SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪ | શ્રી નંદી સૂત્ર જિનેશ્વરનું કલ્યાણ થાઓ, દેવો અને દાનવો દ્વારા વંદિત પ્રભુનું કલ્યાણ થાઓ અને કર્મરૂપ રજથી વિમુક્ત એવા ભગવાન મહાવીર સ્વામીનું સદા કલ્યાણ થાઓ. વિવેચન : પ્રસ્તુત ગાથામાં ભગવાન મહાવીરના ચાર વિશેષણ દ્વારા ચાર અતિશયોનું કથન છે. ગાથામાં પ્રયુક્ત નાયાસ શબ્દથી જ્ઞાનાતિશય, નર્સ અને ધુમ્રય શબ્દથી અપાયાપગમાતિશય તથા સુરાસુર મરિયમ્સ શબ્દથી પૂજાતિશય પ્રગટ થાય છે. આ ત્રણેય અતિશયથી ચોથો વચનાતિશય સ્વતઃ સ્પષ્ટ થઈ જાય છે. અહીં સ્તુતિકર્તાએ ભગવાનના કલ્યાણની મંગલ કામના કરેલ છે. વાસ્તવમાં ભગવાન તો કૃતકૃત્ય થઈ ચૂક્યા છે માટે આ સ્તુતિનું કરનારનું જ કલ્યાણ કરે છે. સ્તુતિકર્તા માટે જ તે કલ્યાણકારિણી છે. સંઘને નગરની ઉપમા : - गुण भवणगहण सुय रयणभरिय दसण विसुद्ध रत्थागा । | संघणगर भदं ते, अखंड चारित्त पागारा ॥ શબ્દાર્થ :- કુળ = ગુણરૂપ, પવન = ભવનોથી, માદા = ગહન છે, ભરપૂર છે, સુય= શ્રત રૂપ, રપ = રત્નોથી, મરિય = પરિપૂર્ણ છે, વલણ વિશુદ્ધ = વિશુદ્ધ સમ્યમ્ દર્શનરૂપ, ત્થા IT = રાજમાર્ગ, ગલીઓ, શેરીઓ, અહંડ = શ્રેષ્ઠ, વારિત્ત = ચારિત્રરૂપ, પIIT = ચારે બાજુ અભેદ્ય કિલ્લો છે, સંય ર મદં તે = હે સંઘનગર ! આપનું સદા કલ્યાણ થાઓ. ભાવાર્થ :- ગુણ રૂપી ભવ્ય ભવનોથી યુક્ત(ગહન બનેલ), શ્રત જ્ઞાનરૂ૫ રત્નોથી પરિપૂર્ણ વિશદ્ધ સમ્યકત્વ રૂપ સ્વચ્છ શેરીઓથી સંયુક્ત, અતિચાર રહિત અખંડ ચારિત્રરૂ૫ કિલ્લાથી સુરક્ષિત છે એવા હે સંઘનગર ! આપનું સદા કલ્યાણ થાઓ. વિવેચન : સૂત્રકારે પ્રસ્તુત ગાથામાં સંઘને નગરની ઉપમા આપી છે. તે નગરમાં આત્મગુણોરૂપી ભવનો છે. શ્રુત શાસ્ત્રજ્ઞાનરૂપી રત્નમય વૈભવ છે, સમ્યગદર્શનરૂપી વિશુદ્ધ માર્ગ છે અને અખંડ-શ્રેષ્ઠ ચારિત્રરૂપી પરકોટા છે. તાત્પર્ય એ છે કે મૂળગુણ, ઉત્તરગુણ તથા શ્રુતજ્ઞાનને ધારણ કરનાર સાધુ-સાધ્વી અને શ્રાવક શ્રાવિકારૂપ સંઘને નગરની ઉપમાથી ઉપમિત કરેલ છે. આ રીતે સંઘ રૂપ નગરના કલ્યાણમય વિકાસની કામના કરી છે તેથી જાણવા મળે છે કે સંઘ પ્રતિ સ્તુતિકારના હૃદયમાં અજોડ સહાનુભૂતિ, વાત્સલ્ય, શ્રદ્ધા અને ભક્તિ હતી. સંઘને ચક્રની ઉપમા : संजम-तव तुंबारयस्स, णमो सम्मत्त-पारियल्लस्स । अप्पडिचक्कस्स जओ, होउ सया संघ-चक्कस्स ॥
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy