SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ તપ એ કર્મક્ષય તથા આત્મશુદ્ધિનું કારણ હોવાથી મુક્તિનું વિશિષ્ટ સાધન છે. તેથી જ મોક્ષમાર્ગના ચાર સાધનોમાં તેની પૃથક ગણના થઈ છે. અનેક શાસ્ત્રોમાં તેનું વર્ણન છે. તે તેની વિશેષ મહત્તા પ્રદર્શિત કરે છે. તેમાં પણ શ્રી ભગવતી સૂત્ર શતક-૨૫/૭માં અને ઔપપાતિક સૂત્રમાં તપનું વિસ્તૃત અને ભેદ-પ્રભેદ પૂર્વક વર્ણન છે. તપની ભેદ-પ્રભેદ યુક્ત વિસ્તૃત વ્યાખ્યા પ્રસ્તુત શાસ્ત્રના 'તપોમાર્ગગતિ' નામના ત્રીસમાં અધ્યયનમાં પણ આપવામાં આવી છે. પ્રસ્તુત ગાથામાં તપના છ બાહ્ય અને છ આત્યંતર, તેમ કુલ બાર ભેદોનું સંક્ષિપ્ત કથન છે. બાહ્યતપઃ- જે તપને લોકો બાહ્યદષ્ટિએ તપરૂપે ઓળખે છે અથવા જે તપ બાહા શરીરને તપાવે, કશ કરે અને કર્મોનો ક્ષય કરે છે, તેને બાહ્યુતપ કહે છે. તેના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે(8) અજીત :- અભોજન. અલ્પ સમય માટે કે જીવનપર્યત આહારનો ત્યાગ. (૨) ગોનોરિયા :- અવમોદરિકા, ઊણોદરી. અવમ = ન્યૂન, અલ્પ, ઉદર = પેટ. પેટને ઉભું રાખવું. ભૂખ કરતા અલ્પ આહાર લેવો. ઉપકરણ, ક્રોધાદિ કષાયની અલ્પતા કરવી. (૩) ઉમરવારિયા :- ભિક્ષાચર્યા. વિવિધ પ્રકારના અભિગ્રહ-સંકલ્પ સહ ભિક્ષા લેવા માટે જવું. ભિક્ષાચર્યામાં વૃત્તિઓનો સંક્ષેપ થાય છે, તે નિર્જરાનું કારણ હોવાથી તપ કહેવાય છે. (૪) રસપરિક્વર:- રસપરિત્યાગ. ઘી-દૂધ વગેરે રસવંતા આહારનો ત્યાગ કરવો. (૬) વાવને સો – કાયકલેશ. દેહાધ્યાસ છોડવા માટે શરીરને કષ્ટ આપવું. વિરાસન વગેરે આસને બેસવું, કેશાંચન કરવું. (૬) ડિતાળ –પ્રતિ સંલીનતા. ઇન્દ્રિયોને વિષયાદિથી ગોપવવી.વિષયો તરફ જતી વૃત્તિઓને પાછી વાળીને આત્મભાવમાં લીન કરવી. આવ્યંતરતપઃ– જે તપને બાહ્યદષ્ટિએ લોકો તપ રૂપે ઓળખતા નથી પરંતુ કર્મનિર્જરામાં જેનિમિત્તભૂત છે, તેને આત્યંતર તપ કહે છે. તેના છ ભેદ આ પ્રમાણે છે. પાછિત્ત – લાગેલા દોષો અને અતિચારોની શુદ્ધિ કરવી, તે પ્રાયશ્ચિત્ત તપ છે. વિગો – રવિની સિ વિનવઃ જે ક્રિયા દ્વારા કર્મો દૂર થાય તે વિનય. રત્નાધિક વગેરે પ્રત્યે બહુમાન આદિ કરવા વિનયની પ્રવૃત્તિ છે. વેચાવડ્યું - આચાર્ય ગુરુ વગેરેની સેવા ભક્તિ કરવી, તે વૈયાવૃત્ય તપ છે. સફાળો :- સ્વાધ્યાય. શ્રુતજ્ઞાનની આરાધના કરવી શાસ્ત્રોનું અધ્યયન, ચિંતન, મનન કરવું. ફાઈ - ધ્યાન. જિનેશ્વરની આજ્ઞાદિ કોઈપણ એક વિષયમાં ચિત્તને સ્થિર કરવું. વિડસનો - વ્યુત્સર્ગ. ગણ, શરીર, ઉપધિ, કષાયાદિને છોડવા, તેનો ત્યાગ કરવો. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની ઉપયોગિતા - । णाणेण जाणइ भावे, सणेण य सद्दहे । चरित्तेण णिगिण्हाइ, तवेण परिसुज्झइ ॥
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy