SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ પ્રાપ્તિ થાય છે, તે સમયે આત્મા ૧૪મા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે તે અવસ્થાને અહીં સભાવ પ્રત્યાખ્યાન કહ્યું છે. તેને પારમાર્થિક પ્રત્યાખ્યાન કહી શકાય છે. આ પ્રત્યાખ્યાન કરવાથી આત્મા અનિવૃત્તિરૂપ શુક્લ ધ્યાનના ચોથા પાયાને પ્રાપ્ત કરે છે. તે સ્થાનમાંથી આત્માનું અધોગમન થતું નથી તેથી તેને અનિવૃત્તિ કહે છે. ત્યાં પહોંચેલો આત્મા અંતર્મુહૂર્તમાં જ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર; આ ચાર અઘાતી કર્મોની ગ્રંથીઓનો ક્ષય કરી સિદ્ધ થઈ જાય છે. ત્યારપછી તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને કર્મદાવાનળ ને શાંત કરીને સર્વ પ્રકારના દુઃખોનો સદાને માટે અંત કરે છે. પ્રતિરૂપતા:४४ पडिरूवयाए णं भंते ! जीवे किं जणयइ? पडिरूवयाए णं लाघवियं जणयइ । लघुभूए णं जीवे अप्पमत्ते, पागडलिंगे, पसत्थलिंगे, विसुद्धसम्मत्ते, सत्त समिइसमत्ते, सव्वपाणभूयजीवसत्तेसुवीससणिज्जरूवे, अप्पडिलेहे, जिइदिए, विउलतक्समिङ्समण्णागए यावि भवइ ।। શબ્દાર્થ - દિલ્હવાઈ = પ્રતિરૂપતાથી, દ્રવ્ય અને ભાવથી શુદ્ધ સ્થવિરકલ્પી મુનિનો વેશ ધારણ કરવાથી તાવિયે = હળવાપણું, લઘુતા નવુમૂ | = લઘુભૂત બનેલો નવે = આત્મા પ્રમત્તે = પ્રમાદ રહિત થાય છે પતિ = પ્રગટ લિંગવાળા(મુનિવેશ ધારણ કરનાર) પત્થતિ = પ્રશસ્ત લિંગવાળા (જીવ રક્ષા નિમિત્તે મુખવસ્ત્રિકા, રજોહરણ આદિ ધારણ કરનાર) વિશુદ્ધસમ્મત્તે = વિશુદ્ધ સમ્યકત્વી થાય છે, વિશુદ્ધ સમત્વ-સમભાવોને પ્રાપ્ત કરે છે સત્ત સમિફરૂમ = સત્ત્વ અને સમિતિ સંપન્ન, પ્રાણીઓ પ્રત્યે યતના યુક્ત પ્રવૃત્તિ કરનાર થાય તેથી સવ્વપાળમૂથનીનતત્તે = સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વોને વીસfઝરૂવે - વિશ્વસનીય રૂપ અMહિદે = ઇન્દ્રિયવિષયોનો ગવેષક ન થતાં જિલિ = જિતેન્દ્રિય થાય છે વિકતવમ સમાપ યાવિ = વિપુલ તપ અને સંયમથી યુક્ત વ = થાય છે. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રતિરૂપતાથી જીવને શું લાભ થાય છે? ઉત્તર- પ્રતિરૂપતાથી જીવને લાઘવતા પ્રાપ્ત થાય છે. લઘભૂત થઈને તે જીવ અપ્રમત્ત ભાવોને પ્રાપ્ત કરે છે અને રજોહરણ મુખવસ્ત્રિકા આદિ પ્રશસ્ત તથા પ્રગટરૂપે મુનિ લિંગ ધારણ કરે છે. દ્રવ્ય-ભાવ સંયમયુક્ત તે મુનિ વિશુદ્ધ-પરમ સમભાવોમાં રહી પ્રાણીઓ પ્રત્યે વતનાયુક્ત પ્રવૃત્તિ કરે છે તેથી તે સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોને માટે વિશ્વસનીય બની જાય છે. તેમજ તે સાધક ઇન્દ્રિય વિષયોની ગવેષણા ન કરતો, ઇન્દ્રિય વિજેતા બની, વિપુલ તપ અને સંયમની આરાધના કરે છે. વિવેચન : અહીં પ્રતિરૂપતા શબ્દમાં પ્રતિ’ શબ્દ યોગ્ય અર્થનો વાચક છે અને “રૂપ” શબ્દ વેશનો વાચક છે. શ્રમણોની શાસ્ત્રોક્ત વેશભૂષા અને તદનુસાર આચરણને પ્રતિરૂપતા કહે છે. દ્રવ્યથી સ્થવિરકલ્પી મુનિ સમાન બાાવેશ અને લિંગ ધારણ કરનાર, ભાવથી સ્થવિરકલ્પી મુનિ સમાન આંતરિક અવસ્થા ધારણ કરનાર. આ રીતે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે શ્રમણ જીવનને ધારણ કરનારને પ્રતિરૂપ કહેવાય. પ્રતિરૂપતા એક ઉચ્ચ આદર્શ છે કારણ કે તેમાં દ્રવ્ય કે ભાવ બંનેનો સુમેળ હોય છે. (૧) મુખ ઉપર મુહપત્તિ બાંધવી (૨) રજોહરણ રાખવો (૩) માથાને ખુલ્લું રાખવું (૪) કેશનું
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy