SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ आगासे तस्स देसे य, तप्पएसे य आहिए । अद्धासमए चेव, अरूवी दसहा भवे ॥ શબ્દાર્થઃ- ધુમ્મOિજાણ = ધર્માસ્તિકાયનો સ્કંધ તક્ષેત્ર તેનો દેશ તપૂણે = તેનો પ્રદેશ(આ ત્રણ ભેદ ધર્માસ્તિકાયના) આહિપ = કહ્યા છે અને = અધર્માસ્તિકાયનો સ્કંધ બાલે = આકાશાસ્તિકાયનો સ્કંધ ત= તેનો તે દેશ અનામ= અદ્ધા સમય, કાલ અથવા= અરૂપીના ૯a= દશ ભેદ = હોય છે. ભાવાર્થ - ધર્માસ્તિકાયના (૧) સ્કંધ (૨) દેશ અને (૩) પ્રદેશ; અધર્માસ્તિકાયના (૪) સ્કંધ (૫) દેશ અને (૬) પ્રદેશ; આકાશાસ્તિકાયના (૭) સ્કંધ (૮) દેશ અને (૯) પ્રદેશ; (૧૦) અદ્ધાસમય-કાલ, આ રીતે અરૂપી અજીવ દ્રવ્યના દશ ભેદ થાય છે. તે પ-૬ll. । धम्माधम्मे य दो चेव, लोगमित्ता वियाहिया । लोगालोगे य आगासे, समये समयखेत्तिए ॥ શબ્દાર્થ - થHથને = ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વેવ = બંને નો નિત્તા = લોક પરિમાણ, લોકવ્યાપી વિદિ = કહ્યા છે તે = આકાશાસ્તિકાય તો IIોને = લોક અને અલોકમાં સન = સમય-કાલદ્રવ્ય સમયત્તિ = સમયક્ષેત્રમાં વર્તે છે. ભાવાર્થ - ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, તે બંનેને લોક પ્રમાણ કહ્યા છે તથા આકાશાસ્તિકાય લોકાલોક પ્રમાણ છે અને કાળ દ્રવ્ય સમયક્ષેત્રવર્તી છે અર્થાત્ તે અઢી દ્વીપમાં વર્તે છે. धम्माधम्मागासा, तिण्णि वि एए अणाइया । अपज्जवसिया चेव, सव्वद्धं तु वियाहिया ॥ શબ્દાર્થ – ધુમ્મથી IT = ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ = એ ત્તિ વિ = ત્રણે ય = અનાદિ અપwવસિયા = અપર્યવસિત, અનંત છે તુ = અને સબૂદ્ધ = સર્વ કાલમાં રહેનાર, શાશ્વત વિવાદિયા = કહ્યા છે. ભાવાર્થ :- તીર્થકરોએ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, તે ત્રણે ય દ્રવ્યોને સર્વ કાલમાં વિદ્યમાન, અનાદિ-અનંત કહ્યા છે. समए वि संतई पप्प, एवमेव वियाहिए । आएस पप्प साईए, सपज्जवसिए वि य ॥ શબ્દાર્થ - સન = સમય-કાલ દ્રવ્ય સંતરું = સંતતિ, પ્રવાહની પણ = અપેક્ષાએ અશ્વમેવ = આ જ પ્રમાણે એટલે અનાદિ-અનંત વિદ્યાદિપ = કહેવાય છે આપણું = અપેક્ષાથી સાફા = સાદિ અને સપwવસિ વિ = સપર્યવસિત પણ છે. ભાવાર્થ- સમય-કાલ દ્રવ્ય પ્રવાહની અપેક્ષાથી તો અનાદિ અનંત છે અને કોઈ અપેક્ષાથી સાદિ સાંત પણ કહેવાય છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં અરૂપી અજીવ દ્રવ્યનું દ્રવ્ય, ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ વર્ણન છે.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy