SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ ] શ્રી ચંદ્રસૂર્ય પ્રશાપ્તિ સૂત્ર ચંદ્રાદિ મંડળને પાર કરવામાં વ્યતીત થતાં અહોરાત્ર :१९ ता एगमेगं मंडलं चंदे कइहिं अहोरत्तेहिं चरइ ? ता दोहिं अहोरत्तेहिं चरइ एक्कतीसेहिं भागेहिं अहिएहिं चउहिं बेयालेहिं सएहिं राइदिएहिं छेत्ता । ता एगमेगं मंडलं सूरे कइहिं अहोरत्तेहिं चरइ ? ता दोहिं अहोरत्तेहिं चरइ। ता एगमेगं मंडलं णक्खत्ते कइहिं अहोरत्तेहिं चरइ ? ता दोहिं अहोरत्तेहिं चरइ, दोहिं भागेहिं ऊणेहिं तिहिं सत्तसडेहिं सएहिं राइदिएहिं छेत्ता । ભાવાર્થ :- પ્રશ્ન– ચંદ્ર કેટલા અહોરાત્રમાં એક-એક મંડળને પાર કરે છે ? ઉત્તર- એક અહોરાત્રના ૪૪૨ ભાગ કરીને, તેના ૩૧ ભાગ અર્થાતુ ચારસો બેતાલીસ્યા એકત્રીસ ભાગ અધિક ૨ અહોરાત્ર અર્થાત્ ૨ રૂ, અહોરાત્રે ચંદ્ર એક-એક મંડળને પૂર્ણ કરે છે. પ્રશ્ન- સૂર્ય કેટલા અહોરાત્રમાં એક-એક મંડળને પાર કરે છે ? ઉત્તર- સૂર્ય બે અહોરાત્રે એક-એક મંડળને પૂર્ણ કરે છે. પ્રશ્ન- નક્ષત્ર કેટલા અહોરાત્રમાં એક-એક મંડળને પાર કરે છે ? ઉત્તર- એક મંડળના ૩૬૭ ભાગ કરીને, તેના બે ભાગ અર્થાત્ ત્રણસો સડસઠીયા બે ભાગ ન્યૂન ૨ અહોરાત્રે (૧ ૩૪ અહોરાત્રે) નક્ષત્ર એક-એક મંડળને પૂર્ણ કરે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્રને પોત-પોતાના એક-એક મંડળ પૂર્ણ કરવામાં વ્યતીત થતાં અહોરાત્રનું નિરૂપણ છે. (૧) એક યુગના ૮૮૪ ચંદ્ર મંડળને ચંદ્ર ૧૮૩) અહોરાત્રમાં પૂર્ણ કરે છે, તેથી ૧૮૩૦ + ૮૮૪ = ૨૨. ૮૪ નો ૨ થી છેદ ઉડાડતા પ્રાપ્ત ૨ 3, અહોરાત્રે ચંદ્ર એક-એક મંડળને પાર કરે છે. (૨) એક યુગના ૯૧૫ સૂર્ય મંડળને સૂર્ય ૧૮૩) અહોરાત્રમાં પૂર્ણ કરે છે, તેથી ૧૮૩૦ + ૯૧૫ – ૨ અહોરાત્રે સૂર્ય એક-એક મંડળને પાર કરે છે. (૩) એક યુગના ૯૧૭ : અર્ધ નક્ષત્ર મંડળને નક્ષત્ર ૧૮૩0 અહોરાત્રમાં પૂર્ણ કરે છે. તેથી ૧૮૩0 + ૯૧૭ 39 (૩૬૬૦ + ૧૮૩૫) = ૧૧૩ નો પ થી છેદ ઉડાડતા ૧ ૩૪ અહોરાત્રે નક્ષત્ર એક-એક મંડળને પાર કરે છે. પ્રત્યેક યુગમાં ચંદ્રાદિની મંડળ સંખ્યા:| २० ता जुगेणं चंदे कइ मंडलाई चरइ ? ता अट्ठ चुलसीए मंडलसए चरइ । ता जुगेणं सूरे कइ मंडलाइं चरइ ? ता णव पण्णरसमंडलसए चरइ । ता जुगेणं णक्खत्ते कइ मंडलाइं चरइ ? ता अट्ठारस पणतीसे दुभागमंडलसए વરડું |
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy