SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ યશીય અનાળા નળવાર્ફ :- યજ્ઞવાદી-યાજ્ઞિક લોકો સાચી મોક્ષવિદ્યા અને બ્રાહ્મણની વાસ્તવિક ગુણસંપદાથી અજાણ છે. તેઓ સ્વાધ્યાય અને તપના શુદ્ધ સ્વરૂપને જાણતા નથી તેમજ તેઓની સાધના સન્માર્ગગામી ન હોવાથી તેમના કષાય પણ નષ્ટ થતા નથી, તેઓ ઉપરથી શાંત દેખાવા છતાં રાખથી ઢંકાયેલા અગ્નિની સમાન અંદર પ્રજ્વલિત રહે છે. જેમ રાખ દૂર થતાં ઢંકાયેલો અગ્નિ પ્રગટ થઈ જાય છે, તેમ યજ્ઞની સાધના કરનાર યાજ્ઞિકોનો કષાયાગ્નિ પણ નિમિત્ત મળતાં તુરંત પ્રગટ થઈ જાય છે. કષાયનો ઉદય થતાં જ તે અશાંત અને વ્યાકુળ થઈ જાય છે. તેમની સાધના ઇન્દ્રિયવિજય કે કષાયવિજયની મુખ્યતાવાળી ન હોવાથી તેઓની આંતરિક શુદ્ધિ થતી નથી. કેટલીક પ્રતોમાં મૂહા શબ્દને બદલે દૂહા શબ્દ જોવા મળે છે. બ્રાહ્મણનું લક્ષણ : સામાન્ય વિશેષ ગુણો : १९ जे लोए बंभणो वुत्त, अग्गी व महिओ जहा । सया कुसल संदिट्ठ, तं वयं बूम माहणं ॥ ८७ શબ્દાર્થ:- - જે મહાત્માઓ હોય્ = લોકમાં વંભળો- બ્રાહ્મણ વુત્તો- કહ્યા છે અન્ની વ ના = - અગ્નિ સમાન સા – સદા મહિલ્લો- પૂજનીય હોય છે. વુલલ = કુશળ, તત્ત્વજ્ઞાની, તત્ત્વજ્ઞ પુરુષો દ્વારા તજજ્ઞ સવિલ = કહેવાયેલા છે, દર્શાવ્યા છે તેં – તેને વયં = અમે માફળ = બ્રાહ્મણ ઘૂમ – કહીએ છીએ. ભાવાર્થ -- જે મહાત્માઓ જ્ઞાની પુરુષો દ્વારા દર્શાવ્યા અનુસાર ગુણોથી યુક્ત થઈ લોકમાં બ્રાહ્મણ કહેવાય છે અને સદા અગ્નિની જેમ પૂજ્ય જ રહે છે, તે ક્યારે ય અપૂજ્ય થતા નથી; તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. અર્થાત્ સાચા અર્થમાં તે જ બ્રાહ્મણ કહેવાય છે. २० जो ण सज्जइ आगंतु, पव्वयंतो ण सोयइ । रमए अज्जवयणम्मि, तं वयं बूम माहणं ॥ -- શબ્દાર્થ :- નો = જે,(પુરુષ) આનંg = સ્વજનની સમીપ આવવાથી ખસાફ = તેઓમાં આસક્ત થતા નથી પધ્વયંતો = સ્વજનથી અલગ પડી બીજા સ્થાને જતાં ૫ સોયફ્ = શોક કરતા નથી પરંતુ અન્નવયળમ્મિ = આર્યવચન, તીર્થંકર દેવનાં વચનોમાં રમમ્ = જે રમણ કરે છે. ભાવાર્થ:- જે પોતાની સમીપે આવનાર વ્યક્તિ(શિષ્યાદિ) પ્રતિ આસક્ત થતા નથી અને પોતાને કોઈ છોડીને જાય ત્યારે શોક કરતા નથી પરંતુ આર્ય વચનોમાં એટલે જિનાજ્ઞામાં જ રમણ કરે છે, તેમાં જ લીન રહે છે; તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. २१ जायरूवं जहामट्ठ, णिद्धंतमल पावगं । रागद्दोसभयाईयं, तं वयं बूम माहणं ॥ = શબ્દાર્થ:- નહીં = જેમ નાયવ - સુવર્ણ, સ્વર્ણ, સોનું ગદ્દામવું = કસોટીએ ચઢી પાવનું = અગ્નિના સંયોગે અનેખિતમત = ધમણના સંયોગે મેલ રહિત રાગદ્દોસમયાર્ડ્ઝ રાગ-દ્વેષ તથા ભયથી રહિત થાય છે. ભાવાર્થ :- જેમ સોનું કસોટીના પત્થર પર ઘસાતાં, ધમણ અને અગ્નિના સંયોગે તપીને મેલ રહિત નિર્મલ થઈ જાય છે. તેમ જે મહાત્મા સંયમ તપના સંયોગે કર્મમલ-જનક રાગદ્વેષ અને ભયથી મુક્ત થઈ
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy