SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ | કર્મ પ્રકૃતિ [ ૩૧૫] તેની કાલમર્યાદા નિશ્ચિત થવી, તેને સ્થિતિ બંધ કહે છે. આઠે કર્મોની સ્થિતિ ભિન્ન-ભિન્ન હોય છે. (૩) અનુભાગ બંધ - મોદકમાં સ્વાદની તીવ્રતા અને મંદતા હોય છે. જેમ કે કોઈ મોદક અત્યધિક મીઠો હોય અથવા કોઈ ઓછો મીઠો હોય. કોઈ મોદક અલ્પ મેથીના કારણે અલ્પ કડવો હોય, કોઈ અધિક મેથીના કારણે અધિક કડવો હોય છે. તે જ રીતે બંધાયેલા કર્મોની ફળ આપવાની શક્તિ, કર્મનો ઉદય તીવ્રપણે થશે કે મંદપણે થશે તે નિશ્ચિત થાય, તેને અનુભાગ બંધ કહે છે. (૪) પ્રદેશ બંધઃ- મોદકના પ્રમાણમાં નાના મોટાપણું હોય છે. તે રીતે બંધાયેલા કર્મપ્રદેશોના જથ્થાને પ્રદેશ બંધ કહે છે. આ ચાર પ્રકારના બંધમાં પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ યોગના આધારે થાય છે તથા સ્થિતિબંધ અને અનુભાગ બંધ કષાયના આધારે થાય છે. પ્રસ્તુત ગાથામાં કથિત મૂળ આઠ કર્મોની પ્રકૃતિનો સ્વભાવ આ પ્રમાણે છે (૧) જ્ઞાનાવરણીય– જેના દ્વારા પદાર્થોનું સ્વરૂપ વિશેષ-વિશેષરૂપે જાણવામાં આવે, તેનું નામ જ્ઞાન છે. જ્ઞાનોપયોગને ઢાંકનાર કર્મનું નામ જ્ઞાનાવરણીયકર્મ છે. જેમ વાદળાઓ સૂર્યને ઢાંકે તેમ જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને ઢાંકે છે. (૨) દર્શનાવરણીય- જેના દ્વારા પદાર્થોનું સ્વરૂપ સામાન્ય રીતે જોવામાં આવે અર્થાત્ પદાર્થનો સામાન્ય બોધ થાય, તે દર્શન ગુણ છે. આત્માના દર્શનોપયોગ ગુણને ઢાંકનાર કર્મનું નામ દર્શનાવરણીયકર્મ છે. જેવી રીતે દ્વારપાળ રાજાના દર્શન કરવા ન દે તેવી રીતે દર્શનાવરણીયકર્મ આત્માને પદાર્થોના દર્શન થવા ન દે. સંક્ષેપમાં આત્માનો દર્શન ગુણ પોતાના વિષય પ્રમાણે પદાર્થોનું સામાન્યરીતે દર્શન કરાવે છે. તત્સંબંધી અન્ય વિવિધ વિશેષતાઓનો બોધ જ્ઞાન ગુણથી થાય છે. આ રીતે આત્મામાં સદા સહવર્તી આ બંને ગુણો મળીને પદાર્થોનો સમ્યક બોધ કરાવે છે. તે બંને મુખ્ય ગુણોને આવરિત કરનાર બે કર્મોને આઠ કર્મોમાં અગ્ર સ્થાન આપ્યું છે. (૩) વેદનીયકર્મઆત્માને ઇન્દ્રિયજન્ય સુખ અને દુઃખનો અનુભવ કરાવે, તેનું નામ વેદનીયકર્મ છે. જેવી રીતે મધ લગાડેલી તલવાર ચાટવા જતાં જીભ કપાય જાય છે, સાથે મધનો સ્વાદ પણ આવે છે, તેવી રીતે વેદનીય કર્મ દ્વારા આત્માને શારીરિક-માનસિક સુખ અને દુઃખનો અનુભવ થાય છે. (૪) મોહનીયકર્મ-જે કર્મના પ્રભાવથી આત્મા મૂઢ બની જાય છે, તેને મોહનીયકર્મ કહે છે. જેવી રીતે મદિરાના નશામાં માણસ કર્તવ્યાકર્તવ્યનું ભાન ભૂલી જાય છે, તેવી રીતે કષાય કે વેદ જેવા મોહનીયકર્મના પ્રભાવથી આત્માને હેય-ઉપાદેયનું ભાન રહેતું નથી. (૫) આયુષ્યકર્મ– જે કર્મના ઉદયથી જીવ એકગતિમાં અથવા એકભવમાં પોતાની નિયત સમયમર્યાદા સુધી રોકાઈ રહે, તેને આયુષ્યકર્મ કહે છે. જેવી રીતે જેલમાં રહેલા માણસના પગમાં બેડીનું બંધન, તેને નિયત સમય પહેલાં જેલની બહાર જવા દેતું નથી, તેવી રીતે આયુષ્યકર્મ જીવને નિયત સમય પહેલાં બીજી ગતિમાં જવા દેતું નથી. () નામકર્મ- જે કર્મના ઉદયથી જીવના શરીર, અંગોપાંગ આદિની રચના થાય, તેને નામકર્મ કહે છે. જેવી રીતે ચિત્રકાર અનેક પ્રકારના નાના-મોટા ચિત્રો બનાવે છે, તેવી રીતે નામ કર્મના પ્રભાવે જીવ શરીર, અંગોપાંગ આદિની વિવિધ પ્રકારની આકૃતિ વગેરેની રચના કરે છે. (૭) ગોત્રકર્મ- જે કર્મના ઉદયથી જીવાત્મા ઊંચ-નીચ સંજ્ઞાથી સંબોધિત થાય છે, તે ગોત્રકર્મ છે. જેવી રીતે કુંભાર માટીને ઘીના ઘડા, મદિરાના ઘડા વગેરે ઊંચ-નીચ રૂપમાં પરિણત કરે છે; તેવી રીતે ગોત્ર કર્મ જીવને જાતિ, કુલ આદિની ઉચ્ચ-નિગ્ન અવસ્થાઓને પ્રાપ્ત કરાવે છે. (૮) અંતરાયકર્મ-જે કર્મ દાન-ભોગ આદિમાં અંતરાય-વિશ્ન ઉપસ્થિત કરે છે, દેનારની દેવાની અને લેનારની લેવાની ઇચ્છા હોવા છતાં બંનેની ઇચ્છા પૂર્ણ ન થવા દે, તેને અંતરાયકર્મ કહે છે. જેવી રીતે રાજા દ્વારા
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy