SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સમાચાર | ૧૦૫ ] જીવનને વિશુદ્ધ રાખવા માટે આવશ્યક છે. વિહાર સમયે ઈર્યાસમિતિનું શોધન કરવું જરૂરી છે. ઈર્યાસમિતિનું પાલન દિવસે જ થાય છે. તેથી સાધુ પોતાની અનુકૂળતા અનુસાર દિવસના કોઈ પણ ભાગમાં ઈર્યાસમિતિપૂર્વક વિહાર કરી શકે છે. નિહાર એટલે શરીરની કુદરતી હાજતો માટે બહાર જવું. તેના માટે કોઈ નિશ્ચિત સમય હોઈ શકે નહીં, તેથી તેનું વિધાન સમાચારીમાં નથી. તે કુદરતી હાજતો દિવસ-રાત્રિમાં જ્યારે થાય ત્યારે જ આગમ વિધિ પ્રમાણે તેનાથી નિવૃત્ત થઈ શકાય છે. પૌરુષીનુંકાલ-પરિજ્ઞાન - ૦ આસાદે મારે કુપા, પોતે મારે વરખથી . चित्तासोएसु मासेसु, तिप्पया हवइ पोरिसी ॥ શદાર્થ:- આશા = અષાઢ મારે = માસમાં કુપા = બે પગ જેટલી પ = પોષ ન = માસમાં વડMયા = ચાર પગ અને વિસ્તારોપણું = ચૈત્ર અને આસો માસુ = માસમાં તિપ્રથા = ત્રણ પગની પોરિસી = પોરસી વ = થાય છે. ભાવાર્થ:- પૌરુષી પરિજ્ઞાન – અષાઢ મહિનામાં(બે પગની) દ્વિપદા પૌરુષી–બે પાદ પ્રમાણ છાયા થાય ત્યારે પ્રથમ પોરસી થાય છે. તે જ રીતે પોષ મહિનામાં ચતુષ્પદા(ચાર પગ પ્રમાણ) અને ચૈત્ર તેમજ આસો મહિનામાં ત્રિપદા(ત્રણ પગ પ્રમાણ) પૌરુષી હોય છે. अंगुलं सत्तरत्तेणं, पक्खेणं च दुरंगुलं । वड्डए हायए वावि, मासेणं चउरंगुलं ॥ શબ્દાર્થ – સત્તત્ત્વો = પ્રત્યેક સાત દિવસ-રાતમાં અંગુi = એક-એક અંગુલ ૫FM = પક્ષ(૧૫ દિવસોમાં) સુરગુd = બબ્બે અંગુલ અને માર્ગ = પ્રત્યેક માસમાં ર૩રગુત્ત = ચાર-ચાર અંગુલ છાયા વક્ષ હાયર વાવ = વધે છે અને ઘટે છે. ભાવાર્થ – સાત અહોરાત્રમાં એક અંગુલ, એક પક્ષમાં બે અંગુલ અને એક મહિનામાં ચાર અંગુલ પ્રમાણ છાયાની વૃદ્ધિ અને હાનિ થાય છે. શ્રાવણ માસથી પોષ માસ સુધી વૃદ્ધિ થાય છે અને મહામાસથી અષાઢ માસ સુધી હાનિ થાય છે. आसाढबहलपक्खे.भहवए कत्तिए य पोसे य । फग्गुण वइसाहेसु य, बोद्धव्वा ओमरत्ताओ ॥ શબ્દાર્થ:- આસાઢ= અષાઢ મદ્વ= ભાદરવો ઋત્તિ = કાર્તિક પોતે = પોષ મુખ વાસુ ય = ફાગણ અને વૈશાખ-આ મહિનાનાં વહુનપણે = કૃષ્ણ પક્ષમાં મરત્તા = એક-એક તિથિ ઘટે છે વોલ્ગા(ગાયબ્રા) = એમ જાણવું જોઈએ. ભાવાર્થ- અષાઢ, ભાદરવો, કાર્તિક, પોષ, ફાગણ અને વૈશાખ માસના કૃષ્ણપક્ષમાં એક-એક અહોરાત્રિ (તિથિ)નો ક્ષય થાય છે.(આ છએ મહિના ૨૯ દિવસના જાણવા અને બાકીના મહિના ૩૦ દિવસના જાણવા. દરેક બે મહિને એક-એક તિથિ ઘટે છે.)
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy