વિવેચન : તીર્થકરો અને ગણધરોની સ્તુતિ પછી આ ગાથામાં જિન પ્રવચન તથા જિન શાસનની સ્તુતિ કરવામાં આવી છે. જેમ કે– (૧) આ શાસનમાં મોક્ષમાર્ગની નિવૃત્તિપ્રધાન આચાર સાધના દર્શાવેલ છે. (૨) હેય, શેય, ઉપાદેય જીવાદિ તત્ત્વોનું કથન કર્યું છે અને વિવિધ મતમતાંતરના કુસિદ્ધાંતોના મદને તર્કપૂર્ણ સમાધાનોથી દૂર કરવામાં આવે છે. જેમ સૂર્યના પ્રકાશથી અંધકાર નષ્ટ થઈ જાય છે તેમ જિન શાસન કુત્સિત માન્યતાઓનું નાશક છે અને આ શાસન પ્રાણીમાત્રનું હિતૈષી હોવાથી સદૈવ ઉપાદેય છે તેમજ મુમુક્ષુ દ્વારા ગ્રાહ્ય છે. આ કારણે જિનશાસન સર્વોત્કૃષ્ટ છે માટે નવ ક્રિયાપદ આપેલ છે. આ શાસન સંપૂર્ણ વિશ્વમાં સર્વોપરિ અતિશયવાન હોવાથી તેનો સદા જય થાઓ એવી શુભકામના સાથે શાસ્ત્રકારે સ્તુતિ કરી છે.
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy