SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ તજ્ઞાન ૨૨૧] कप्पियाओ (२८) कप्पवडिंसियाओ (२९) पुप्फियाओ (३०) पुप्फचूलियाओ (૩૨) વહીસાગો ! [एवमाइयाई, चउरासीइं पइण्णगसहस्साई भगवओ अरहओ उसहसामिस्स आइतित्थयरस्स, तहा संखिज्जाइं पइण्णगसहस्साई मज्झिमगाणं जिणवराणं, चोद्दसपइण्णगसहस्साणि भगवओ वद्धमाणसामिस्स । अहवा जस्स जत्तिया सीसा उप्पत्तिया, वेणइयाए, कम्मियाए, पारिणामियाए चउव्विहाए बुद्धीए उववेया, तस्स तत्तियाई पइण्णगसहस्साई । पत्तेयबुद्धा वि तत्तिआ चेव] से तं कालियं । से तं आवस्सयवइरित्तं । से त्तं अणंगपविटुं । ભાવાર્થ - પ્રશ્ન- કાલિકશ્રુતના કેટલા પ્રકાર છે? ઉત્તર- કાલિકશ્રુતના અનેક પ્રકાર છે, જેમ કે– (૧) ઉત્તરાધ્યયન સૂત્ર (૨) દશાશ્રુતસ્કંધ (૩) બૃહત્કલ્પ (૪) વ્યવહાર (૫) નિશીથ (૬) મહાનિશીથ (૭) ઋષિભાષિત (૮) જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ (૯) દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ (૧૦) ચંદ્રપ્રજ્ઞપ્તિ (૧૧) શુદ્રિકાવિમાનપ્રવિભક્તિ (૧૨) મહલ્લિકાવિમાનપ્રવિભક્તિ (૧૩) અંગચૂલિકા (૧૪) વર્ગચૂલિકા (૧૫) વિવાહચૂલિકા (૧૬) અરુણોપપાત (૧૭) વરુણોપપાત (૧૮) ગરુડોપપાત (૧૯) ધરણોપપાત (૨૦) વૈશ્રમણોપપાત (૨૧) વેલંધરોપપાત (રર) દેવેન્દ્રો પપાત (૨૩) ઉત્થાન શ્રુત (૨૪) સમુત્થાન શ્રત (૨૫) નાગપરિજ્ઞાપનિકા (રદ) નિરયાવલિકા (૨૭) કલ્પિકા (૨૮) કલ્પાવર્તાસિકા (૨૯) પુષ્પિકા (૩૦) પુષ્પચૂલિકા (૩૧) વૃષ્ણિદશા. વિગેરે ચોર્યાસી હજાર પ્રકીર્ણક પ્રથમ તીર્થકર અરિહંત ભગવાન ઋષભદેવ સ્વામીના, સંખ્યાતા પ્રકીર્ણક મધ્યમ તીર્થકરોના અને ચૌદ હજાર પ્રકીર્ણક ભગવાન વર્ધમાન સ્વામીના હતા. તેનાથી અતિરિક્ત જે તીર્થકરના જેટલા શિષ્ય ઔત્પાતિકી, વૈનાયિકી, કર્મજા અને પરિણામિકી બુદ્ધિથી યુક્ત હોય એટલા હજાર પ્રકીર્ણક બની શકે છે. પ્રત્યેક બુદ્ધ પણ એટલા જ હોય છે.] આ કાલિકશ્રુતનું વર્ણન થયું. એ જ રીતે આવશ્યક વ્યતિરિક્તશ્રુતનું વર્ણન જાણવું અને એ જ રીતે અનંગ પ્રવિષ્ટ શ્રુતનું વર્ણન છે. વિવેચન : પ્રકીર્ણક - પૂર્વ સૂત્રમાં જેમ ઉત્કાલિક સૂત્રોની સૂચિ પૂર્ણ થતાં સૂત્ર સમાપ્ત થઈ જાય છે તેમ આ સૂત્રમાં કાલિક સૂત્રોની સૂચી પૂર્ણ થતાં સૂત્ર સમાપ્ત થઈ જાય છે. તેના પછી પ્રકીર્ણક સંબંધી જે પાઠ છે તે અપ્રાસંગિક છે. કારણ કે કેટલાય પ્રકીર્ણકોનાં નામ આ સૂચીમાં વચ્ચે આવી ગયા છે. છેલ્લે તો નિરયાવલિકા આદિ સૂત્રોનાં નામો આવ્યા છે. પ્રકીર્ણકોના નામ છેલ્લે આવ્યા નથી. તો પછી 'શ્વનાથા કહીને પ્રકીર્ણક સંબંધી પાઠની ત્યાં કોઈ આવશ્યકતા રહેતી નથી. આજે પ્રતોમાં પ્રકીર્ણક સંબંધી જે પાઠ છે એ મૌલિક અને આગમ સમ્મત કે તર્ક સંગત જણાતો નથી. કારણ કે તેમાં પહેલાં ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં ચૌદ હજાર પ્રકીર્ણકો કહ્યાં છે. પછીના વાક્યમાં જેટલા ચાર બુદ્ધિવાળા શિષ્યો હોય તેટલા
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy