SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નિરયાવલિકા સૂત્ર अयमेयारूवे दोहले पाउब्भूए- धण्णाओ णं ताओ अम्मयाओ जाव जम्मजीवियफले, जाओ णं सेणियस्स रण्णो उयरवलीमंसेहिं सोल्लेहि य तलिएहि य भज्जिएहि य सुरं च जाव पसण्णं च आसाएमाणीओ विसाए माणीओ परिभुंजेमाणीओ परिभाए- माणीओ दोहलं पविर्णेति । ૧૮ तणं सा चेल्लणा देवी तंसि दोहलंसि अविणिज्जमाणंसि सुक्का भुक्खा निम्मंसा ओलुग्गा ओलुग्गसरीरा णित्तेया दीणविमणवयणा पंडुइयमुही ओमंथियणयण-वयणकमला जहोचियं पुप्फवत्थ गंधमल्लालंकारं अपरिभुज्जमाणी करयल- मलियव्व कमलमाला ओहयमणसंकप्पा जाव झियाइ । ભાવાર્થ :- ત્યાર પછી રાણી ચેલણાને ત્રણ મહિના પૂરા થતા આ પ્રકારનો દોહદ(તીવ્ર ઈચ્છા) થયો કે– ધન્ય છે તે માતાઓને યાવત્ તેનો વૈભવ, માનવજન્મ અને જીવન સફળ છે કે જે શ્રેણિકરાજાના કાળજાના માંસને તવા ઉપર શેકીને તથા તેલમાં તળીને કે અગ્નિમાં શેકીને દારૂની સાથે તેનો સ્વાદ લેતી અને પરસ્પર સખીઓને દેતી પોતાના દોહદને પૂર્ણ કરે છે અર્થાત્ જે જે માતાઓને જે જે દોહદ થાય, તે દોહદને જેઓ પૂર્ણ કરે છે તેઓને ધન્ય છે. આ પ્રમાણેના વિચારો કરવા છતાં ચેલણા રાણી તે અયોગ્ય, અનિષ્ટ દોહદ પૂરો ન થવાથી અને તેનું લોહી શોષાઈ જવાથી તે સૂકાઈ ગઈ, ભૂખી રહેવા લાગી. શરીરમાં માંસ ન રહેવાથી તે દુર્બળ થઈ ગઈ. મનના આઘાતે રોગી જેવી થઈ ગઈ, નિસ્તેજ બની ગઈ અને તેનું મન દીનહીન, ઉત્સાહ રહિત તથા મુખ ફિક્કુ પડી ગયું. તેથી તે નેત્ર તથા મુખકમળને ઝુકાવી(ઉદાસ ચહેરે) રહેવા લાગી. તે યથાયોગ્ય પુષ્પ, વસ્ત્રાદિ અને સુગંધિત માળા—અલંકારો ધારણ કરતી ન હતી. તે હાથથી મસળેલી કમળ માળા જેવી મુરઝાયેલી દુઃખિત મનવાળી, ચિંતા અને શોક સાગરમાં ડૂબેલી આર્તધ્યાનમાં રહેવા લાગી. १५ णं ती चेल्लाए देवीए अङ्गपडियारियाओ चेल्लणं देविं सुक्कं भुक्खं जाव झियायमाणिं पासंति पासित्ता जेणेव सेणिए राया तेणेव उवागच्छंति उवागच्छित्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अज्जलिं कट्टु सेणियं रायं एवं वयासी- एवं खलु सामी ! चेल्लणा देवी, ण याणामो केणइ कारणेणं सुक्का भुक्खा जाव झियाइ । तणं सेणिए राया तासिं अङ्गपडियारियाणं अंतिए एयमट्ठे सोच्चा णिसम्म तहेव संभंते समाणे जेणेव चेल्लणा देवी तेणेव उवागच्छइ उवागच्छित्ता चेल्लणं देवि सुक्कं भुक्खं जाव झियायमाणि पासित्ता एवं वयासीकिण्णं तुमं देवाणुप्पिए ! सुक्का भुक्खा जाव झियासि ?
SR No.008777
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages228
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy