SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ | જીવાજીવ-વિભક્તિ ૪૪૫ સાથે આવે છે. આ ભવમાં જે સંસ્કારોને પુષ્ટ કર્યા હોય, તે સંસ્કાર પરભવમાં સાથે રહે છે, તે સંસ્કારને યોગ્ય વાતાવરણમાં જ જીવનો જન્મ થાય છે. બોધિ(ધર્મ કે સમ્યકત્વ) પ્રાપ્તિની દુર્લભતા– જે જીવ જિનવચનમાં અશ્રદ્ધારૂપ મિથ્યાત્વના પરિણામોમાં જ દેઢ હોય, તપ સંયમના ફલસ્વરૂપે ભૌતિક સુખની યાચનારૂપનિયાણુ કરતો હોય, હિંસાદિ પાપસ્થાનમાં જ પ્રવૃત્ત હોય અને તેમને કૃષ્ણાદિ અશુભ લેશ્યાના પરિણામો હોય, તેવા જીવોને મૃત્યુ પછી પરભવમાં ધર્મનો બોધ થવો દુર્લભ બની જાય છે. તેઓને સુદેવ, સુગુરુ અને સદ્ધર્મનો સંયોગ કે શ્રદ્ધા થતી નથી. બોધિ(ધર્મ)ની સુલભતા:- જે સાધક સમ્યગદર્શનમાં અનુરક્ત, નિદાન રહિત ક્રિયા કરનાર અને શુક્લ લેશ્યાથી યુક્ત હોય છે, તેને મૃત્યુ પછી પરલોકમાં બોધિલાભ-જૈનધર્મની પ્રાપ્તિ સહજ થાય છે. તાત્પર્ય એ છે કે ગતજન્મના શુભ સંસ્કારોથી આગામી જન્મમાં તેને ધર્મની પ્રાપ્તિ થવામાં વાર લાગતી નથી. ઉપરોક્ત સર્વ કથન અનશન આરાધક સાધકોની મુખ્યતાએ થયું છે. તે સાધકોને અંત સમયે સંલેખનાની સાધના કરતાં પણ અશુભ પરિણામો આવી જાય તો તે દુર્ગતિમાં જાય છે, એટલું જ નહીં પરંતુ ભવપરંપરામાં તેને ધર્મ બોધિની પ્રાપ્તિ પણ દુર્લભ બની જાય છે. જિનવચન મહિમા : - जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करेंति भावेणं । ૨૬૬ अमला असंकिलिट्ठा, ते होंति परित्तसंसारी ॥ શબ્દાર્થ - નિવય = જિનેન્દ્ર ભગવાનના વચનોમાં અપુરા = અનુરક્ત છે નવM = જિનેન્દ્ર ભગવાન દ્વારા કથિત ક્રિયાનુષ્ઠાનોને ભાવે = ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક જતિ = કરે છે અના = મિથ્યાત્વ આદિ ભાવમલથી રહિત વિશ્વક = રાગદ્વેષાદિ સંક્લેશથી રહિત છે તે = તે પતિ-સંસાર = પરિત્ત સંસારી, અલ્પ સંસારી. ભાવાર્થ - જે પુરુષ જિનવચનમાં અનુરક્ત છે અને જિનભગવાનના કથન અનુસાર ક્રિયાનુષ્ઠાન કરે છે તે મિથ્યાત્વ અને રાગદ્વેષ આદિ ક્લેશોથી રહિત થઈને અલ્પસંસારી થાય છે. । बालमरणाणि बहुसो, अकाममरणाणि चेव बहूणि । १० मरिहिंति ते वराया, जिणवयणं जे ण जाणंति ॥ શબ્દાર્થ:- નિવયળ = જિનવચનોને ગાળતિ = જાણતા નથી વરાયા = બિચારા વહૂળ = ઘણીવાર ગામ-મરણપ = અકામ મરણથી મરિતિ = મૃત્યુ પામે છે. ભાવાર્થ:- જે જીવો જિનવચનોને જાણતા નથી અર્થાત્ જે જિનવચનાનુસાર ક્રિયાનુષ્ઠોનોથી દૂર રહે છે તે બિચારા- ભોળા, અજ્ઞાની પ્રાણી અનેકવાર બાલ મરણ(આત્મ હત્યારૂપ મરણ)ને અને અકામ મરણ (અનિચ્છાએ દુઃખ યુક્ત મરણ)ને પ્રાપ્ત કરે છે. વિવેચન : જેણે રાગ-દ્વેષને જીતી લીધા હોય, ચાર ઘાતિ કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કર્યું હોય, તેવા વીતરાગી અને પૂર્ણ પુરુષ જ જિનેશ્વર બની શકે છે. તેથી જિનેશ્વરના વચન સંપૂર્ણ સત્ય હોય
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy