SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ તપોમાર્ગ ગતિ ૨૪૫ ] વિનય, મન વિનય, વચન વિનય, કાય વિનય અને લોકોપચાર વિનય. પ્રસ્તુતમાં લોકપચાર વિનયની પાંચ ક્રિયાઓનો ઉલ્લેખ છે. જેમ કે- (૧) ગુરુ, સ્થવિર કે રત્નાધિક મુનિવરોને આવતા જોઈને તેમનો સત્કાર કરવો, તેમની સામે જવું તથા નજીક આવી ગયા હોય તો ઊભા થઈ જવું, (૨) તેમની સમક્ષ હાથ જોડવા, (૩) તેમને આસન દેવું, (૪) તેમની અનન્ય ભક્તિ કરવી, (૫) શ્રદ્ધાપૂર્વક તેમની આજ્ઞા સાંભળ વિી અથવા ભાવપૂર્વક તેમની સેવા શુશ્રુષા કરવી; આ પાંચે ય ક્રિયાઓ લોકોપચાર વિનય તપના ભેદરૂપે છે. તે ઉપરાંત જો કોઈ નાના સાધુ પણ તેમની પાસે આવે તો તેમની સાથે પ્રેમપૂર્વક સમુચિત વ્યવહાર કરવો જોઈએ. સંક્ષેપમાં ગુરુ કે વડીલ પ્રતિ સંપૂર્ણ વિનય વ્યવહાર અને નાના શ્રમણ કે શ્રમણીઓ પ્રતિ આદર ભાવપૂર્વકના સમુચિત વ્યવહારનું આચરણ કરવું, તે વિનયવાન મુનિના લક્ષણ છે. વિનયનું આચરણ, અહંકારનો નાશ કરે છે અને નમ્રતા વગેરે આત્મગુણોની પ્રાપ્તિ કરાવી આત્મશુદ્ધિ કરાવે છે. (૩) આત્યંતર તપઃ વૈચાવૃત્ય: आयरियमाईए, वेयावच्चम्मि दसविहे । ३३ आसेवणं जहाथामं, वेयावच्चं तमाहियं ॥ શબ્દાર્થઃ- વેચાવજનિ - વૈયાવૃત્ય કરવા યોગ્ય આયરિયા= આચાર્ય ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી. ગ્લાન, શેક્ષ, સાધર્મિક, લ, ગણ અને સંઘ આ વિદે= દસ સ્થાનોની ગાથામં= યથાશક્તિ, શારીરિક શક્તિ પ્રમાણે કાલેવા = સેવા ભક્તિ કરવી તે તેને વેચવનં-વૈયાવૃત્ય, વૈયાવચ્ચ તપ આર્થિક કહ્યું છે. ભાવાર્થ – આચાર્ય આદિની અપેક્ષાએ વૈયાવત્યના દશભેદ છે. તે દશેયની યથાશક્તિ સેવા કરવી તેને વૈયાવૃત્ય તપ કહ્યું છે. વિવેચન - પ્રસ્તુત ગાથામાં વૈયાવૃત્ય તપનું સ્વરૂપ અને તેના પ્રકારોનું નિરૂપણ છે. મારિયા – વૈયાવૃત્ય યોગ્ય પાત્રોના આધારે સ્થાનાંગ આદિ સૂત્રોમાં તેના દશ પ્રકાર કહ્યા છે અને પ્રસ્તુત ગાથામાં તેનું સંક્ષિપ્ત સૂચન છે– (૧) આચાર્ય-વૈયાવૃત્ય, (૨) ઉપાધ્યાય-વૈયાવૃત્ય, (૩) તપસ્વી-વૈયાવૃત્ય, (૪) સ્થવિર-વૈયાવૃત્ય, (૫) ગ્લાન(બિમાર) વૈયાવૃત્ય, (૬) શૈક્ષ(નવદીક્ષિત)-વૈયાવૃત્ય (૭) કુલ(એક ગુરુનો સમુદાય) વૈયાવૃત્ય, (૮) ગણ(એક આચાર્યનો સમુદાય) વૈયાવૃત્ય, (૯) સંઘ(અનેક આચાર્યોના પરિવારનો સમૂહ) વૈયાવૃત્ય, (૧૦) સાધર્મિક-વૈયાવૃત્ય. આ દશ સંયમી અથવા ગુણવાન પુરુષોના ગુણાનુરાગથી શરીર દ્વારા અથવા ઉપભોગ, પરિભોગ યોગ્ય પદાર્થો દ્વારા સેવા-ભક્તિ અને ઉપાસના કરવી, તેમને ઔષધ, આહાર-પાણી વગેરે લાવી દેવા. નિઃસ્વાર્થ ભાવથી યોગ્ય સેવા કરીને તેઓને પૂર્ણ શાતા પહોંચાડવી તેમજ તેમની સંયમસાધનામાં સહાયક થવું, તે વૈયાવૃત્ય તપ છે. વૈયાવત્યનું પરિણામ :- પ્રસ્તુત સૂત્રના અધ્યયન-ર૯માં વૈયાવચ્ચથી તીર્થકર નામ-ગોત્ર કર્મ ઉપાર્જન થવાનું દર્શાવ્યું છે. પ્રસ્તુત અધ્યયનમાં તેનો આત્યંતર તપમાં સમાવેશ કર્યો છે. ખરેખર વૈયાવૃત્યના પરિણામે સાધકને અનેક ગુણોની ઉપલબ્ધિ થાય છે. જેમ કે– ગુણ-ગ્રહણ; શ્રદ્ધા, ભક્તિ, વાત્સલ્ય, પાત્રતાની પ્રાપ્તિ; વિચ્છિન્ન સમ્યકત્વ વગેરેનું પુનઃસંધાન; તપ, તીર્થ-અશ્રુચ્છિત્તિ, સમાધિ, જિનાજ્ઞા
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy