SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ । २२ । શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર तत्थ णं सक्कस्स देविंदस्स देवरण्णो सोमजमवरुणवेसमणकाइयाणं बहवे आभिओग्गा देवा महिड्डिया जाव पलिओवमट्ठिइया परिवसंति । लावार्थ :- प्रश्न- हे भगवन् ! मामियो श्रेणीमोनु २१३५ छ ? ઉત્તર- હે ગૌતમ ! તે આભિયોગિક દેવોની શ્રેણીઓનો સમતલ રમણીય ભૂમિભાગ છે વાવત તે ક્ષેત્ર અકૃત્રિમ અને કૃત્રિમ(મનુષ્ય કૃત) બંને પ્રકારની તૃણ વનસ્પતિઓથી સુશોભિત છે. તે આભિયોગિક દેવોની શ્રેણીઓના સ્થાનોમાં અનેક વ્યંતર દેવ-દેવીઓ આવે છે યાવતુ પોતાના પૂર્વકૃત પુણ્ય કર્મોના ફળનો ઉપભોગ કરતાં વિચરે છે. તે આભિયોગિક શ્રેણીઓમાં દેવેન્દ્ર દેવરાજ શક્રના સોમ, યમ, વરુણ, વૈશ્રમણ આદિ ચાર લોકપાલ દેવોના આભિયોગિક-સેવક દેવોના ઘણા ભવનો છે. તે ભવન બહારથી ગોળ અને અંદરથી ચોરસ છે. ભવનોનું વર્ણન અન્ય સૂત્રથી જાણવું. ત્યાં દેવેન્દ્ર દેવરાજ શક્રના અત્યંત ઋદ્ધિ સંપન્ન થાવતુ એકપલ્યોપમની સ્થિતિવાળા સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ નામના લોકપાલ દેવોના સેવક દેવો નિવાસ કરે છે. २२ तासि णं आभिओगसेढीणं बहुसमरमणिज्जाओ भूमिभागाओ वेयड्डस्स पव्वयस्स उभओ पासिं पंच पंच जोयणाई उड्डे उप्पइत्ता, एत्थणं वेयड्वस्स पव्वयस्स सिहरतले पण्णत्ते- पाईणपडिणायए, उदीणदाहिणवित्थिपणे दस जोयणाई विक्खंभेणं, पव्वयसमगे आयामेणं । से णं एक्काए परमवस्वेइयाए एक्केणं वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते । पमाणं वण्णओ दोण्हंपि । ભાવાર્થ - વૈતાઢય પર્વતની બન્ને બાજુએ તે આભિયોગિક શ્રેણીઓના રમણીય, સમતલ ભૂમિભાગથી પાંચ-પાંચ યોજન ઉપર વૈતાઢયપર્વતનું શિખરતલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ અને ઉત્તર દક્ષિણ પહોળું છે. તેની પહોળાઈ દશ યોજન છે, લંબાઈ પર્વત જેટલી છે. તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ચારે બાજુથી ઘેરાયેલું છે. તે બન્નેનું વર્ણન પૂર્વવત્ જાણવું. २३ वेयड्स्स णं भंते! पव्वयस्स सिहस्तलस्स केरिसए आयास्भावपडोयारे पण्णते? गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । से जहाणामएआलिंगपुक्खरेइ वा जाव णाणाविहपंचवण्णेहिं मणीहिं तणेहि य उवसोभिए । वावीओ, पुक्खरिणीओ जाव वाणमंतरा देवा य देवीओ य आसयंति जाव पच्चणुभवमाणा विहरंति ।
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy