SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૨થનેમીય | ૨૩ ] નેમકુમારે પોતાના નિમિત્તથી થતી નિર્દોષ પશુઓની હિંસાનું હૃદયદ્રાવક દશ્ય જોયું. તેનું અંતર ભાવ દયાથી ભરાઈ ગયું અને તુરત જ સારથીને આજ્ઞા કરીને પશુઓને બંધનમુક્ત કરાવી, દ્વારિકા પાછા ફરી, સારથીને આભૂષણોની બક્ષીસ આપી. ગૃહસ્થ જીવનની પાપ પ્રવૃત્તિથી નિર્વેદભાવને પામ્યા. શ્રી સમુદ્રવિજય, કૃષ્ણ વાસુદેવ વગેરે સ્વજનો દઢ વૈરાગ્યધારી નેમકુમારને સમજાવી શકે તેમ ન હતા. તેમજ નેમકુમાર તીર્થકર થવાના છે તેવું ભવિષ્ય પણ જાણતા હોવાથી તેમણે નેમકુમારને દીક્ષાની અનુમતિ આપી દીધી. તીર્થકર સ્વયં સંબદ્ધ જ હોય છે, તેમ છતાં અનાદિકાલના જીતવ્યવહાર અનુસાર તીર્થકરોના મહાભિનિષ્ક્રમણના એક વર્ષ પૂર્વે લોકાંતિક દેવો પ્રગટપણે મનુષ્યલોકમાં આવીને તીર્થકરને વિનંતિ કરે છે કે હે પ્રભો! આપ તીર્થ પ્રવર્તન કરો. તે નિયમાનુસાર પરિષદ સહિત લોકાંતિક દેવોએ આવીને પ્રભુને તીર્થ પ્રવર્તાવવાની વિનંતિ કરી. ત્યાર પછી નેમકુમાર સાંવત્સરિક દાન દેવા લાગ્યા. વર્ષ પૂર્ણ થતાં યથાસમયે ચિત્રા નક્ષત્રમાં રૈવતક(ઉજ્જયંત) ગિરિ પર આવેલા સહસામ્રવનમાં જઈને એક હજાર પુરુષો સાથે તેમણે દીક્ષા લીધી. સ્વયં પંચમુષ્ટિ લોચ કરી, આજીવન સામાયિક વ્રત અંગીકાર કર્યું. કૃષ્ણ આદિ બધા યાદવો નેમમુનિને રત્નત્રયની આરાધનાથી અંતિમ લક્ષ્ય સિદ્ધિના આશીર્વચન આપીને પાછા ફર્યા. મા પરિણાનો ય જો.... - તીર્થકરોનું પુણ્ય ઉચ્ચ પ્રકારનું હોય છે. તેથી તેઓ સંયમ સ્વીકારનો માનસિક સંકલ્પ માત્ર કરે, ત્યાં દેવલોકના દેવોના આસન ચલાયમાન થાય છે. દેવો પોતાના જ્ઞાનથી તેનું કારણ જાણે છે અને તીર્થકરોનો દીક્ષા મહોત્સવ ઉજવવા માટે ચારે જાતિના દેવો પોતાની પરિષદ સહિત મધ્યલોકમાં તીર્થકરની નગરીમાં પધારે છે. સંપત્તિ = આ દેવોનું વિશેષણ છે. સપરિષદ એટલે બાહ્ય, મધ્યમ અને આત્યંતર એમ ત્રણે પરિષદો સહિત જિલ્લામાં = નિષ્ક્રમણ મહિમા અથવા નિષ્ક્રમણ મહોત્સવ કરવા માટે. અદ પિમ = શ્રમણ દીક્ષા ગ્રહણ કરી, શ્રમણ ધર્મમાં પ્રવ્રજિત થયા. અર્થાત્“મારે થાવજીવન સાવધ આચરણ કરવા નહીં,” એ પ્રકારની પ્રતિજ્ઞાથી યુક્ત થયા. સાહિ = સમાહિત(સમાધિ સંપન્ન) તે અરિષ્ટનેમિનું વિશેષણ છે. દક્ષિા પરિવુડો...... - જેમકુમારે એક હજાર પુરુષો સાથે દીક્ષા લીધી. શ્રીકૃષ્ણના આઠ પુત્રો, બલદેવના ૭ર પુત્રો, શ્રીકૃષ્ણના પ૩ ભાઈઓ, ઉગ્રસેન રાજાના આઠ પુત્રો, નેમનાથના ૨૮ ભાઈઓ, દેવસેન વગેરે ૧૦૦ અને ૨૧૦ યાદવયુક્ત, આઠ મોટા રાજાઓ, એક અક્ષોભ, બીજો તેનો પુત્ર અને વરદત્ત તેમ ૮+૭૨+૫૩+૮+૨૮+૧૦૦+૨૧૦+૮+૧+૧+૧ = ૧000 પુરુષો. આ ગણના આગમ અને ગ્રંથોના આધારે સંકલિત કરેલી છે. એક હજારની સંખ્યાનું કથન આ ગાથામાં છે જ. રાજેમતીનું મહાભિનિષ્ક્રમણ:न सोऊण य रायकण्णा, पवज्ज सा जिणस्स उ । णीहासा य णिराणंदा, सोगेण उ समुच्छिया ॥ શબ્દાર્થ – સ = તે રપ = રાજકન્યા રાજમતી નિવાસ = જિનેન્દ્ર ભગવાન અરિષ્ટનેમિની પવને = દીક્ષા ગ્રહણ કર્યાનું તો સાંભળીને હાલ = હાસ્યરહિત ૩ = અને નિરાલા = આનંદ રહિત થઈને સોળ = શોકથી સચ્છિા = મૂછિત થઈ ગઈ. ૨૮
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy