SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ પર સમનના સન્નિતિરિસ: જે સદા સર્વદા સરકીને ચાલે, તેને પરિસર્પ કહે છે. પરિસર્પના બે ભેદ છે-૧. ભુજાઓથી સરકીને ચાલે તેને ભજપરિસર્પ કહે છે. જેમ કે ચંદનઘો, નોળિયા, ખિસકોલી, ગરોળી, ઉંદર આદિ. ૨. પેટથી સરકીને ચાલે તેને ઉરપરિસર્પ કહે છે. જેમ કે અજગર, સાપ આદિ. ભવસ્થિતિ :- જળચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. ચતુષ્પદ સ્થલચરની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. તે દેવકુ-ઉત્તરકુરુ ક્ષેત્રના ચતુષ્પદ યુગલિક તિર્યંચની અપેક્ષાએ છે. ખેચરની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તે ખેચર યુગલિક તિર્યંચની અપેક્ષાએ છે. પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયની સ્થિતિને જોતાં સ્પષ્ટ થાય છે કે ચતુષ્પદ સ્થલચર અને ખેચર, આ બે તિર્યંચ પંચેન્દ્રિય યુગલિક હોય છે. શેષ ત્રણ તિર્યંચ પચેન્દ્રિયો યુગલિક હોતા નથી. કાયસ્થિતિ– જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પની જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક પૂર્વકોટિવર્ષની છે. તે જીવો પૂર્વક્રોડવર્ષના આયુષ્યના નિરંતર આઠ ભવ કરી શકે છે. સ્થલચરની કાયસ્થિતિ - જો તે જીવ નિરંતર સ્થળચર(કાય)માં જ જન્મ અને મરણ કરે તો ઓછામાં ઓછા અંતર્મુહુર્ત અને વધારેમાં વધારે અનેક(સાત) ક્રોડપૂર્વ અધિક ત્રણ પલ્યોપમ કાલ સુધી રહે છે. તેમાં સાત ભવ કર્મભૂમિના સ્થળચર તિર્યંચના અને આઠમો ભવ ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિક સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચનો થાય છે. ત્યાર પછી તે જીવ દેવલોકમાં જાય છે. ખેચરની કાયસ્થિતિ - જો ખેચર જીવ મરીને ખેચર તરીકે નિરંતર જન્મ-મરણ કરતા રહે, તો જઘન્ય અંતર્મુહુર્ત પ્રમાણ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સહિત અનેક(સાત) પૂર્વ કોડ વર્ષ સુધી પોતાની કાયમાં સ્થિતિ કરી શકે છે. તાત્પર્ય એ છે કે તે જીવ કોડ પૂર્વ વર્ષના સાત ભવ કરીને આઠમો ભવ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિએ ખેચર જુગલિયાનો કરે છે. ત્યાર પછી તે ખેચરનો ભવ છોડીને દેવગતિ પ્રાપ્ત કરે છે. આ રીતે ઉત્કૃષ્ટ આઠ ભવની તેની કાયસ્થિતિ થાય છે. અંતર- પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. તિર્યંચ પંચેન્દ્રિય સંમૂર્છાિમ ગર્ભજ જલચર સ્થલચર ખેચર ચતુષ્પદ પરિસર્પ ચર્મપક્ષી રોમપક્ષી વિતતપક્ષી સમુગપક્ષી ઉરપરિસર્પ ભુજપરિસર્પ એકખુરા બેખુરા ગંડીપદા સનખપદા
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy