SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદી સૂત્ર ગબડાવી દીધો. પોતાની તરફ આવતા પથ્થરને જોઈને આચાર્યશ્રી એક બાજુ ઊભા રહી ગયા તેથી તે બચી ગયા પરંતુ પાસે ઊભેલા એક શિષ્યથી આ સહન ન થયું. તેણે ક્રોધિત થઈને મૂળબાલક સાધુને કહ્યું "દુષ્ટ ! કોઈને મારી નાંખવા માટે તું અચકાતો નથી પણ ગુરુદેવને મારી નાંખવા જેવું નીચ કર્મ પણ તું કરી શકે છે ? જા તારું પતન પણ કોઈ સ્ત્રી વડે જ થશે." ૧૭૪ કૂળબાલક સદા ગુરુની આજ્ઞાથી વિપરીત જ કાર્ય કરતો હતો. પોતાના ગુરુભાઈની વાતને અસત્ય કરવા માટે તે કોઈ એક નિર્જન પ્રદેશમાં ચાલ્યો ગયો. ત્યાં કોઈ સ્ત્રી તો શું ? કોઈ પુરુષો પણ રહેતા ન હતા. એવા સ્થળે નદીના કિનારા પર તે ધ્યાનસ્થ બનીને તપસ્યા કરવા લાગ્યો. આહાર માટે પણ તે ક્યારે ય ગામમાં જતો નહીં. સંયોગવશાત્ ક્યારેક કોઈ યાત્રિક ત્યાંથી નીકળે તો કંઈક આહાર પ્રાપ્ત કરીને તે શરીરને ટકાવતો હતો. એક વાર નદીમાં ઘોડા પુર આવ્યું. એમાં એ તણાઈ જાત પરંતુ તેની ઘોર તપસ્યાના કારણે નદીનું વહેણ બીજી બાજુ ચાલ્યું ગયું. એવી આશ્ચર્યજનક ઘટના જોઈને લોકોએ તેનું નામ "કૂળબાલક મુનિ" રાખી દીધું. બીજી બાજુ કુણિકરાજાએ માગધિકા વેશ્યાને મૂળબાલક મુનિને શોધી લાવવા માટે મોકલી. માગધિકાએ ઘણા ગામો જોયા પણ કૂળબાલક મુનિ તેને ક્યાંય મળતા ન હતા. છેવટે તેણી પેલા નિર્જન પ્રદેશમાં પહોંચી ગઈ. ત્યાં નદી કિનારે ધ્યાનાવસ્થામાં તેણીએ કૂળબાલકમુનિને જોયા. પછી માગધિકા સ્વયં ઢોંગી શ્રાવિકા બનીને નદીકિનારાની સમીપે જ રહેવા લાગી અને મુનિની અત્યંત સેવા ભક્તિ વગેરે કરવા લાગી. ધીરે ધીરે તેણીએ મૂળબાલક મુનિને આકર્ષિત કરી લીધા તેમજ આહાર માટે મુનિને પોતાની ઝૂંપડીએ વારંવાર લઈ જતી. એકવાર તે સ્ત્રીએ ખાવાની દરેક ચીજોમાં વિરેચક ઔષધિ મિશ્રિત કરીને મુનિને તે આહાર વહોરાવી દીધો. એવો આહાર ખાવાથી કૂળબાલક મુનિને અતિસાર નામનો રોગ લાગુ પડી ગયો. બીમારીના કારણે વેશ્યા મુનિની સેવા–શુશ્રુષા કરવા લાગી. કપટી વેશ્યાના સ્પર્શથી મુનિનું મન વિચલિત થઈ ગયું અને તે ચારિત્રથી ભ્રષ્ટ થઈ ગયા. સાધુની શિથિલતા વેશ્યાને અનુકૂળ થઈ ગઈ. ધીરે ધીરે માગધિકાએ મુનિને પોતાના બનાવીને એક દિવસ તેને કુણિક રાજાની પાસે લઈ ગઈ. કુણિકરાજા કૂળબાલક મુનિને જોઈને અત્યંત ખુશ થયો. વાતચીત કરતાં કરતાં તેણે મુનિને પૂછ્યું– વિશાલા નગરીના આ ખૂબ જ મોટા અને મજબૂત કોટને કેવી રીતે તોડી શકાય ? કૂળબાલક મુનિ પોતાના સાધુત્વથી ભ્રષ્ટ તો થઈ જ ગયા હતા. તેણે નૈમિત્તિકનો વેષ ધારણ કર્યો. પછી તેણે રાજાને કહ્યું– મહારાજ ! અત્યારે હું આ નગરીમાં જાઉં છું પણ જ્યારે હું સફેદ વસ્ત્ર હાથમાં લઈને ચારે ય બાજુ ફેરવીને આપને સંકેત કરું તે વખતે આપ યુદ્ધમેદાનમાંથી સેનાને લઈને થોડાક પાછા ખસી જજો. જેમાં આપનું શ્રેય છે. કૂળબાલકે નૈમિત્તિકનું રૂપ ધારણ કરવાથી તેને નગરમાં પ્રવેશ કરવાની કોઈએ ના ન પાડી. નગરવાસીઓએ નૈમિત્તિકને પૂછ્યું "મહારાજ ! રાજા કુણિકે અમારી નગરીને ચારે ય બાજુથી ઘેરી લીધી છે. આ સંકટથી અમને ક્યારે છૂટકારો મળી શકશે ? કૂળબાલક નૈમિત્તિકે પોતાના જ્ઞાનાભ્યાસ દ્વારા જાણી લીધું કે આ નગરીમાં જે સ્તૂપ બનાવેલો છે, તેનો પ્રભાવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કુણિક વિજય
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy