SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ તપોમાર્ગ ગતિ [ ૨૨૭ ] ના મહતણાવસ.. :- આ ગાથામાં નિર્જરાના સ્વરૂપને દષ્ટાંતથી સમજાવ્યું છે. જે રીતે કોઈ મોટા તળાવને સાફ કરવું હોય, તો સહુ પ્રથમ તે તળાવમાં પાણી આવવાના માર્ગોને બંધ કરવામાં આવે, ત્યારપછી તેમાં રહેલા પાણીને ઉલેચીને બહાર કાઢી નાખવામાં આવે અને બાકી રહેલું પાણી સુર્યતાપથી ક્રમશઃ સુકાઈ જાય છે. આ રીતે તે તળાવ સંપૂર્ણ ખાલી થઈ જાય છે. તે જ રીતે આત્મવિશુદ્ધિ માટે સહુ પ્રથમ પાપ કર્મોના આશ્રવ દ્વારોને બંધ કરવા જરૂરી હોય છે. તે માટે પાંચ મહાવ્રત આદિની આરાધના દ્વારા કર્મોના પ્રવેશને બંધ કરવામાં આવે છે અને ત્યાર પછી તપથી કરોડો ભવોના સંચિત થયેલા કર્મોનો ક્ષય કરવામાં આવે છે ત્યારે જ આત્મા કર્મલેપથી નિર્લેપ-નિર્મલ થઈ જાય છે. VIRવો - ગર્વ રહિત. શ્રી આવશ્યક સૂત્રમાં ત્રણ પ્રકારના ગર્વનું કથન છે– (૧) ઋદ્ધિ ગારવ- પોતાને પ્રાપ્ત થયેલી ઋદ્ધિનો ગર્વ કરવો. (૨) રસ ગારવ– પ્રાપ્ત થયેલા, મનગમતા રસવંતા ભોજનનો ગર્વ કરવો. ૩) શાતા ગારવ- પ્રાપ્ત થયેલી સર્વ પ્રકારની અનુકુળતા, સુખશાતાનો ગર્વ કરવો. તપના પ્રકાર: સો તો વિદો કુત્તો, વદિરભંતો તહાં . बाहिरो छव्विहो वुत्तो, एवमब्भतरो तवो ॥ શબ્દાર્થ - તવો = તપ તો = તે વાદર = બાહ્ય તહીં = અને ગતરો = આત્યંતરના ભેદથી વિહો = બે પ્રકારના કુત્તો = કહ્યા છે વોદિર = બાહ્ય તપ છબ્રિહો = છ પ્રકારના કુત્તો = કહ્યા છે = આ પ્રકારે ગતરો = આત્યંતર. ભાવાર્થ:- તે તપના બે પ્રકાર છે– બાહ્ય તપ અને આત્યંતર તપ. બાહ્ય તપના છ પ્રકાર છે અને આત્યંતર તપના પણ છ પ્રકાર છે. વિવેચન :તપસ્વરૂપ :- (૧) જે કર્મોને તપાવે, કર્મોને ભસ્મીભૂત કરી નાખે તે તપ છે. (૨) જે અનુષ્ઠાનોનું આચરણ આત્માને તપ્ત તેજસ્વી બનાવે, તે તપ છે. (૩) સંચિત કર્મોના ક્ષય માટે જે ઉપાયોનું આચરણ થાય તે તપ છે. (૪) રૂછનિરોતપ: 1 ઇચ્છાનો નિરોધ કરવો, તે તપ છે. ઉપરોક્ત વ્યાખ્યાઓથી સ્પષ્ટ થાય છે કે બહિવૃત્તિને અંતરમુખી બનાવવા માટેનો પુરુષાર્થ તે તપ છે. બાહપ :- જે તપ મુખ્યત્વે શરીરથી સંબંધિત હોય, જેમાં શરીર દ્વારા ભોગવી શકાય તેવા બાહ્ય દ્રવ્યોનો આંશિક કે સર્વાશે ત્યાગ થતો હોય, જેનો પ્રભાવ સીધો શરીર ઉપર પડતો હોય, જેને વ્યવહારમાં લોકો જાણી અને જોઈ શકતા હોય, તેને બાહ્યતપ કહે છે. બાહ્ય તપ ઇન્દ્રિયોના વિષય-વિકારોને ઉપશાંત અને પાતળા કરવામાં સહાયભૂત થાય છે. બાહ્ય તપનું મુખ્ય પ્રયોજન જીવને અપ્રમત્ત રાખવાનું છે, કારણ કે અપ્રમત્ત જીવ સંયમ સાધનામાં પ્રગતિ કરી શકે છે. બાહ્ય તપ આત્માના ભાવોની વિશુદ્ધિ કરવામાં પણ સહાયક બને છે. બાહ્ય તપના છ પ્રકાર છે. આભ્યન્તર ત૫ - જેનો મુખ્ય સંબંધ આત્મ ભાવો સાથે હોય, જેમાં અંતઃકરણના પરિણામોની મુખ્યતા હોય, જેનાથી મનનું નિયમન થાય, તે આત્યંતર તપ છે. આત્યંતર તપના છ પ્રકાર છે. બાહ્ય અને આત્યંતર તપના સ્વરૂપને જોતાં સ્પષ્ટ થઈ જાય છે કે આત્યંતર તપ ભાવોની શુદ્ધિનું
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy