SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ શબ્દાર્થ – વેવસ્ય = દેવલોક સહિત સવ્વ = સમગ્ર તોમર્સ = લોકના વિવિ= જે કંઈ પણ ફિકૅ = શારીરિક, કાયિક માલિય = માનસિક દુર્વ દુઃખ છે, તે બધાં દુઃખ દુ= વાસ્તવમાં માગુદ્ધિપૂર્વ = કામભોગોની આસક્તિથી જ ઉત્પન્ન થયેલા હોય છે વયો = વીતરાગી પુરુષ જ તલ્લ = તે દુઃખોનો મત છ = અંત કરે છે. ભાવાર્થ:- દેવલોક સહિત સમસ્ત લોકના, જે કંઈ પણ શારીરિક, માનસિક અને બીજા દુઃખો છે, તે વાસ્તવમાં કામાસક્તિથી ઉત્પન્ન થાય છે. વીતરાગી આત્મા (પુરુષ) તે દુઃખનો અંત કરે છે. जहा य किंपागफला मणोरमा, रसेण वण्णेण य भुज्जमाणा । २० ते खुड्डए जीविय पच्चमाणा, एओवमा कामगुणा विवागे ॥ શબ્દાર્થ :- TET - જેમ પિNT - દ્વિપાક વક્ષનાં ફળો લેખ - રસથી મધર નugણ - વર્ણથી સુંદર મુનમાળા = ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે પરંતુ વિમાન = ખાધા પછી થોડા સમયે તે હુણ નવિય = જીવનને નષ્ટ કરી દે છે પવન = આ જ ઉપમા વામણા = કામ ભોગોના વિવારે = વિપાક (પરિણામ) માટે હોય છે. ભાવાર્થ – જેમ કિંપાક વૃક્ષના ફળો રૂપરંગની દષ્ટિથી મનોરમ્ય અને ખાવામાં મધુર લાગે છે પરંતુ પરિણામે તે જીવનનો અંત કરે છે, તે ઉપમા કામભોગોના વિપાકને લાગુ પડે છે અર્થાત્ કામભોગોનું પરિણામ પણ અંતે મહાદુઃખદાયી હોય છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સ્ત્રીસંગ ત્યાગની કઠિનતાને દષ્ટાંત દ્વારા સમજાવી છે. સ્ત્રીસંગ અનેક પ્રકારે દુઃખદાયક છે તેવું સમજવા છતાં અનાદિકાલના મોહનીયકર્મના ગાઢ સંસ્કારને વશ થયેલો જીવ સરળતાથી તેનો ત્યાગ કરી શકતો નથી. તેથી જ અહીં કહ્યું છે કે સ્ત્રીસંગને જે પાર પામી જાય, તે સમગ્ર સાધનારૂપ સમુદ્રને શીધ્ર પાર પામી જાય છે અને તેના માટે શેષ સાધના માત્ર ગંગા નદી તરવા સમાન અત્યંત સરળ બની જાય છે. સ્ત્રીસંગનો ત્યાગ કરનાર વ્યક્તિ અન્ય વિષયોની આસક્તિ સરળતાથી છોડી શકે છે કારણ કે સ્ત્રીસંગ જ અન્ય ઘણાં પદાર્થોની આસક્તિને જન્મ આપે છે, અનેક અનર્થોનું સર્જન કરે છે. તેથી બ્રહ્મચર્ય મહાવ્રતની આરાધનામાં જે સફળ થઈ જાય, તેને અન્ય સર્વ સાધનાઓ સહજ થઈ જાય છે. ગંદા પિIYપના... - કિંપાક નામના વૃક્ષનું ફળ દેખાવમાં મનોહર હોય છે અને સ્વાદમાં મધુર હોય છે પરંતુ ખાધા પછી તેનું પરિણામ વિષફળની સમાન જીવનનો અંત કરે છે, તે જ રીતે કામભોગોનું સેવન તત્કાલ જીવને પ્રિય લાગે છે પરંતુ તેના પરિણામે જીવ કર્મબંધન કરી જન્મમરણની પરંપરા વધારે છે. દેવોને કામભોગો અધિક પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, માટે સાધારણ લોકો એમ સમજે છે કે દેવો અધિક સુખી છે પરંતુ કામભોગની આસક્તિ કે તૃષ્ણા કદાપિ પૂર્ણ થતી નથી. દેવો પણ અતૃપ્તપણે જ મરે છે. માનવીય કામભોગોનું સેવન મોહભાવોની વૃદ્ધિ કરે છે, તેનાથી પરંપરાએ ઈહલોકમાં શારીરિક, માનસિક દુઃખો; તથા તેનાં કારણે કર્મોનું બંધન થવાથી નરકાદિ દુર્ગતિઓમાં જન્મ-મરણ અને પરંપરા એ લાંબા કાળ સુધી દુઃખો ભોગવવાં પડે છે. જ્યારે વ્યક્તિ કામાસક્તિથી મુક્ત થઈને વીતરાગ દશાને પ્રાપ્ત
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy