SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૫૮ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ પાંચ ઇન્દ્રિયોના વિષયો અને વિરિયાણું = પાંચ ક્રિયાઓના પરિત્યાગમાં ગય = પ્રયત્ન કરે છે. ભાવાર્થ:- જે ભિક્ષ પાંચ મહાવ્રતો અને પાંચ સમિતિઓના પાલનમાં, પાંચ ઇન્દ્રિયોના વિષયો અને પાંચ પ્રકારની ક્રિયાઓના ત્યાગમાં સદા પ્રયત્નશીલ રહે છે, તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. વિવેચન :વાણ:- પંચ મહાવ્રત. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ; આ પાંચ વ્રત છે. તે વ્રત જ્યારે મર્યાદિતરૂપમાં ગ્રહણ કરવામાં આવે છે ત્યારે અણુવ્રત કહેવાય છે અને તે વ્રત જ્યારે પૂર્ણતયા નવકોટિએ જીવનપર્યત ગ્રહણ કરવામાં આવે ત્યારે તે મહાવ્રત કહેવાય છે. પ્રસ્તુતમાં શ્રમણોની ચરણ વિધિનું કથન હોવાથી મહાવ્રતોનું કથન છે, તે મહાવ્રત પાંચ છે– ત્રણ કરણ અને ત્રણ યોગથી જીવન પર્યત હિંસાનો અસત્યનો, અદત્ત વસ્તુ ગ્રહણ કરવાનો, કુશીલનો અને પરિગ્રહનો પૂર્ણતયા ત્યાગ કરવો. મહાવ્રતો સંયમના મૂલ-મૌલિકગુણો છે. સમિક્ષ :- સમિતિ. યતના સાથે વિવેજ્યુક્ત પ્રવૃત્તિ કરવી–તે સમિતિ છે. સમિતિઓ પાંચ છે– ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન-નિક્ષેપ સમિતિ અને પરિષ્ઠાપના સમિતિ. (૧) ઈર્યા સમિતિ– યુગ પરિમાણ– લગભગ સાડા ત્રણ હાથ ભૂમિને એકાગ્રચિત્તથી જોતાં જોતાં, જીવોની રક્ષા કરતાં, યતનાપૂર્વક ગમનાગમન કરવું. (૨) ભાષા સમિતિ- ભાષાના દોષોને ત્યજીને આવશ્યકતા પ્રમાણે યતનાપૂર્વક હિત, મિત, સંયમિત અને સ્પષ્ટ વચન બોલવા. (૩) એષણા સમિતિ- ગોચરી વિષયક ૪૨ દોષોથી રહિત શુદ્ધ આહાર-પાણી તથા વસ્ત્ર-પાત્ર વગેરે ઉપધિને ગ્રહણ કરવા. (૪) આદાન-ભાંડમાત્રનિક્ષેપણા સમિતિ વસ્ત્ર-પાત્ર વગેરે ઉપકરણોને ઉપયોગપૂર્વક જયણાથી ગ્રહણ કરવા અને જીવરહિત પ્રમાર્જિત ભૂમિ ઉપર રાખવા. (૫) પરિષ્ઠાપનિકા સમિતિ મળમૂત્ર વગેરે પરઠવવા યોગ્ય પદાર્થોને જીવરહિત એકાંત સ્થંડિલભૂમિમાં પરઠવા, વિસર્જન કરવા. મુનિએ આ પાંચ સમિતિઓથી યુક્ત પ્રવૃત્તિ કરવામાં સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. વિશ્વરિયા :- ક્રિયા. કર્મબંધ કરાવનારી ચેષ્ટા, તે ક્રિયા છે. આગામોમાં વિસ્તૃત અપેક્ષાએ ક્રિયાના ૨૫ ભેદ કહ્યા છે. પ્રસ્તુતમાં સંક્ષિપ્ત અપેક્ષાએ પાંચ ક્રિયાઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) કાયિકી-શરીર સંચારથી લાગતી ક્રિયા (૨) અધિકરણકી–પોતાનું શરીર બીજા પ્રાણીઓ માટે અધિકરણ રૂપ થાય તે નિમિત્તે લાગતી ક્રિયા. (૩) પ્રાષિકી કષાયોના અસ્તિત્વથી લાગતી ક્રિયા. (૪) પારિતાપનિકીકોઈ પ્રાણીને પરિતાપના(કષ્ટ) પહોંચાડવાથી લાગતી ક્રિયા. (૫) પ્રાણાતિપાતિકી– જીવ હિંસાથી થનારી ક્રિયા. સિદ્ધાંત અનુસાર પ્રારંભની ત્રણ ક્રિયાઓ સંસારના સમસ્ત જીવોને અને દસમા ગુણસ્થાન સુધીના મનુષ્યોને પણ નિરંતર લાગે છે. છેલ્લી બે ક્રિયાઓ જીવોને કયારેક લાગે અને કયારેક લાગતી નથી. પ્રન્થિલ - પાંચ ઇન્દ્રિયોના વિષયમાં. શબ્દ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, તે પાંચ ઇન્દ્રિયોના વિષય છે. તેમાં મનોજ્ઞ ઉપર રાગ અને અમનોજ્ઞ ઉપર દ્વેષ ન કરવો અર્થાત્ પાંચ ઇન્દ્રિય વિષયો પ્રત્યે રાગદ્વેષથી નિવૃત્ત થવું. છ બોલઃ लेसासु छसु काएसु, छक्के आहार कारणे । जे भिक्खू जयइ णिच्चं, से ण अच्छइ मंडले ॥
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy