SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ | શ્રી નદી સૂત્ર સળાપણસ = સર્વાકાશ પ્રદેશાગ્રને, સવ્વાસપહિંસકાશ પ્રદેશોથી, સાંતળવું = અનંત ગુણા કરવાથી, વનવજાર = પર્યાય અક્ષર, જ્ઞાનગુણની પર્યાય, બિન = સંખ્યા થાય છે, સવ્વવાપિ = સર્વ જીવોનું, દરેક જીવોનું, = વાક્યાલંકાર માટે છે, અને રસ (પwવર૩રલ્સ) = અક્ષરનો, શ્રુતજ્ઞાનનો, જ્ઞાનની પર્યાયોનો, તમો = અનંતમો ભાગ, વુિથાડિશ હમેશા ઉઘાડો, વિ૬ = રહે છે, ન પુખ = જોકે, તોગવિ = તે પણ, વરિના = આવરણને પ્રાપ્ત થઈ જાય છે, તે = તો તે, નવો નવત્ત = જીવ–આત્મા અજીવ ભાવને, વિના = પ્રાપ્ત કરી લે છે, મેદસકુલા = મેઘનો સમુદાય, સુવિ = અતિ અધિક હોવા છતાં, વંજૂરી = ચંદ્ર સૂર્યની, મા = પ્રભા, હો = દેખાય છે, તે સં સાણં સપwવસર્ગ = એ રીતે તે સાદિ સપર્યવસિત. ભાવાર્થ :- પ્રશ્ન- સાદિ સપર્યવસિત અને અનાદિ અપર્યવસિત શ્રુતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– આ દ્વાદશાંગ રૂ૫ ગણિપિટક, વિચ્છેદ થવાની અપેક્ષાએ સાદિ–સાંત છે અને વિચ્છેદ નહીં થવાની અપેક્ષાએ આદિ અંત રહિત છે. આ શ્રુતજ્ઞાનનું સંક્ષેપથી ચાર પ્રકારે વર્ણન કરેલ છે, જેમ કે– દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. (૧) દ્રવ્યથી સમ્યકશ્રુત એક પુરુષની અપેક્ષાએ સાદિ અને સાંત છે. ઘણા પુરુષોની અપેક્ષાએ આદિ અને અંતથી રહિત છે. (૨) ક્ષેત્રથી સમ્યકક્ષત પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ સાદિ સાંત છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ અનાદિ અનંત છે. (૩) કાળથી સમ્યકશ્રત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની અપેક્ષાએ સાદિ સાંત છે. નોઉત્સર્પિણી નોઅવસર્પિણી અર્થાત અવસ્થિતકાળની અપેક્ષાએ અનાદિ અનંત છે. (૪) ભાવથી સર્વજ્ઞ સર્વદર્શી તીર્થકરો દ્વારા જે ભાવ જે સમયે સામાન્ય રૂપથી કહેવાય છે, જે નામ આદિ ભેદ દર્શાવવા માટે વિશેષ રૂપે કથન કરાય છે, હેતુ દષ્ટાંતના ઉપદર્શનથી જે સ્પષ્ટતર કહેવાય અને ઉપનય તથા નિગમનથી જે સ્થાપિત કરાય, તે ભાવોની અપેક્ષાએ સાદિ–સાંત છે. ક્ષયોપશમ ભાવની અપેક્ષાએ સમ્યકશ્રુત અનાદિ અનંત છે. અથવા ભવસિદ્ધિક(ભવ્ય) જીવોનું કૃત સાદિ સાંત છે, અભવસિદ્ધિક(અભવ્ય) જીવોનું મિથ્યાશ્રુત અનાદિ અનંત છે. સંપૂર્ણ આકાશ પ્રદેશોની સંખ્યાને, સમસ્ત આકાશ પ્રદેશોની સંખ્યા સાથે અનંતવાર ગુણાકાર કરવાથી પર્યાય અક્ષર–ગુણોની પર્યવ(પર્યાય) સંખ્યા નિષ્પન્ન થાય છે. દરેક જીવોમાં પર્યાય-અક્ષરનો અર્થાત્ શ્રુતજ્ઞાનની પર્યાયોનો અનંતમો ભાગ સદા ઉદ્ઘાટિત (નિરાવરણ) રહે છે. જો તે પણ આવરણને પ્રાપ્ત થઈ જાય તો તેનાથી જીવાત્મા અજીવભાવને પ્રાપ્ત થઈ જાય છે. કેમ કે ચેતના-જ્ઞાનએ જીવનું
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy