SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદિકાની કલમે - ડૉ. સાધ્વી શ્રી અમિતાબાઈ મ.. આગમ પરિચય : આગમને પ્રાચીન કાળમાં "ગણિપિટક" કહેવામાં આવતું હતું. સમવાયાંગ સૂત્ર તેની સાક્ષી આપે છે– " યુવાન કાળિfપડાં" –તીર્થકરોનાં પ્રવચનરૂપ સમગ્ર શાસ્ત્ર દ્વાદશાંગમાં સમાવિષ્ટ થાય છે અને દ્વાદશાંગમાં આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે ૧ર સૂત્ર હતાં. જેના પછી અંગ, ઉપાંગ, મૂળ, છેદ શાસ્ત્રરૂપમાં ભેદોપભેદ વિકાસ પામ્યાં છે. આ દ્વાદશાંગીનું અધ્યયન મુમુક્ષુ સાધકો માટે આવશ્યક અને ઉપાદેય ગણાય છે. જ્યારે લખવાની પરંપરા શરૂ થયેલ ન હતી, લખાણનાં સાધનોનો વિકાસ પણ અલ્પતમ થયો હતો, ત્યારે આગમો-શાસ્ત્રોને સ્મૃતિના આધારે અથવા ગુરુ પરંપરાથી કંઠસ્થ કરીને સુરક્ષિત રાખવામાં આવતાં હતાં. સંભવ છે કે આ જ કારણે આગમજ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવ્યું હોય અને એટલા માટે જ શ્રુતિ-સ્મૃતિ જેવા સાર્થક શબ્દો પ્રચલિત બન્યા હોય. ભગવાન મહાવીરના નિર્વાણનાં એક હજાર વર્ષ સુધી આગમોનું જ્ઞાન સ્મૃતિ–શ્રુતિ પરંપરાને આધારિત હતું. ત્યાર પછી સ્મૃતિની ક્ષીણતા, દુષ્કાળનો પ્રભાવ વગેરે અનેક કારણોને લીધે આગમજ્ઞાન લુપ્ત થવા લાગ્યું. મહાસરોવરનું જળ સૂકાતાં સૂકાતાં ગોષ્પદ(ખાબોચિયું) માત્ર રહી ગયું. મુમુક્ષુ શ્રમણો માટે એ જ્યાં ચિંતાનો વિષય હતો ત્યાં ચિંતનની તત્પરતા તેમજ જાગૃતિની મહત્તા પણ હતી, તેથી તેઓ શ્રુતજ્ઞાનની નિધિના રક્ષણ હેતુ પુરુષાર્થશીલ બની ગયા. આ સમયે મહાન શ્રુતપારગામી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમ જ્ઞાનને સુરક્ષિત રાખવા વિદ્વાન શ્રમણોનું એક સંમેલન બોલાવ્યું. બધાની સંમતિથી આગમ ગ્રંથોને લિપિબદ્ધ કરવામાં આવ્યાં. જિનવાણીને પુસ્તકારૂઢ કરવાનું આ ઐતિહાસિક કાર્ય વસ્તુતઃ આજની જ્ઞાનપિપાસુ સમગ્ર પ્રજા માટે એક અવર્ણનીય ઉપકારરૂપ સિદ્ધ થયું. | 37
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy