SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૬ ] શ્રી ઉત્તરાધ્યયન સત્ર-૨ વિવેચનઃ પ્રસ્તુત ગાથાઓમાં જયઘોષ મુનિએ વિજયઘોષ બ્રાહ્મણને આપેલા માર્મિક ઉપદેશનું સંકલન છે. શ્રમણો સ્વયં સંસારની અને કામભોગોની ક્ષણિકતા કે અસારતાને સમજીને સાધના માર્ગે પુરુષાર્થ કરતા જ હોય છે, સાથોસાથ સંસારના અન્ય જીવો પણ આ ઘોર સંસાર સાગરના વમળોને પાર કરી જાય, તેવી અપાર કરુણા દષ્ટિ તેઓના અંતરમાં હંમેશાં રહ્યા કરે છે. તેથી જ જયઘોષમુનિએ વિજયઘોષ બ્રાહ્મણ માટે ઉપદેશનો અવસર જાણીને કહ્યું કે મારે ભિક્ષાનું કોઈ પ્રયોજન નથી પરંતુ તું શીધ્ર અનંત જન્મ-મરણના કારણરૂપ કામભોગોનો ત્યાગ કરીને સંયમ માર્ગે પ્રયાણ કર, એ જ મારો ઉદ્દેશ્ય છે. કથા સંસાર સા:- ભયના આવર્ત-વમળ જેમાં છે તેવા સંસાર સમુદ્રમાં. સંસારની ભયાનકતા બતાવવા અહીં વિટ્ટ, પોરે, સારે ઇત્યાદિ વિશેષણો છે. આ સંસાર સાગર સમાન છે, તેમાં જન્મ-મરણના તેમજ ઈહલોકમય આદિ સાત પ્રકારના ભયના વમળો નિરંતર ઉઠતા રહે છે. તે વમળોને પાર કરવા અત્યંત દુષ્કર છે, વ્યક્તિ તે વમળમાં ગરક થતી જાય છે. વિજયઘોષની દીક્ષા અને બંનેની સિદ્ધિ - - एवं से विजयघोसे, जयघोसस्स अंतिए । अणगारस्स णिक्खंतो, धम्म सोच्चा अणुत्तरं ॥ શબ્દાર્થ -પર્વને આ રીતે અપુત્તર-અનુત્તર, શ્રેષ્ઠ સોડ્યા-સાંભળીને અંતિ- સમીપfહતો = દીક્ષા ધારણ કરી લે તે વિષયવોને વિજયઘોષ બ્રાહ્મણે નરવોસ = જયઘોષ અરસ-મુનિના. ભાવાર્થ:- આ પ્રમાણે તે વિજયઘોષ બ્રાહ્મણ, જયઘોષ મુનિની પાસેથી અનુત્તર ધર્મ સાંભળીને સંસારથી વિરક્ત બનીને દીક્ષિત થઈ ગયા. M. खवित्ता पुव्वकम्माई, संजमेण तवेण य । 1 जयघोस विजयघोसा, सिद्धि पत्ता अणुत्तरं ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ – સંકળ = સંયમ તવેગ = તપથી પુષ્યવીરું = પૂર્વકૃત કર્મોનો વિત્ત = નાશ કરીને નવોશ- વિથોણ = જયઘોષ અને વિજયઘોષ બંને મુનિ અત્તરં = અનુત્તર, શ્રેષ્ઠ સિદ્ધિ = સિદ્ધગતિને પત્તા = પ્રાપ્ત થઈ ગયા. ભાવાર્થ – જયઘોષ અને વિજયઘોષ બંને મુનિઓ સંયમ અને તપ દ્વારા પૂર્વસંચિત કર્મોનો ક્ષય કરી, અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી, મોક્ષ પામ્યા. વિવેચનઃ વિજયઘોષ બ્રાહ્મણ જયઘોષ મુનિ દ્વારા સન્માર્ગ પ્રાપ્ત કરીને વાસ્તવિક રીતે બ્રહ્મભાવ પ્રગટ કરવા કટિબદ્ધ બન્યા, સમગ્ર સંસારનો ત્યાગ કરીને જૈનમુનિપણાનો સ્વીકાર કર્યો. ને પચીસમું અધ્યયન સંપૂર્ણ છે
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy