SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય અપૂર્વ મૃતઆરાધક બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. પ્રિય પાઠક ગણ ! આ અક્ષરદેહની મંજુષામાં બેસી હું તમારે આંગણે આવું છું. મારું નામ છે આગમ અરીસો. આવો, આગમ અરીસામાં નિહાળો નિજસ્વરૂપને !! આત્મા અનાદિકાળથી કર્મબંધનથી બંધાયેલો છે. કાળલબ્ધિ યોગે અશુભ કર્મનો નાશ થતાં, ઉપર ઊઠતો-ઊઠતો શુભકર્મના સંયોગે સદ્ગતિ પામે છે. તેમાં મનુષ્યનો ભવ પામી, પુણ્યરાશિ એકત્રિત કરી, સદ્ગુરુના યોગે સમ્યગ્દર્શન પામી, પરિણામની વિશુદ્ધિ દ્વારા તીર્થકર નામકર્મની નિકાચના કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવના યોગે બાંધેલા સમસ્ત કર્મોનો ક્ષય કરવા, નિરારંભી પુણ્ય યોગે, જગજીવો પ્રતિભાવદયા અને નિષ્કામ કરુણાયોગે તીર્થકર નામકર્મયુક્ત તે જીવ જન્મ ધારણ કરે છે. ત્રણેય લોકમાં ક્ષણ માત્ર માટે પ્રકાશ વ્યાપે છે, અને પ્રત્યેક જીવ શાતાનો અનુભવ કરે છે. તે તીર્થંકર પરમાત્મા પરમ પારિણામિક ભાવને પ્રગટ કરવાના લક્ષ્ય આવશ્યક વ્રતને ધારણ કરે છે. માવજીવનનું સામાયિક વ્રત સર્વવિરતિપણું અંગીકાર કરે છે. સિદ્ધ પરમાત્માને વંદન કરી દેહાતીત દશાનો અનુભવ કરવા કાયોત્સર્ગ કરે છે. અનાદિની વિભાવમાં વહેતી ચૈતન્યધારાની દશાને બદલાવી, શ્રુતમય બનાવી અને કર્મસ્કંધથી ભિન્ન કરી, જડમાં જવાનો "નિષેધ" કરી, નિશ્ચય અનુરૂપ વ્યવહારમાં જોડી "બૃહદ્” (મોટા) યમ નિયમ કલ્પ દ્વારા યોગોને ધર્મકથા, ચરણ અને દ્રવ્ય અનુયોગમાં પ્રવેશ કરાવી, ચિદાનંદી બનાવી, ઉત્તર = પ્રધાન સ્વાધ્યાયનું અધ્યયન કરાવી, દશવૈકાલિક ક્રિયાને સૈકાલિક દશવિધ યતિધર્મમાં વહાવી ભાવથી વૃષ્ણિ–ભીંજવી, પુષ્પની ચંગેરી સમાન કોમળ બનાવી, પુષ્પ સમાન હળવી બનાવી, સ્વભાવ કલ્પવતંસિકામાં લાવી, કર્મલિકોની ઉદીરણા કરી, ઉદયાવલિકામાં લાવી, નિરયાવલિકા બનાવતા, સૂર્યસમાન પ્રકાશ પામતી, ચંદ્ર સમી નિર્મળ થતી, કૃષ્ણાદિ અશુભ લેશ્યાના જંબૂ (જાંબુડા) સમાન જાંબલી – શ્યામવર્ણમાંથી નીકળી, શe અધ્યવસાયના. પ્રશસ્ત વેશ્યાના દ્વીપ રચી. ક્ષણે ક્ષણે સ્વભાવમાં સ્થિતપ્રજ્ઞા બનવાના સંકલ્પ, અખંડ ધ્રુવ સ્થિતિમય, ધબકતી સજીવધારાને અજીવમાંથી અલગ કરવાનો અભિગમ કેળવી, આત્મરાજનું શુદ્ધ સ્વરૂપ કેવું છે? તેવા પ્રશ્નોની હારમાળાનું વ્યાકરણ કરી, અનુત્તર અપ્રમત્ત દશામાં આવી,
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy