SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ | મોક્ષમાર્ગ ગતિ ૧૫૩ ] કરી દેવા તે સ્થિરીકરણ છે. આ ગુણ સ્વપર ઉપકારક થાય છે. (૭) વાત્સલ્ય :- સાધર્મિકો પ્રત્યે હાર્દિક અને નિઃસ્વાર્થ અનુરાગ કે વાત્સલ્ય ભાવ રાખવો તથા સાધર્મિક સાધવર્ગ અને શ્રાવકવર્ગની સેવા કરવી. આ ગુણથી અન્ય વ્યક્તિઓને ધર્મ પ્રતિ અનુરાગની વૃદ્ધિ થાય (૮) પ્રભાવના :- તેના બે અર્થ થાય છે. (૧) રત્નત્રયથી પોતાના આત્માને ભાવિત(પ્રભાવિત) કરવો (૨) પોતાના વિશિષ્ટ ગુણોથી ધર્મ અને સંઘની ઉન્નતિ કરવી; તેને પ્રભાવના કહે છે. તે પ્રભાવના કરનાર પ્રભાવકના મુખ્ય આઠ ગુણો આ પ્રમાણે છે– (૧) જે સમયે જેટલા આગમ ઉપલબ્ધ હોય તેમાં પ્રવીણ હોય (૨) વાદ વિજેતા હોય (૩) સફળ પ્રવચનકાર હોય (૪) તપસ્વી હોય (૫) સભામાં મોટા વ્રત, ત્યાગ-નિયમ ગ્રહણ કરનાર હોય (૬) ભૂત ભવિષ્ય અને વર્તમાન સંબંધી નિમિત્ત જ્ઞાનમાં કુશલ હોય (૭) અનેક લબ્ધિ સંપન હોય, મંત્રાદિથી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોય; તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનાથી પ્રભાવશીલ વ્યક્તિત્વ અને આદેય વચનવાળા હોય. (૮) કવિ હોય, કાવ્ય રચનામાં અને ગાયન કલામાં કુશલ હોય. પોતાના શ્રેષ્ઠ આ એક કે અનેક ગુણ સંપન્ન વ્યક્તિ શાસનની પ્રભાવના કરનાર થાય છે. સમ્યગ્ દર્શનના આ આઠ આચારોમાંથી નિઃશંકતા આદિ પ્રથમ ચાર અંતરંગ ગુણરૂપ છે અને શેષ ચાર બાહ્ય આચાર રૂપે પ્રગટ થાય છે. આ આઠ આચારોનું ઉલ્લંઘન થાય, તો તે સમકિતના અતિચાર બની જાય છે. જેનાગમોમાં સમકિતના પાંચ અતિચારનું કથન છે– શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પપાસુંડ પ્રશંસા અને પરપાખંડ પરિચય. પ્રથમ ત્રણ આચારના ઉલ્લંઘનરૂપ ત્રણ અતિચાર છે અને શેષ પાંચ આચારના અભાવમાં કોઈ પણ અતિચાર થઈ શકે છે. સંક્ષેપમાં પ્રસ્તુત ગાથામાં કથિત સમકિતના આઠ આચારોના પાલનથી અતિચાર રહિત શુદ્ધ, નિર્મળ અને દઢ સમકિતની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ ચારિત્ર: । सामाइयत्थ पढम, छेदोवट्ठावणं भवे बीयं । | પરિણાવિશુદ્ધીયું, સુદુ તા સં૫૨થે જ II શબ્દાર્થ – અલ્પ = ત્યાર પછી પઢમં = પ્રથમ સામયિં = સામાયિક વીવું = બીજું જોવાવમાં - છેદોપસ્થાપનીય જ = હોય છે જેરહાર વિશુદ્ધીકં = ત્રીજું પરિહાર વિશુદ્ધિ સુહુi સંપરા = ચોથું સૂક્ષ્મ- સંપરાય ચારિત્ર છે. ભાવાર્થ - ત્યાર પછી પહેલું સામાયિક ચારિત્ર, બીજું છેદોપસ્થાપનીય ચારિત્ર, ત્રીજું પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ચોથું સૂક્ષ્મ સંપરાય ચારિત્ર છે. इस अकसायमहक्खायं, छउमत्थस्स जिणस्स वा । | પ વરdવરં, વારિત્ત રોડ સહિયં II શબ્દાર્થ - અવસાય = કષાયના ક્ષય કે ઉપશમથી થનારું, કષાય રહિત મહાય = પાંચમું યથાખ્યાત ચારિત્ર છ૩મલ્થ = અગિયારમા અથવા બારમા ગુણસ્થાનવર્તી છદ્મસ્થ મુનિનું નિકાસ
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy