SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ શ્રી ઉત્તરાયન સૂત્ર ૨ કોઈ પણ લિંગમાં સાધક કેવળી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા દૃઢ થતાં ભાવ ચારિત્ર પ્રાપ્ત કરી ક્ષપક શ્રેણી પર આરૂઢ થઈને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે અને આયુષ્ય સમાપ્ત થઈ જાય, તો વેશ પરિવર્તન કરવાનો સમય ન રહેવાથી તે જીવ તે જ વેશમાં સિદ્ધ થઈ જાય છે. દા.ત. મરુદેવી માતા આદિ અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી આયુષ્ય અધિક હોય તો તે કેવળી સ્વયં લોચ કરી પોતાનો વેષ છોડી સંયમનો વેશ અને સાધુ ચર્ચાને અવશ્ય ધારણ કરે છે. દા.ત. ભરત ચક્રવર્તી; તેમને પોતાના ભવનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું, ત્યાર પછી તેમણે વસ્ત્રાભૂષણ ઉતારી, લોચ કરી, ત્યાંથી નીકળીને વિહાર કર્યો હતો. આ રીતે અન્ય વેશમાં કેવળજ્ઞાન થવા છતાં પણ કેવળી સ્વલિંગ ધારણ કરીને સંયમ વિધિઓનું પાલન કરે છે. વ્યવહાર માર્ગની કોઈ પણ કેવળી ઉપેક્ષા કરતા નથી. એક સમયમાં થતાં સિદ્ધોની સંખ્યા :– પ્રસ્તુત ગાથાઓમાં કુલ ચૌદ પ્રકારે સિદ્ધ થનારાઓની એક સમયની ઉત્કૃષ્ટ સંખ્યાનો નિર્દેશ છે. જેમાં– (૧) સ્ત્રીલિંગથી– એક સમયમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટ વીસ સ્ત્રીઓ સિદ્ધ થઈ શકે છે. તેનાથી અધિક સ્ત્રીઓ સિદ્ધ થઈ શકતી નથી. (૨) તે જ રીતે એક સમયમાં ઉત્કૃષ્ટ ૧૦૮ પુરુષો અને (૩) દશ નપુંસકો સિદ્ધ થઈ શકે છે. કોઈ પણ જીવ અવેદી થાય, ત્યાર પછી જ સિદ્ધ થાય છે. પરંતુ તે જીવ, સ્ત્રી, પુરુષ આદિ જે શરીરથી સિદ્ધ થાય, તે નામકર્મજન્ય લિંગને સ્ત્રીલિંગ આદિ કહે છે. તે અપેક્ષાએ આ ત્રણે ય લિંગમાં સિદ્ધ સમજવા. (૪) ગૃહસ્થના વેશમાં એક સમયમાં ઉત્કૃષ્ટ ચાર જીવો સિદ્ધ થઈ શકે છે. (૫) તે જ રીતે તાપસાદિ અન્ય લિંગના વેશમાંથી ઉત્કૃષ્ટ દશ જીવો અને (૬) સ્વલિંગ− જૈન સાધુના વેશમાંથી એક સાથે ઉત્કૃષ્ટ એકસો આઠ જીવો સિદ્ધ થઈ શકે છે. ઉપરોક્ત સંખ્યાથી જણાય છે કે જીવ ગમે તે લિંગમાં સિદ્ધ થઈ શકે છે, તેમ છતાં સ્વલિંગની મહત્તા છે. તેથી સ્વલિંગી જીવોની યોગ્યતા અધિક હોય તે સહજ છે, આ કારણે તે જીવો સર્વથી વધુ ૧૦૮ની સંખ્યામાં એકી સાથે સિદ્ધ થઈ શકે છે. ક્ષેત્રની અપેક્ષાએ અઢીદ્વીપના કોઈ પણ વિભાગમાંથી જીવ સિદ્ધ થઈ શકે છે. સિદ્ધ થવાની સાધના કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો જ કરી શકે છે. પરંતુ તે મનુષ્યોનું સંહરણ કરીને દેવ તેને અઢીઢીપના કોઈ પણ વિભાગમાં મૂકી દે, તો તે ક્ષેત્રમાંથી તે સિદ્ધ થઈ શકે છે. (૭) તે અપેક્ષાએ ઊર્ધ્વલોકથી– એક સમયમાં ઉત્કૃષ્ટ ચાર જીવો સિદ્ધ થઈ શકે છે. સમભૂમિથી ૯૦૦ યોજનથી ઉપરનું ક્ષેત્ર ઊર્ધ્વલોક ગણાય છે, તેથી વત્તવૈતાઢ્ય પર્વત, મેરુપર્વત આદિ પરથી સિદ્ધ થનાર જીવો ઊર્ધ્વલોક સિદ્ધ કહેવાય છે. (૮) અધોલોકથી– મહાવિદેહક્ષેત્રની સલીલાવતી અને વપ્રા નામની વિજય ૧૦૦૦ યોજન ઊંડી છે. તેથી તે વિભાગ અધોલોકમાં ગણાય છે. ત્યાંથી એક સમયમાં ઉત્કૃષ્ટ વીસ જીવો સિદ્ધ થઈ શકે છે. (૯) તિર્થંગ્લોક સિદ્ધ—અઢીદ્વીપના મનુષ્યક્ષેત્રમાંથી એક સમયમાં ઉત્કૃષ્ટ એકસો આઠ જીવો સિદ્ધ થાય છે. (૧૦) સમુદ્રથી– કોઈ દેવ સાધુનું સંહરણ કરીને અઢીદ્વીપના લવણ સમુદ્ર કે કાલોદધિ સમુદ્રમાં નાંખે, ત્યાં તે સાધુને કેવળજ્ઞાન થાય અને આયુષ્યપૂર્ણ થતાં સિદ્ધ થાય, તો તે રીતે સમુદ્રમાં એક સમયમાં ઉત્કૃષ્ટ એ સિદ્ધ થાય છે. (૧૧) સમુદ્ર સિવાય નદી, સરોવર આદિ જલમાંથી– સિદ્ધ થાય તો એક સમયમાં ઉત્કૃષ્ટ ત્રણ જીવો સિદ્ધ થાય છે. (૧૨થી ૧૪) અવગાહનાની અપેક્ષાએ જઘન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્ય અને તેની વચ્ચેની મધ્યમ સર્વ અવગાહનાવાળા મનુષ્યો સિદ્ધ થઈ શકે છે. જથન્ય અવગાહનામાં ઉત્કૃષ્ટ ચાર,
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy