SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ૨ દ્રવ્યો નાંખ્યા હોય, તેવી વ્યક્તિ પાસેથી (૧૨) એક વ્યક્તિ ઘરમાં હોય તેની પાસેથી (૧૩) અનેક વ્યક્તિ ઊભી હોય ત્યારે (૧૪) સન્માનપૂર્વકના વચનો બોલી ભિક્ષા આપે ત્યારે (૧૫) બોલ્યા વગર મૌન ભાવે ભિક્ષા આપે ત્યારે, આ રીતે ભાવથી સાધકના સંકલ્પ પ્રમાણે અભિગ્રહના અનેક(સેંકડો) પ્રકાર થઈ શકે છે. પ્રસ્તુતમાં તેના ઉદાહરણ માત્ર દર્શાવ્યા છે. (૫) પર્યવ ઊણોદરી તપ– જો ભિક્ષુ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ તે ચારેયની અપેક્ષાએ એકી સાથે અભિગ્રહ કરે તો તે પર્યવચરક થાય છે અર્થાત્ તે પર્યવ ઊણોદરી તપ કરનાર કહેવાય છે. ઊણોદરીના અન્ય ભેદ-પ્રભેદ ઔપપાતિક આદિ સૂત્રોથી જાણવા જોઈએ. પ્રસ્તુતમાં સૂત્રકારે આહાર ઊણોદરી તપનું વિસ્તૃત વર્ણન કર્યું છે. આહાર કરવા છતાં વિવિધ રીતે સ્વેચ્છાથી તેની માત્રા ઘટાડવી, તે પ્રયોગ રસેન્દ્રિય વિજય માટે ઉત્તમ છે. તે ઉપરાંત શરીરની આસક્તિ ઘટાડવા માટે, ઈચ્છા સીમિત કરવા માટે તેમજ કર્મક્ષય કરવા માટે, વિવિધ અભિગ્રહો યુક્ત ઊણોદરીતપ એક શ્રેષ્ઠ સાધન છે. આહારની ઊણોદરીથી અલ્પનિકા, ઇન્દ્રિય વિજય, સંયમ, સ્વાસ્થ્ય સંરક્ષણ તેમજ સમાધિભાવ વગેરે અનેક લાભ થાય છે. (૩) બાહ્ય તપ ઃ ભિક્ષાચર્ચા તપઃ २५ अविह-गोयरग्गं तु, तहा सत्तेव एसणा । अभिग्गहा य जे अण्णे, भिक्खायरियमाहिया ॥ = શબ્દાર્થ:- અદૃવિષ્ઠ - આઠ પ્રકારની ગોચરમાં = ગોચરાત્ર, ગોચરી X RET = અને સત્તવ = સાત પ્રકારની સગા – એષણા અળેય ય ને - બીજા પણ જે અભિનT- અભિગ્રહો છેબિનવાયરિય - ભિક્ષાચરી આદિયા - કહેવાય છે. ભાવાર્થ :- આઠ પ્રકારની ગોચરી, સાત પ્રકારની પિંડૈષણા અને બીજા પણ અનેક પ્રકારના અભિગ્રહો છે, તેને ભિક્ષાચર્યા તપ કહેવાય છે. વિવેચનઃ પ્રસ્તુત ગાથામાં ભિક્ષાચર્યા તપનું વિશ્લેષણ છે. ઃ ગોયા- ગોચરાગ્ર :– મુનિની વૃત્તિને મધુકરવૃત્તિ, ભ્રમરવૃત્તિ, ભિક્ષાચર્યા, ગોચરી વગેરે શબ્દોથી વર્ણવવામાં આવે છે. આ બધા શબ્દોમાંથી ગોચરી શબ્દ વિશેષ પ્રચલિત છે. તેનો અર્થ− ગૌરવ ચરતિ કૃતિ ગોવરી। ગાયની સમાન જેની વૃત્તિ હોય તેને ગોચરી કહે છે. ગાય ઉપર ઉપરથી લીલું ઘાસ ખાય છે, તેની સમાન મુનિ પણ ગૃહસ્થના ઘેરથી અલ્પ પ્રમાણમાં જ આહાર ગ્રહણ છે. ઉપમા એક દેશીય હોય છે. અર્થાત્ ગાયની ચર્ચામાં રહેલી એક વિશેષતા મુનિ ચર્યામાં હોવાથી તે ઉપમા છે પરંતુ મુનિની ચર્ચામાં અન્ય અનેક વિશેષતાઓ હોય છે. જેમ કે– (૧) ગાય અદત્ત ગ્રહણ કરે છે, સાધુ દત્ત ગ્રહણ કરે છે (૨) ગાયને કોઈ નિયમ-દોષ હોતા નથી, મુનિ ગોચરી સંબંધી ઉદ્ગમના સોળ, ઉત્પાદનના સોળ અને એષણાના દસ, તેમ સર્વ મળીને ૪૨ દોષો ત્યજીને આહાર ગ્રહણ કરે છે.(૩) ગાય સચિત્ત અચિત્ત બંને પદાર્થ ગ્રહણ કરે છે, મુનિ અચિત્ત પદાર્થ જ ગ્રહણ કરે છે. આ રીતે અન્ય પણ વિશેષતા સમજવી. અદૃવિદ્ ગોવર્ળ : આઠ પ્રકારની ગોચરી. આ આઠ અભિગ્રહો ક્ષેત્રાપેક્ષયા જાણવા. તેનું સ્પષ્ટીકરણ પૃષ્ઠ ૨૩૭, ૨૩૮ પર જુઓ.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy