SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રોના સંપૂર્ણ મૂળ પાઠ અને અર્થને સમાવિષ્ટ કરનારા વિશાળ ગ્રંથો પ્રકાશિત કરાવ્યા છે. તે દરેક ગ્રંથ આગમ વિષયોના અન્વેષણકર્તાઓ માટે ઘણાં જ ઉપયોગી છે. આ રીતે અનેક શાસ્ત્રરસિકોએ યથામતિ–યથાશક્તિ શાસ્ત્રોનાં તલસ્પર્શી અભ્યાસથી એ સાગરમાંથી અમૂલ્ય રત્નો વીણી વીણીને જનતા સમક્ષ ભવ્યાત્માઓને માટે રજુ કરેલ છે. આજ પર્યત અનેક શ્રુતજ્ઞાનીઓએ પોતપોતાના અનુભવોનું દોહન જૈન સમાજને પીરસેલ છે, એ એમનો પરમ ઉપકાર છે. આગમોની આરાધના સંસારને તરવાનું કારણ છે. આગમ એ આત્માની અનંત શક્તિઓનાં પ્રાકટયની ચાવી છે. જ્ઞાન એ આત્માને આનંદ પમાડનારું ઉત્તમોત્તમ સાધન છે. વિખૂટાં પડી ગયેલાં બાળકનો ભેટો થતાં માતૃહૃદયને, અખૂટ ધનરાશિ પ્રાપ્ત થતાં કંજૂસને, મીઠા મધુરા સંગીતનું શ્રવણ કરતાં હરણને, મોરલીના નાદથી સર્પને, મેઘગર્જનાથી મયૂરને, સૂર્યના ઉદયથી ચક્રવાક યુગલને જે આનંદ થાય છે, તેના કરતાં અનેકગણો અધિક આનંદ જીવને અવરાયેલા નિજજ્ઞાન ગુણના વાસ્તવિક સ્વરૂપનો બોધ પ્રાપ્ત થતાં થાય છે. પ્રસ્તુત સંસ્કરણ : વિ.સં. ૨૦૫ર જુનાગઢ મુકામે પૂ. તપસ્વી ગુરુદેવ રતિલાલજી મ. સા.ના સાનિધ્યમાં મંગલમૂર્તિ મુક્તાબાઈ મ. પોતાના વિશાળ પરિવાર સાથે પધારેલા હતા. તે સમયે ઉત્સાહધરા, કાર્યદક્ષા સાધ્વી શ્રી ઉષાને ફુરણા થઈ કે સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણ ગુરુદેવની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવાનો સુવર્ણ અવસર આવી રહ્યો છે તો આપણે સતીવૃંદ ગુરુદેવશ્રીના ચરણમાં શું શું અર્પણ કરીશું? શબ્દોના શણગાર, અભિનંદનના આમ્રફળ, મહેચ્છાના મોતી ધરીશું? ના, ના. આ બધું તો લૌકિક છે, પણ ગુરુદેવને એવું અર્થ ધરીશું જે સ્વ-પર જીવનું કલ્યાણકારી થાય, જેનાથી પરમ ગતિનો ટૂંકો માર્ગ મળે, અંતર આત્માના દર્શન થાય એવા ૩ર આગમોનું ગુજરાતીમાં વિવેચન સાથે પ્રકાશન કરીએ. આ સૂરમાં ઉજમ મોતી આમ્ર પરિવારના સાધ્વીવૃંદે સૂર પૂર્યા. આજથી ૪૭ વર્ષ પૂર્વે મને દીક્ષાનું ચોથું વર્ષ ચાલતું હતું તે સમયે ગુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. શિષ્ય પરિવાર સહ મેંદરડા પધાર્યા અને મમગુરુણી શ્રી શાસનદીપિકા પૂ. મોતીબાઈ મ. ઠાણા-પાંચ ગુરુદેવની આજ્ઞાથી મેંદરડા આવ્યા. 48
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy