SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદન અનુભવ ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા ભગવાન મહાવીરની અંતિમ દેશનારૂપે પ્રસિદ્ધ પામેલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાધનામાર્ગને સિદ્ધ કરવાની અદ્ભૂતકળા શીખવતું એક આગમશાસ્ત્ર છે. તેમાં સાધનામાર્ગમાં પ્રવેશથી લઈને સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ સુધીના ભિન્ન-ભિન્ન સોપાનોને ક્યારેક ધર્મકથાના માધ્યમથી, તો ક્યારેક આચાર અને તત્ત્વના માધ્યમથી સંયોજિત કરવામાં આવ્યા છે. સાધક જીવનને સર્વાંશે સ્પર્શતા આ શાસ્ત્રનું સંપાદન કરવાનું હોય ત્યારે અંતર માનસમાં એક વિશેષ પ્રકારનો આનંદ ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. અનંત ઉપકારી અમ શ્રદ્ધાકેન્દ્ર સમ સ્વ. ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. એ પોતાના સાધક જીવનમાં આજીવન મૌન સાધનાની આરાધના કરતાં પહેલાં અમોને સામૂહિક રૂપે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની અંતિમ વાચના આપી હતી. પ્રભુ મહાવીરની અંતિમ દેશનાની જેમ અમારા માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તે પૂ. ગુરુદેવની અંતિમ દેશના રૂપ બની છે. આ શાસ્ત્ર-સંપાદનના પ્રારંભથી પૂર્ણાહુતિ પર્યંત પૂ. ગુરુદેવની હિતશિક્ષાઓ સતત કાનમાં ગૂંજ્યા કરે છે તેમજ સંયમી જીવનની જવાબદારીની ગંભીરતા, તેમાં સતત સાવધાનીની આવશ્યકતા, જિનાજ્ઞા પાલનની મહત્તા, જેવા વિષયો સતત નજર સમક્ષ તરવર્યા કરે છે. આ શાસ્ત્ર ગાથારૂપે છે. ગાથાઓમાં શ્લોકબદ્ધતા જાળવી રાખવા માટે અક્ષરોનું પરિમાણ સીમિત હોય છે, તેમાં અલ્પશબ્દોમાં ગંભીર ભાવો ભરેલા હોય છે. તેના શબ્દાર્થ, ભાવાર્થ અને તાત્પર્યાર્થ સમજવા માટે પ્રત્યેક શબ્દનો અન્વય વિશેષ વિચારણીય બની રહે છે. ‘તપોમાર્ગ ગતિ’ નામના ત્રીસમા અધ્યયનની અગિયારમી ગાથામાં સૂત્રકારે ઈત્વરિક અનશન તપના છ પ્રકારનું કથન કર્યું છે– શ્રેણીતપ, પ્રતરતપ, ઘનતપ,વર્ગતપ, વર્ણવર્ગતપ અને પ્રકીર્ણક તપ. તે ગાથાના ત્રીજા ચરણમાં મળ∞િયાબ્દ પ્રયોગ છે. વૃત્તિકા૨ે તેનો અર્થ “ઈત્વરિક તપ મનોવાંછિત ફળ આપનાર છે”, તે પ્રમાણે કર્યો છે. અન્ય આચાર્યોએ પણ તે જ અર્થનું અનુસરણ કર્યું છે. પરંતુ વિચારણા કરતાં સ્પષ્ટ 40
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy