SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧ ५. पुढवीकाय-मइगओ, उक्कोसं जीवो उ संवसे । कालं संखाईयं, समयं गोयम मा पमायए ॥५॥ શબ્દાર્થ :- પુદીજયં- પૃથ્વીકાયમાં, મો - ગયેલો, ઉત્પન્ન થયેલો, રીવો- જીવ, i - વધારેમાં વધારે, અધિકતમ, સંવરે - ત્યાં વસે, ૩ - તો, સંવાદ્ય - સંખ્યાતીત, અસંખ્ય, વાત - કાળ સુધી. ભાવાર્થ :- પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયેલો જીવ, તેમાં ને તેમાં જન્મ-મરણ કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ! મનુષ્ય દેહમાં ધર્મારાધન કરવામાં સમય માત્રનો પ્રમાદ કરવો નહિ. ___ आउक्काय-मइगओ, उक्कोसं जीवो उ संवसे । कालं संखाईयं, समयं गोयम मा पमायए ॥६॥ શબ્દાર્થ :- ગાડાય = અપ્લાયમાં. ભાવાર્થ :- અપ્લાયમાં ઉત્પન્ન થયેલો જીવ, તેમાં ને તેમાં જન્મ મરણ કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ! મનુષ્ય જીવનમાં ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. तेउक्काय-मइगओ, उक्कोसं जीवो उ संवसे । कालं संखाईयं, समय गोयम मा पमायए ॥७॥ શબ્દાર્થ – તેડાવ - તેઉકાયમાં ભાવાર્થ :- અગ્નિકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાં ને તેમાં જન્મ મરણ કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યકાળ પસાર કરે છે તેથી ગૌતમ! ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. वाउक्काय-मइगओ, उक्कोसं जीवो उ संवसे । कालं संखाईयं, समयं गोयम मा पमायए ॥८॥ શબ્દાર્થ :- વાયાયં વાયુકાયામાં. ભાવાર્થ :- વાયુકાયમાં ઉત્પન્ન થયેલો જીવ તેમાંને તેમાં જન્મ મરણ કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યકાળ પસાર કરે છે, તેથી હે ગૌતમ! ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરવો નહિ. वणस्सइकाय-मइगओ, उक्कोसं जीवो उ संवसे । कालमणंत दुरंतयं, समयं गोयम मा पमायए ॥९॥ શબ્દાર્થ :- વ ફાયં -વનસ્પતિકાયમાં, તુરંતયં - દુઃખથી અંત થનાર, અનંત -અનંત.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy